< ગીતશાસ્ત્ર 124 >

1 ચઢવાનું ગીત; દાઉદનું. હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,” 2 જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, 3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત. 4 પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત. 5 તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.” 6 યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. 7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. 8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

< ગીતશાસ્ત્ર 124 >