< ગીતશાસ્ત્ર 120 >

1 ચઢવાનું ગીત. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો. 2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો. 3 હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે? 4 તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે. 5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો. 6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું. 7 હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

< ગીતશાસ્ત્ર 120 >