< ગીતશાસ્ત્ર 115 >

1 હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
耶和华啊,荣耀不要归与我们, 不要归与我们; 要因你的慈爱和诚实归在你的名下!
2 પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
为何容外邦人说: 他们的 神在哪里呢?
3 અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
然而,我们的 神在天上, 都随自己的意旨行事。
4 તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
他们的偶像是金的,银的, 是人手所造的,
5 તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
有口却不能言, 有眼却不能看,
6 તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
有耳却不能听, 有鼻却不能闻,
7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
有手却不能摸, 有脚却不能走, 有喉咙也不能出声。
8 તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
造他的要和他一样; 凡靠他的也要如此。
9 હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
以色列啊,你要倚靠耶和华! 他是你的帮助和你的盾牌。
10 ૧૦ હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
亚伦家啊,你们要倚靠耶和华! 他是你们的帮助和你们的盾牌。
11 ૧૧ હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
你们敬畏耶和华的,要倚靠耶和华! 他是你们的帮助和你们的盾牌。
12 ૧૨ યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
耶和华向来眷念我们; 他还要赐福给我们: 要赐福给以色列的家, 赐福给亚伦的家。
13 ૧૩ જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
凡敬畏耶和华的,无论大小, 主必赐福给他。
14 ૧૪ યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
愿耶和华叫你们 和你们的子孙日见加增。
15 ૧૫ તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
你们蒙了造天地之耶和华的福!
16 ૧૬ આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
天,是耶和华的天; 地,他却给了世人。
17 ૧૭ મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
死人不能赞美耶和华; 下到寂静中的也都不能。
18 ૧૮ પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.
但我们要称颂耶和华, 从今时直到永远。 你们要赞美耶和华!

< ગીતશાસ્ત્ર 115 >