< ફિલેમોનને પત્ર 1 >

1 સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને
ख्रीष्टस्य यीशो र्बन्दिदासः पौलस्तीथियनामा भ्राता च प्रियं सहकारिणं फिलीमोनं
2 ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે
प्रियाम् आप्पियां सहसेनाम् आर्खिप्पं फिलीमोनस्य गृहे स्थितां समितिञ्च प्रति पत्रं लिखतः।
3 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
अस्माकं तात ईश्वरः प्रभु र्यीशुख्रीष्टश्च युष्मान् प्रति शान्तिम् अनुग्रहञ्च क्रियास्तां।
4 ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે,
प्रभुं यीशुं प्रति सर्व्वान् पवित्रलोकान् प्रति च तव प्रेमविश्वासयो र्वृत्तान्तं निशम्याहं
5 સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું.
प्रार्थनासमये तव नामोच्चारयन् निरन्तरं ममेश्वरं धन्यं वदामि।
6 મારી પ્રાર્થના છે કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી, તારા વિશ્વાસની ભાગીદારી ખ્રિસ્ત ઈસુના મહિમાને સારુ સફળ થાય.
अस्मासु यद्यत् सौजन्यं विद्यते तत् सर्व्वं ख्रीष्टं यीशुं यत् प्रति भवतीति ज्ञानाय तव विश्वासमूलिका दानशीलता यत् सफला भवेत् तदहम् इच्छामि।
7 કારણ કે તારા પ્રેમમાં મને ઘણો આનંદ તથા દિલાસો મળ્યો છે; કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયાં છે.
हे भ्रातः, त्वया पवित्रलोकानां प्राण आप्यायिता अभवन् एतस्मात् तव प्रेम्नास्माकं महान् आनन्दः सान्त्वना च जातः।
8 માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી,
त्वया यत् कर्त्तव्यं तत् त्वाम् आज्ञापयितुं यद्यप्यहं ख्रीष्टेनातीवोत्सुको भवेयं तथापि वृद्ध
9 તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.
इदानीं यीशुख्रीष्टस्य बन्दिदासश्चैवम्भूतो यः पौलः सोऽहं त्वां विनेतुं वरं मन्ये।
10 ૧૦ ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.
अतः शृङ्खलबद्धोऽहं यमजनयं तं मदीयतनयम् ओनीषिमम् अधि त्वां विनये।
11 ૧૧ અગાઉ તે તને ઉપયોગી ન હતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે;
स पूर्व्वं तवानुपकारक आसीत् किन्त्विदानीं तव मम चोपकारी भवति।
12 ૧૨ તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે.
तमेवाहं तव समीपं प्रेषयामि, अतो मदीयप्राणस्वरूपः स त्वयानुगृह्यतां।
13 ૧૩ તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.
सुसंवादस्य कृते शृङ्खलबद्धोऽहं परिचारकमिव तं स्वसन्निधौ वर्त्तयितुम् ऐच्छं।
14 ૧૪ પણ તારી મરજી વિના કંઈ કરવાની મારી ઇચ્છા ન હતી, એ માટે કે તારો ઉપકાર દબાણથી નહિ, પણ રાજીખુશીથી થાય.
किन्तु तव सौजन्यं यद् बलेन न भूत्वा स्वेच्छायाः फलं भवेत् तदर्थं तव सम्मतिं विना किमपि कर्त्तव्यं नामन्ये।
15 ૧૫ કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, (aiōnios g166)
को जानाति क्षणकालार्थं त्वत्तस्तस्य विच्छेदोऽभवद् एतस्यायम् अभिप्रायो यत् त्वम् अनन्तकालार्थं तं लप्स्यसे (aiōnios g166)
16 ૧૬ હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!
पुन र्दासमिव लप्स्यसे तन्नहि किन्तु दासात् श्रेष्ठं मम प्रियं तव च शारीरिकसम्बन्धात् प्रभुसम्बन्धाच्च ततोऽधिकं प्रियं भ्रातरमिव।
17 ૧૭ માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે.
अतो हेतो र्यदि मां सहभागिनं जानासि तर्हि मामिव तमनुगृहाण।
18 ૧૮ પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.
तेन यदि तव किमप्यपराद्धं तुभ्यं किमपि धार्य्यते वा तर्हि तत् ममेति विदित्वा गणय।
19 ૧૯ હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.
अहं तत् परिशोत्स्यामि, एतत् पौलोऽहं स्वहस्तेन लिखामि, यतस्त्वं स्वप्राणान् अपि मह्यं धारयसि तद् वक्तुं नेच्छामि।
20 ૨૦ હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.
भो भ्रातः, प्रभोः कृते मम वाञ्छां पूरय ख्रीष्टस्य कृते मम प्राणान् आप्यायय।
21 ૨૧ તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.
तवाज्ञाग्राहित्वे विश्वस्य मया एतत् लिख्यते मया यदुच्यते ततोऽधिकं त्वया कारिष्यत इति जानामि।
22 ૨૨ સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.
तत्करणसमये मदर्थमपि वासगृहं त्वया सज्जीक्रियतां यतो युष्माकं प्रार्थनानां फलरूपो वर इवाहं युष्मभ्यं दायिष्ये ममेति प्रत्याशा जायते।
23 ૨૩ એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
ख्रीष्टस्य यीशाः कृते मया सह बन्दिरिपाफ्रा
24 ૨૪ સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
मम सहकारिणो मार्क आरिष्टार्खो दीमा लूकश्च त्वां नमस्कारं वेदयन्ति।
25 ૨૫ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
अस्माकं प्रभो र्यीशुख्रीष्टस्यानुग्रहो युष्माकम् आत्मना सह भूयात्। आमेन्।

< ફિલેમોનને પત્ર 1 >