< નહેમ્યા 11 >

1 લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
וַיֵּשְׁב֥וּ שָׂרֵֽי־הָעָ֖ם בִּירוּשָׁלָ֑͏ִם וּשְׁאָ֣ר הָ֠עָם הִפִּ֨ילוּ גֹורָלֹ֜ות לְהָבִ֣יא ׀ אֶחָ֣ד מִן־הָעֲשָׂרָ֗ה לָשֶׁ֙בֶת֙ בִּֽירוּשָׁלַ֙͏ִם֙ עִ֣יר הַקֹּ֔דֶשׁ וְתֵ֥שַׁע הַיָּדֹ֖ות בֶּעָרִֽים׃
2 યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
וַֽיְבָרֲכ֖וּ הָעָ֑ם לְכֹל֙ הֽ͏ָאֲנָשִׁ֔ים הַמִּֽתְנַדְּבִ֔ים לָשֶׁ֖בֶת בִּירוּשָׁלָֽ͏ִם׃ פ
3 પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
וְאֵ֙לֶּה֙ רָאשֵׁ֣י הַמְּדִינָ֔ה אֲשֶׁ֥ר יָשְׁב֖וּ בִּירוּשָׁלָ֑͏ִם וּבְעָרֵ֣י יְהוּדָ֗ה יָֽשְׁב֞וּ אִ֤ישׁ בַּאֲחֻזָּתֹו֙ בְּעָ֣רֵיהֶ֔ם יִשְׂרָאֵ֤ל הַכֹּהֲנִים֙ וְהַלְוִיִּ֣ם וְהַנְּתִינִ֔ים וּבְנֵ֖י עַבְדֵ֥י שְׁלֹמֹֽה׃
4 યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.
וּבִֽירוּשָׁלַ֙͏ִם֙ יָֽשְׁב֔וּ מִבְּנֵ֥י יְהוּדָ֖ה וּמִבְּנֵ֣י בִנְיָמִ֑ן מִבְּנֵ֣י יְ֠הוּדָה עֲתָיָ֨ה בֶן־עֻזִּיָּ֜ה בֶּן־זְכַרְיָ֧ה בֶן־אֲמַרְיָ֛ה בֶּן־שְׁפַטְיָ֥ה בֶן־מַהֲלַלְאֵ֖ל מִבְּנֵי־פָֽרֶץ׃
5 અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.
וּמַעֲשֵׂיָ֣ה בֶן־בָּר֣וּךְ בֶּן־כָּל־חֹ֠זֶה בֶּן־חֲזָיָ֨ה בֶן־עֲדָיָ֧ה בֶן־יֹויָרִ֛יב בֶּן־זְכַרְיָ֖ה בֶּן־הַשִּׁלֹנִֽי׃
6 પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
כָּל־בְּנֵי־פֶ֕רֶץ הַיֹּשְׁבִ֖ים בִּירוּשָׁלָ֑͏ִם אַרְבַּ֥ע מֵאֹ֛ות שִׁשִּׁ֥ים וּשְׁמֹנָ֖ה אַנְשֵׁי־חָֽיִל׃ ס
7 બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.
וְאֵ֖לֶּה בְּנֵ֣י בִנְיָמִ֑ן סַלֻּ֡א בֶּן־מְשֻׁלָּ֡ם בֶּן־יֹועֵ֡ד בֶּן־פְּדָיָה֩ בֶן־קֹ֨ולָיָ֧ה בֶן־מַעֲשֵׂיָ֛ה בֶּן־אִֽיתִיאֵ֖ל בֶּן־יְשַֽׁעְיָֽה׃
8 અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.
וְאַחֲרָ֖יו גַּבַּ֣י סַלָּ֑י תְּשַׁ֥ע מֵאֹ֖ות עֶשְׂרִ֥ים וּשְׁמֹנָֽה׃
9 ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સેનુઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
וְיֹואֵ֥ל בֶּן־זִכְרִ֖י פָּקִ֣יד עֲלֵיהֶ֑ם וִיהוּדָ֧ה בֶן־הַסְּנוּאָ֛ה עַל־הָעִ֖יר מִשְׁנֶֽה׃ פ
10 ૧૦ યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
מִן־הַֽכֹּהֲנִ֑ים יְדַֽעְיָ֥ה בֶן־יֹויָרִ֖יב יָכִֽין׃
11 ૧૧ સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહિટૂબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના સભાસ્થાનનો કારભારી હતો,
שְׂרָיָ֨ה בֶן־חִלְקִיָּ֜ה בֶּן־מְשֻׁלָּ֣ם בֶּן־צָדֹ֗וק בֶּן־מְרָיֹות֙ בֶּן־אֲחִיט֔וּב נְגִ֖ד בֵּ֥ית הָאֱלֹהִֽים׃
12 ૧૨ અને તેઓના ભાઈઓ જેઓ સભાસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યરોહામનો પુત્ર, અદાયા.
וַאֲחֵיהֶ֗ם עֹשֵׂ֤י הַמְּלָאכָה֙ לַבַּ֔יִת שְׁמֹנֶ֥ה מֵאֹ֖ות עֶשְׂרִ֣ים וּשְׁנָ֑יִם וַ֠עֲדָיָה בֶּן־יְרֹחָ֤ם בֶּן־פְּלַלְיָה֙ בֶּן־אַמְצִ֣י בֶן־זְכַרְיָ֔ה בֶּן־פַּשְׁח֖וּר בֶּן־מַלְכִּיָּֽה׃
13 ૧૩ તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઈમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારેલનો પુત્ર, અમાશસાય,
וְאֶחָיו֙ רָאשִׁ֣ים לְאָבֹ֔ות מָאתַ֖יִם אַרְבָּעִ֣ים וּשְׁנָ֑יִם וַעֲמַשְׁסַ֧י בֶּן־עֲזַרְאֵ֛ל בֶּן־אַחְזַ֥י בֶּן־מְשִׁלֵּמֹ֖ות בֶּן־אִמֵּֽר׃
14 ૧૪ અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો.
וַאֲחֵיהֶם֙ גִּבֹּ֣ורֵי חַ֔יִל מֵאָ֖ה עֶשְׂרִ֣ים וּשְׁמֹנָ֑ה וּפָקִ֣יד עֲלֵיהֶ֔ם זַבְדִּיאֵ֖ל בֶּן־הַגְּדֹולִֽים׃ ס
15 ૧૫ લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝ્રીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
וּמִֽן־הַלְוִיִּ֑ם שְׁמַעְיָ֧ה בֶן־חַשּׁ֛וּב בֶּן־עַזְרִיקָ֥ם בֶּן־חֲשַׁבְיָ֖ה בֶּן־בּוּנִּֽי׃
16 ૧૬ લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
וְשַׁבְּתַ֨י וְיֹוזָבָ֜ד עַל־הַמְּלָאכָ֤ה הַחִֽיצֹנָה֙ לְבֵ֣ית הָאֱלֹהִ֔ים מֵרָאשֵׁ֖י הַלְוִיִּֽם׃
17 ૧૭ અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
וּמַתַּנְיָ֣ה בֶן־מִ֠יכָה בֶּן־זַבְדִּ֨י בֶן־אָסָ֜ף רֹ֗אשׁ הַתְּחִלָּה֙ יְהֹודֶ֣ה לַתְּפִלָּ֔ה וּבַקְבֻּקְיָ֖ה מִשְׁנֶ֣ה מֵאֶחָ֑יו וְעַבְדָּא֙ בֶּן־שַׁמּ֔וּעַ בֶּן־גָּלָ֖ל בֶּן־יְדִיתוּן (יְדוּתֽוּן)׃
18 ૧૮ પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
כָּל־הַלְוִיִּם֙ בְּעִ֣יר הַקֹּ֔דֶשׁ מָאתַ֖יִם שְׁמֹנִ֥ים וְאַרְבָּעָֽה׃ פ
19 ૧૯ દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
וְהַשֹּֽׁועֲרִים֙ עַקּ֣וּב טַלְמֹ֔ון וַאֲחֵיהֶ֖ם הַשֹּׁמְרִ֣ים בַּשְּׁעָרִ֑ים מֵאָ֖ה שִׁבְעִ֥ים וּשְׁנָֽיִם׃
20 ૨૦ બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા.
וּשְׁאָ֨ר יִשְׂרָאֵ֜ל הַכֹּהֲנִ֤ים הַלְוִיִּם֙ בְּכָל־עָרֵ֣י יְהוּדָ֔ה אִ֖ישׁ בְּנַחֲלָתֹֽו׃
21 ૨૧ ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા.
וְהַנְּתִינִ֖ים יֹשְׁבִ֣ים בָּעֹ֑פֶל וְצִיחָ֥א וְגִשְׁפָּ֖א עַל־הַנְּתִינִֽים׃ פ
22 ૨૨ યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મિખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
וּפְקִ֤יד הַלְוִיִּם֙ בִּיר֣וּשָׁלַ֔͏ִם עֻזִּ֤י בֶן־בָּנִי֙ בֶּן־חֲשַׁבְיָ֔ה בֶּן־מַתַּנְיָ֖ה בֶּן־מִיכָ֑א מִבְּנֵ֤י אָסָף֙ הַמְשֹׁ֣רְרִ֔ים לְנֶ֖גֶד מְלֶ֥אכֶת בֵּית־הָאֱלֹהִֽים׃
23 ૨૩ તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું.
כִּֽי־מִצְוַ֥ת הַמֶּ֖לֶךְ עֲלֵיהֶ֑ם וַאֲמָנָ֥ה עַל־הַמְשֹׁרְרִ֖ים דְּבַר־יֹ֥ום בְּיֹומֹֽו׃
24 ૨૪ યહૂદાના દીકરો ઝેરાહના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
וּפְתַֽחְיָ֨ה בֶּן־מְשֵֽׁיזַבְאֵ֜ל מִבְּנֵי־זֶ֤רַח בֶּן־יְהוּדָה֙ לְיַ֣ד הַמֶּ֔לֶךְ לְכָל־דָּבָ֖ר לָעָֽם׃
25 ૨૫ ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
וְאֶל־הַחֲצֵרִ֖ים בִּשְׂדֹתָ֑ם מִבְּנֵ֣י יְהוּדָ֗ה יָֽשְׁב֞וּ בְּקִרְיַ֤ת הָֽאַרְבַּע֙ וּבְנֹתֶ֔יהָ וּבְדִיבֹן֙ וּבְנֹתֶ֔יהָ וּבִֽיקַּבְצְאֵ֖ל וַחֲצֵרֶֽיהָ׃
26 ૨૬ અને યેશૂઆમાં, મોલાદામાં, બેથ-પેલેટમાં.
וּבְיֵשׁ֥וּעַ וּבְמֹולָדָ֖ה וּבְבֵ֥ית פָּֽלֶט׃
27 ૨૭ હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
וּבַחֲצַ֥ר שׁוּעָ֛ל וּבִבְאֵ֥ר שֶׁ֖בַע וּבְנֹתֶֽיהָ׃
28 ૨૮ તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
וּבְצִֽקְלַ֥ג וּבִמְכֹנָ֖ה וּבִבְנֹתֶֽיהָ׃
29 ૨૯ એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
וּבְעֵ֥ין רִמֹּ֛ון וּבְצָרְעָ֖ה וּבְיַרְמֽוּת׃
30 ૩૦ ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
זָנֹ֤חַ עֲדֻלָּם֙ וְחַצְרֵיהֶ֔ם לָכִישׁ֙ וּשְׂדֹתֶ֔יהָ עֲזֵקָ֖ה וּבְנֹתֶ֑יהָ וַיַּחֲנ֥וּ מִבְּאֵֽר־שֶׁ֖בַע עַד־גֵּֽיא־הִנֹּֽם׃
31 ૩૧ બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
וּבְנֵ֥י בִנְיָמִ֖ן מִגָּ֑בַע מִכְמָ֣שׂ וְעַיָּ֔ה וּבֵֽית־אֵ֖ל וּבְנֹתֶֽיהָ׃
32 ૩૨ તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
עֲנָתֹ֥ות נֹ֖ב עֲנָֽנְיָֽה׃
33 ૩૩ હાસોર, રામા, ગિત્તાઈમ,
חָצֹ֥ור ׀ רָמָ֖ה גִּתָּֽיִם׃
34 ૩૪ હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
חָדִ֥יד צְבֹעִ֖ים נְבַלָּֽט׃
35 ૩૫ લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
לֹ֥ד וְאֹונֹ֖ו גֵּ֥י הַחֲרָשִֽׁים׃
36 ૩૬ અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.
וּמִן־הַלְוִיִּ֔ם מַחְלְקֹ֥ות יְהוּדָ֖ה לְבִנְיָמִֽין׃ פ

< નહેમ્યા 11 >