< મીખાહ 5 >

1 હે યરુશાલેમ, હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે. તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે, ગાલ પર સોટી વડે મારશે.
Sbeřiž se nyní po houfích, ó záškodnice, oblehni nás, nechať bijí holí v líce soudce Izraelského.
2 હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.
A ty Betléme Efrata, jakžkoli jsi nejmenší mezi tisíci Judskými, z tebe mi vyjde ten, kterýž má býti Panovníkem v Izraeli, a jehož východové jsou od starodávna, ode dnů věčných.
3 એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે, તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે, પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.
Protož, ač je vydá v rozptýlení, ažby ta, kteráž rodí, porodila, však ostatek bratří jeho navrátí se s syny Izraelskými.
4 યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.
I stane a pásti bude v síle Hospodinově, a u velebnosti jména Hospodina Boha svého. I budou bydliti, nebo již velikomocný bude až do končin země.
5 તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
I budeť takový pokoj, že když Assur přitáhne do země naší, a šlapati bude po palácích našich, tedy postavíme proti němu sedm pastýřů, a osmero knížat z lidu,
6 આ માણસો આશ્શૂરના દેશ પર તલવારથી, નિમ્રોદના દેશ પર તેઓના હાથોમાંની તલવારોથી શાસન કરશે. જ્યારે તેઓ આપણા દેશમાં આવીને, આપણી સરહદોમાં ફરશે, ત્યારે તે આપણને આશ્શૂરથી બચાવશે.
Kteříž spasou zemi Assyrskou mečem, a zemi Nimrodovu v pomezích jejích. A tak vytrhne od Assura, když přitáhne do země naší, a šlapati bude po našem pomezí.
7 ત્યારે યાકૂબના બચેલા ઘણાં લોકો મધ્યે યહોવાહે મોકલેલા ઝાકળ જેવા, ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે. તેઓ મનુષ્ય માટે રોકાતા નથી, કે માનવજાત માટે રાહ જોતા નથી.
A protož ostatkové Jákobovi u prostřed národů mnohých budou jako rosa od Hospodina, jako tiší dešťové skrápějící bylinu, jichž neočekává od žádného, aniž čeká od synů lidských.
8 યાકૂબના બચેલા ઘણી પ્રજાઓ મધ્યે, ઘણાં લોકો મધ્યે, જંગલી પશુઓ મધ્યે સિંહના જેવા, ઘેટાંના ટોળાંમાં જુવાન સિંહના બચ્ચા જેવા થશે. જ્યારે તે તેઓમાં થઈને જાય છે, ત્યારે તે તેઓને કચડી નાખીને ટુકડા કરી દે છે, તેમને છોડાવનાર કોઈ હોતું નથી.
Budou též ostatkové Jákobovi mezi pohany, a u prostřed národů mnohých, jako lev mezi zvěří divokou, jako mladý lev mezi stády ovec. Kterýžto když jde, a pošlapává, i lapá, není žádného, kdo by vytrhl.
9 તારા શત્રુઓ વિરુદ્ધ તારો હાથ ઊઠશે, તે હાથ તેઓનો નાશ કરશે.
Vyvýšiť se ruka tvá nad tvými nepřátely, a všickni protivníci tvoji vypléněni budou.
10 ૧૦ “વળી યહોવાહ કહે છે કે, તે દિવસે એવું થશે કે,” “હું તારા ઘોડાઓનો નાશ કરીશ અને તારા રથોને તોડી નાખીશ.
I stane se v ten den, dí Hospodin, že vypléním koně tvé z prostředku tvého, a zkazím vozy tvé.
11 ૧૧ હું તારા દેશના નગરોનો નાશ કરીશ, તારા સર્વ કિલ્લાઓને તોડી પાડીશ.
A vypléním města země tvé, a rozbořím všecky pevnosti tvé.
12 ૧૨ હું તારા હાથની જાદુક્રિયાનો નાશ કરીશ, અને હવે પછી તારામાં ભવિષ્ય બતાવનાર કોઈ રહેશે નહિ.
Vypléním též kouzly z tebe, a planetářů nebude v tobě.
13 ૧૩ હું તારી સર્વ કોતરેલી મૂર્તિઓનો અને તારામાંથી ભજનસ્તંભોનો નાશ કરીશ. તું ફરીથી તારા હાથની કારીગરીની ભક્તિ કરશે નહિ.
Zahladím i rytiny tvé, i obrazy tvé z prostředku tvého, a nebudeš se klaněti více dílu rukou svých.
14 ૧૪ હું તારામાંથી અશેરીમ દેવીને ઉખેડી નાખીશ; તારાં નગરોનો તથા મૂર્તિઓનો નાશ કરીશ.
Vykořením i háje tvé z prostředku tvého, a zkazím nepřátely tvé.
15 ૧૫ જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહિ, તેઓ ઉપર હું ક્રોધથી અને કોપથી વેર વાળીશ.”
A tak v hněvu a v prchlivosti vykonám pomstu nad těmi národy, kteříž nebyli poslušni.

< મીખાહ 5 >