< મીખાહ 2 >

1 જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
Běda těm, kteříž vymýšlejí nepravost a ukládají zlé na ložcích svých, a na úsvitě ráno vykonávají je, když jest v moci rukou jejich.
2 તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.
Požádají polí, i vydírají, takž i domů, a odjímají; a tak provozují moc nad mužem i domem jeho, nad jedním každým i dědictvím jeho.
3 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.
Protož takto praví Hospodin: Aj, já myslím proti čeledi té věc zlou, odkudž nevyňmete hrdel vašich, aniž budete choditi vysokomyslně; nebo čas zlý bude.
4 તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”
V ten den užívati budou o vás přísloví, a naříkati budou naříkáním žalostným, řkouce: Do cela zpuštěni jsme, podíl lidu mého proměnil. Jaktě mi jej odjal, a vzav pole naše, rozdělil!
5 એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.
Protož nebudeš míti, kdožť by vztáhl provazec na los v shromáždění Hospodinovu.
6 તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.”
Neprorokujte. Budou prorokovati, ale nebudou těmto prorokovati, a neponesou pohanění.
7 હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?
Ó kteráž sloveš domem Jákobovým, zdali do těsna vehnán býti má duch Hospodinův? To-liž by skutkové jeho byli? Zdaliž slova má nejsou dobrá tomu, kdož upřímě chodí?
8 પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો.
Včera byl lidem mým, již jako nepřítel povstává. Majíce oděv, plášť strhujete s těch, kteříž chodí bezpečně, vyhýbajíce se bitvě.
9 મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.
Manželky lidu mého vyháníte z domu rozkoší jejich, od dítek jejich odjímáte slávu mou na věky.
10 ૧૦ ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.
Vstaňte a odejděte, neboť tato není sídlem pro nečistotu. Ztratí vás, a to ztracením jistým.
11 ૧૧ જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
Jestliže za proroka se vydávaje a lež mluvě, říká: Budu tobě prorokovati o víně aneb o nápoji opojujícím, takový bývá prorokem lidu tohoto.
12 ૧૨ હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.
Jistotně zberu tě, Jákobe, docela, jistotně shromáždím ostatky Izraele, a seženu je v hromadu jako ovce v Bozra, jako stádo do prostřed ovčince jeho, i vzejde hluk od lidu.
13 ૧૩ છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.
Vstoupí ten, kterýž prolamovati bude před nimi. Prolomí, a projdou bránu, a vyjdou skrze ni; ano i král jejich půjde před nimi, a Hospodin na špici jejich.

< મીખાહ 2 >