< માથ્થી 27 >

1 હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
Утру же бывшу, совет сотвориша вси архиерее и старцы людстии на Иисуса, яко убити Его:
2 પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
и связавше Его ведоша и предаша Его Понтийскому Пилату игемону.
3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,
Тогда видев Иуда предавый Его, яко осудиша Его, раскаявся возврати тридесять сребреники архиереем и старцем,
4 “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”
глаголя: согреших предав кровь неповинную. Они же реша: что есть нам? Ты узриши.
5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
И поверг сребреники в церкви, отиде: и шед удавися.
6 મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”
Архиерее же приемше сребреники, реша: недостойно есть вложити их в корвану, понеже цена крове есть.
7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.
Совет же сотворше, купиша ими село скудельничо, в погребание странным:
8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.
темже наречеся село то село крове, до сего дне:
9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,
тогда сбыстся реченное Иеремием пророком, глаголющим: и прияша тридесять сребреник, цену Цененнаго, Егоже цениша от сынов Израилев,
10 ૧૦ અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”
и даша я на село скудельничо, якоже сказа мне Господь.
11 ૧૧ અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”
Иисус же ста пред игемоном. И вопроси Его игемон, глаголя: Ты ли еси Царь Иудейский? Иисус же рече ему: ты глаголеши.
12 ૧૨ મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
И егда Нань глаголаху архиерее и старцы, ничесоже отвещаваше.
13 ૧૩ ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”
Тогда глагола Ему Пилат: не слышиши ли, колика на Тя свидетелствуют?
14 ૧૪ ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.
И не отвеща ему ни к единому глаголу, яко дивитися игемону зело.
15 ૧૫ હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.
На (всяк) же праздник обычай бе игемону отпущати единаго народу связня, егоже хотяху:
16 ૧૬ તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
имяху же тогда связана нарочита, глаголемаго Варавву:
17 ૧૭ તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
собравшымся же им, рече им Пилат: кого хощете (от обою) отпущу вам: Варавву ли, или Иисуса глаголемаго Христа?
18 ૧૮ કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.
Ведяше бо, яко зависти ради предаша Его.
19 ૧૯ જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”
Седящу же ему на судищи, посла к нему жена его, глаголющи: ничтоже тебе и Праведнику Тому: много бо пострадах днесь во сне Его ради.
20 ૨૦ હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
Архиерее же и старцы наустиша народы, да испросят Варавву, Иисуса же погубят.
21 ૨૧ પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’
Отвещав же игемон рече им: кого хощете от обою отпущу вам? Они же реша: Варавву.
22 ૨૨ પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
Глагола им Пилат: что убо сотворю Иисусу глаголемому Христу? Глаголаша ему вси: да распят будет.
23 ૨૩ ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’
Игемон же рече: кое убо зло сотвори? Они же излиха вопияху, глаголюще: да пропят будет.
24 ૨૪ જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”
Видев же Пилат, яко ничтоже успевает, но паче молва бывает, приемь воду, умы руце пред народом, глаголя: неповинен есмь от крове Праведнаго Сего: вы узрите.
25 ૨૫ ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”
И отвещавше вси людие реша: кровь Его на нас и на чадех наших.
26 ૨૬ ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
Тогда отпусти им Варавву: Иисуса же бив предаде (им), да Его пропнут.
27 ૨૭ ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.
Тогда воини игемоновы, приемше Иисуса на судище, собраша Нань все множество воин:
28 ૨૮ પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.
и совлекше Его, одеяша Его хламидою червленою:
29 ૨૯ તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”
и сплетше венец от терния, возложиша на главу Его, и трость в десницу Его: и поклоньшеся на колену пред Ним ругахуся Ему, глаголюще: радуйся, Царю Иудейский.
30 ૩૦ પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.
И плюнувше Нань, прияша трость и бияху по главе Его.
31 ૩૧ તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.
И егда поругашася Ему, совлекоша с Него багряницу и облекоша Его в ризы Его: и ведоша Его на пропятие.
32 ૩૨ તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
Исходяще же обретоша человека Киринейска, именем Симона: и сему задеша понести крест Его.
33 ૩૩ તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.
И пришедше на место нарицаемое Голгофа, еже есть глаголемо Краниево место,
34 ૩૪ તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
даша Ему пити оцет с желчию смешен: и вкушь, не хотяше пити.
35 ૩૫ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
Распеншии же Его разделиша ризы Его, вергше жребия:
36 ૩૬ અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
и седяще стрежаху Его ту:
37 ૩૭ ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
и возложиша верху главы Его вину Его написану: Сей есть Иисус, Царь Иудейский.
38 ૩૮ તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
Тогда распяша с Ним два разбойника: единаго о десную, и единаго о шуюю.
39 ૩૯ પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,
Мимоходящии же хуляху Его, покивающе главами своими
40 ૪૦ “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”
и глаголюще: Разоряяй церковь и треми денми Созидаяй, спасися Сам: аще Сын еси Божий, сниди со креста.
41 ૪૧ તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,
Такожде же и архиерее ругающеся с книжники и старцы (и фарисеи), глаголаху:
42 ૪૨ “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
иныя спасе, Себе ли не может спасти? Аще Царь Израилев есть, да снидет ныне со креста, и веруем в Него:
43 ૪૩ તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”
упова на Бога: да избавит ныне Его, аще хощет Ему. Рече бо, яко Божий есмь Сын.
44 ૪૪ જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.
Тожде же и разбойника распятая с Ним поношаста Ему.
45 ૪૫ બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
От шестаго же часа тма бысть по всей земли до часа девятаго:
46 ૪૬ આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”
о девятем же часе возопи Иисус гласом велиим, глаголя: Или, Или, лима савахфани? Еже есть, Боже Мой, Боже Мой, вскую Мя еси оставил?
47 ૪૭ જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”
Нецыи же от ту стоящих слышавше глаголаху, яко Илию глашает Сей.
48 ૪૮ તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
И абие тек един от них, и приемь губу, исполнив же оцта, и вонзе на трость, напаяше Его.
49 ૪૯ પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”
Прочии же глаголаху: остави, да видим, аще приидет Илиа спасти Его.
50 ૫૦ પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
Иисус же, паки возопив гласом велиим, испусти дух.
51 ૫૧ ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.
И се, завеса церковная раздрася на двое с вышняго края до нижняго: и земля потрясеся: и камение распадеся:
52 ૫૨ કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.
и гроби отверзошася: и многа телеса усопших святых восташа:
53 ૫૩ અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.
и изшедше из гроб, по воскресении Его, внидоша во святый град и явишася мнозем.
54 ૫૪ ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”
Сотник же и иже с ним стрегущии Иисуса, видевше трус и бывшая, убояшася зело, глаголюще: воистинну Божий Сын бе Сей.
55 ૫૫ ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
Бяху же ту и жены многи издалеча зрящя, яже идоша по Иисусе от Галилеи, служащя Ему:
56 ૫૬ તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
в нихже бе Мариа Магдалина, и Мариа Иакова и Иосии мати, и мати сыну Зеведеову.
57 ૫૭ સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.
Позде же бывшу, прииде человек богат от Аримафеа, именем Иосиф, иже и сам учися у Иисуса:
58 ૫૮ તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.
сей приступль к Пилату, проси телесе Иисусова. Тогда Пилат повеле дати тело.
59 ૫૯ પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું,
И приемь тело Иосиф, обвит е плащаницею чистою
60 ૬૦ અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
и положи е в новем своем гробе, егоже изсече в камени: и возвалив камень велий над двери гроба, отиде.
61 ૬૧ મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
Бе же ту Мариа Магдалина и другая Мариа, седяще прямо гроба.
62 ૬૨ સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા.
Во утрий же день, иже есть по пятце, собрашася архиерее и фарисее к Пилату,
63 ૬૩ તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’
глаголюще: господи, помянухом, яко льстец он рече, еще сый жив: по триех днех востану:
64 ૬૪ માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે.”
повели убо утвердити гроб до третияго дне, да не како пришедше ученицы Его нощию украдут Его и рекут людем: воста от мертвых: и будет последняя лесть горша первыя.
65 ૬૫ ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.”
Рече же им Пилат: имате кустодию: идите, утвердите, якоже весте.
66 ૬૬ તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.
Они же шедше утвердиша гроб, знаменавше камень с кустодиею.

< માથ્થી 27 >