< લૂક 3 >

1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો
ܒܫܢܬ ܚܡܫܥܤܪܐ ܕܝܢ ܕܡܠܟܘܬܗ ܕܛܝܒܪܝܘܤ ܩܤܪ ܒܗܓܡܢܘܬܐ ܕܦܢܛܝܘܤ ܦܝܠܛܘܤ ܒܝܗܘܕ ܟܕ ܪܫܐ ܪܒܝܥܝܐ ܗܪܘܕܤ ܒܓܠܝܠܐ ܘܦܝܠܝܦܘܤ ܐܚܘܗܝ ܪܫܐ ܪܒܝܥܝܐ ܒܐܝܛܘܪܝܐ ܘܒܐܬܪܐ ܕܛܪܟܘܢܐ ܘܠܘܤܢܝܐ ܪܫܐ ܪܒܝܥܝܐ ܕܐܒܝܠܝܢܐ
2 આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.
ܒܪܒܘܬ ܟܗܢܘܬܐ ܕܚܢܢ ܘܕܩܝܦܐ ܗܘܬ ܡܠܬܐ ܕܐܠܗܐ ܥܠ ܝܘܚܢܢ ܒܪ ܙܟܪܝܐ ܒܚܘܪܒܐ
3 તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
ܘܐܬܐ ܒܟܠܗ ܐܬܪܐ ܕܚܕܪܝ ܝܘܪܕܢܢ ܟܕ ܡܟܪܙ ܡܥܡܘܕܝܬܐ ܕܬܝܒܘܬܐ ܠܫܘܒܩܢܐ ܕܚܛܗܐ
4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
ܐܝܟܢܐ ܕܟܬܝܒ ܒܟܬܒܐ ܕܡܠܐ ܕܐܫܥܝܐ ܢܒܝܐ ܕܐܡܪ ܩܠܐ ܕܩܪܐ ܒܚܘܪܒܐ ܛܝܒܘ ܐܘܪܚܗ ܕܡܪܝܐ ܘܬܪܘܨܘ ܒܦܩܥܬܐ ܫܒܝܠܐ ܠܐܠܗܢ
5 દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.
ܟܠܗܘܢ ܢܚܠܐ ܢܬܡܠܘܢ ܘܟܠܗܘܢ ܛܘܪܐ ܘܪܡܬܐ ܢܬܡܟܟܘܢ ܘܢܗܘܐ ܥܪܡܐ ܠܫܦܝܐ ܘܐܬܪܐ ܥܤܩܐ ܠܦܩܥܬܐ
6 સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”
ܘܢܚܙܐ ܟܠ ܒܤܪ ܚܝܐ ܕܐܠܗܐ
7 તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
ܘܐܡܪ ܗܘܐ ܠܟܢܫܐ ܐܝܠܝܢ ܕܐܬܝܢ ܗܘܘ ܠܘܬܗ ܠܡܥܡܕ ܝܠܕܐ ܕܐܟܕܢܐ ܡܢܘ ܚܘܝܟܘܢ ܠܡܥܪܩ ܡܢ ܪܘܓܙܐ ܕܥܬܝܕ
8 તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”
ܥܒܕܘ ܗܟܝܠ ܦܐܪܐ ܕܫܘܝܢ ܠܬܝܒܘܬܐ ܘܠܐ ܬܫܪܘܢ ܠܡܐܡܪ ܒܢܦܫܟܘܢ ܕܐܒܐ ܐܝܬ ܠܢ ܐܒܪܗܡ ܐܡܪ ܐܢܐ ܠܟܘܢ ܓܝܪ ܕܡܢ ܗܠܝܢ ܟܐܦܐ ܡܫܟܚ ܐܠܗܐ ܠܡܩܡܘ ܒܢܝܐ ܠܐܒܪܗܡ
9 વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”
ܗܐ ܕܝܢ ܢܪܓܐ ܤܝܡ ܥܠ ܥܩܪܐ ܕܐܝܠܢܐ ܟܠ ܐܝܠܢܐ ܗܟܝܠ ܕܦܐܪܐ ܛܒܐ ܠܐ ܥܒܕ ܡܬܦܤܩ ܘܒܢܘܪܐ ܢܦܠ
10 ૧૦ લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’”
ܘܡܫܐܠܝܢ ܗܘܘ ܠܗ ܟܢܫܐ ܘܐܡܪܝܢ ܡܢܐ ܗܟܝܠ ܢܥܒܕ
11 ૧૧ તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”
ܥܢܐ ܘܐܡܪ ܠܗܘܢ ܡܢ ܕܐܝܬ ܠܗ ܬܪܬܝܢ ܟܘܬܝܢܝܢ ܢܬܠ ܠܡܢ ܕܠܝܬ ܠܗ ܘܡܢ ܕܐܝܬ ܠܗ ܤܝܒܪܬܐ ܗܟܢܐ ܢܥܒܕ
12 ૧૨ દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’”
ܘܐܬܘ ܐܦ ܡܟܤܐ ܠܡܥܡܕ ܘܐܡܪܝܢ ܠܗ ܡܠܦܢܐ ܡܢܐ ܢܥܒܕ
13 ૧૩ તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”
ܗܘ ܕܝܢ ܐܡܪ ܠܗܘܢ ܠܐ ܬܬܒܥܘܢ ܡܕܡ ܝܬܝܪ ܥܠ ܡܐ ܕܦܩܝܕ ܠܟܘܢ ܠܡܬܒܥ
14 ૧૪ સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”
ܘܡܫܐܠܝܢ ܗܘܘ ܠܗ ܦܠܚܝ ܐܤܛܪܛܝܐ ܘܐܡܪܝܢ ܡܢܐ ܢܥܒܕ ܐܦ ܚܢܢ ܐܡܪ ܠܗܘܢ ܠܐ ܒܐܢܫ ܬܬܛܓܪܘܢ ܘܠܐܢܫ ܠܐ ܬܥܫܩܘܢ ܘܢܤܦܩܢ ܠܟܘܢ ܐܦܤܘܢܝܬܟܘܢ
15 ૧૫ લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’
ܟܕ ܕܝܢ ܡܤܒܪ ܗܘܐ ܥܡܐ ܥܠ ܝܘܚܢܢ ܘܟܠܗܘܢ ܡܬܚܫܒܝܢ ܗܘܘ ܒܠܒܗܘܢ ܕܕܠܡܐ ܗܘܝܘ ܡܫܝܚܐ
16 ૧૬ ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
ܥܢܐ ܝܘܚܢܢ ܘܐܡܪ ܠܗܘܢ ܐܢܐ ܗܐ ܡܥܡܕ ܐܢܐ ܠܟܘܢ ܒܡܝܐ ܐܬܐ ܕܝܢ ܗܘ ܕܚܝܠܬܢ ܡܢܝ ܗܘ ܕܠܐ ܫܘܐ ܐܢܐ ܕܐܫܪܐ ܥܪܩܐ ܕܡܤܢܘܗܝ ܗܘ ܢܥܡܕܟܘܢ ܒܪܘܚܐ ܕܩܘܕܫܐ ܘܒܢܘܪܐ
17 ૧૭ તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”
ܗܘ ܕܐܚܝܕ ܪܦܫܐ ܒܐܝܕܗ ܘܡܕܟܐ ܐܕܪܘܗܝ ܘܚܛܐ ܟܢܫ ܠܐܘܨܪܘܗܝ ܘܬܒܢܐ ܢܘܩܕ ܒܢܘܪܐ ܕܠܐ ܕܥܟܐ
18 ૧૮ તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
ܐܦ ܐܚܪܢܝܬܐ ܕܝܢ ܤܓܝܐܬܐ ܡܠܦ ܗܘܐ ܘܡܤܒܪ ܠܥܡܐ
19 ૧૯ યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો,
ܗܪܘܕܤ ܕܝܢ ܛܛܪܪܟܐ ܡܛܠ ܕܡܬܟܤܤ ܗܘܐ ܡܢ ܝܘܚܢܢ ܥܠ ܗܪܘܕܝܐ ܐܢܬܬ ܦܝܠܝܦܘܤ ܐܚܘܗܝ ܘܥܠ ܟܠܗܝܢ ܒܝܫܬܐ ܕܥܒܕ ܗܘܐ
20 ૨૦ એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
ܐܘܤܦ ܐܦ ܗܕܐ ܥܠ ܟܠܗܝܢ ܘܚܒܫܗ ܠܝܘܚܢܢ ܒܝܬ ܐܤܝܪܐ
21 ૨૧ સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગ ઊઘડી ગયું;
ܗܘܐ ܕܝܢ ܟܕ ܥܡܕ ܟܠܗ ܥܡܐ ܘܐܦ ܝܫܘܥ ܥܡܕ ܘܟܕ ܡܨܠܐ ܐܬܦܬܚܘ ܫܡܝܐ
22 ૨૨ અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
ܘܢܚܬܬ ܪܘܚܐ ܕܩܘܕܫܐ ܥܠܘܗܝ ܒܕܡܘܬ ܓܘܫܡܐ ܕܝܘܢܐ ܘܩܠܐ ܗܘܐ ܡܢ ܫܡܝܐ ܕܐܡܪ ܐܢܬ ܗܘ ܒܪܝ ܚܒܝܒܐ ܕܒܟ ܐܨܛܒܝܬ
23 ૨૩ ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો,
ܗܘ ܕܝܢ ܝܫܘܥ ܐܝܬܘܗܝ ܗܘܐ ܐܝܟ ܒܪ ܫܢܝܢ ܬܠܬܝܢ ܘܡܤܬܒܪ ܗܘܐ ܒܪ ܝܘܤܦ ܒܪ ܗܠܝ
24 ૨૪ મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.
ܒܪ ܡܛܬܬ ܒܪ ܠܘܝ ܒܪ ܡܠܟܝ ܒܪ ܝܐܢܝ ܒܪ ܝܘܤܦ
25 ૨૫ જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
ܒܪ ܡܬܬܐ ܒܪ ܥܡܘܨ ܒܪ ܢܚܘܡ ܒܪ ܚܤܠܝ ܒܪ ܢܓܝ
26 ૨૬ જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.
ܒܪ ܡܐܬ ܒܪ ܡܛܬ ܒܪ ܫܡܥܝ ܒܪ ܝܘܤܦ ܒܪ ܝܗܘܕܐ
27 ૨૭ જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો,
ܒܪ ܝܘܚܢܢ ܒܪ ܪܤܐ ܒܪ ܙܘܪܒܒܠ ܒܪ ܫܠܬܐܝܠ ܒܪ ܢܪܝ
28 ૨૮ જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
ܒܪ ܡܠܟܝ ܒܪ ܐܕܝ ܒܪ ܩܘܤܡ ܒܪ ܐܠܡܘܕܕ ܒܪ ܥܝܪ
29 ૨૯ જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.
ܒܪ ܝܘܤܐ ܒܪ ܐܠܝܥܙܪ ܒܪ ܝܘܪܡ ܒܪ ܡܬܝܬܐ ܒܪ ܠܘܝ
30 ૩૦ જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો,
ܒܪ ܫܡܥܘܢ ܒܪ ܝܗܘܕܐ ܒܪ ܝܘܤܦ ܒܪ ܝܘܢܡ ܒܪ ܐܠܝܩܝܡ
31 ૩૧ જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,
ܒܪ ܡܠܝܐ ܒܪ ܡܐܢܝ ܒܪ ܡܛܬܐ ܒܪ ܢܬܢ ܒܪ ܕܘܝܕ
32 ૩૨ જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.
ܒܪ ܐܝܫܝ ܒܪ ܥܘܒܝܕ ܒܪ ܒܥܙ ܒܪ ܤܠܡܘܢ ܒܪ ܢܚܫܘܢ
33 ૩૩ જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
ܒܪ ܥܡܝܢܕܒ ܒܪ ܐܪܡ ܒܪ ܚܨܪܘܢ ܒܪ ܦܪܨ ܒܪ ܝܗܘܕܐ
34 ૩૪ જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
ܒܪ ܝܥܩܘܒ ܒܪ ܐܝܤܚܩ ܒܪ ܐܒܪܗܡ ܒܪ ܬܪܚ ܒܪ ܢܚܘܪ
35 ૩૫ જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.
ܒܪ ܤܪܘܓ ܒܪ ܐܪܥܘ ܒܪ ܦܠܓ ܒܪ ܥܒܪ ܒܪ ܫܠܚ
36 ૩૬ જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
ܒܪ ܩܝܢܢ ܒܪ ܐܪܦܟܫܪ ܒܪ ܫܝܡ ܒܪ ܢܘܚ ܒܪ ܠܡܟ
37 ૩૭ જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
ܒܪ ܡܬܘܫܠܚ ܒܪ ܚܢܘܟ ܒܪ ܝܪܕ ܒܪ ܡܗܠܠܐܝܠ ܒܪ ܩܝܢܢ
38 ૩૮ જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
ܒܪ ܐܢܘܫ ܒܪ ܫܝܬ ܒܪ ܐܕܡ ܕܡܢ ܐܠܗܐ

< લૂક 3 >