< લૂક 2 >

1 તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે.
It was the time when Caesar Augustus issued a decree that there should be a census of everyone in the Roman Empire.
2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.
This was the first census under governor Quirinius of Syria.
3 બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.
So everybody went to their own city to be registered.
4 યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,
Joseph was descended from King David, so he left Nazareth in Galilee to go to Bethlehem, the city of David, in Judea.
5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.
He went to register there, together with Mary, who was pledged in marriage to him and expecting a baby.
6 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા.
While they were there, the time came for her to have her baby.
7 અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને વસ્ત્રમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.
She gave birth to her firstborn son. She wrapped him up in strips of cloth and laid him in a manger because the inn had no rooms left.
8 તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.
Nearby some shepherds were spending the night out in the fields, keeping watch over their flocks.
9 પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા.
An angel of the Lord appeared to them, and the glory of the Lord shone all around them. They were scared out of their wits!
10 ૧૦ સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે;
“Don't be afraid!” the angel told them. “I'm here to bring you good news that will make the all the people really glad.
11 ૧૧ કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.
The Savior has been born to you today, here in David's city. He is the Messiah, the Lord.
12 ૧૨ તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને વસ્ત્રમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’”
You will recognize him by this sign: you will find the child wrapped in strips of cloth and lying in a manger.”
13 ૧૩ પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે,
Suddenly many heavenly beings appeared, praising God, saying,
14 ૧૪ ‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’”
“Glory to the God of heaven, and on earth peace to those with whom he is pleased!”
15 ૧૫ જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’”
After the angels had left them and returned to heaven, the shepherds said to one another, “Let's go to Bethlehem and see what's happened concerning these things the Lord has told us about.”
16 ૧૬ તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.
They hurried there and found Mary, Joseph, and the baby, who was lying in the manger.
17 ૧૭ તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી.
After they'd seen for themselves, they spread the news of what had happened and what they had been told about this baby.
18 ૧૮ જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા,
All those who heard about it were amazed at what the shepherds told them.
19 ૧૯ પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી.
But Mary was careful to remember all the things that had happened and often thought about them.
20 ૨૦ ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.
The shepherds went back to watching their flocks, glorifying and thanking God for all that they'd heard and seen, for it was just as they'd been told.
21 ૨૧ આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.
After eight days, the time came for the baby to be circumcised, and he was named Jesus. This was the name given to him by the angel before he had even been conceived.
22 ૨૨ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા,
When the time of their purification according to the law of Moses was finished, Joseph and Mary took him to Jerusalem to present him to the Lord,
23 ૨૩ ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને,
as the law of the Lord states, “Every firstborn son must be dedicated to the Lord.”
24 ૨૪ તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે એક જોડ હોલાને અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.
There they made a sacrifice, as God's law also states, of “a pair of turtle doves or two young pigeons.”
25 ૨૫ ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો.
Living in Jerusalem at that time was a man called Simeon. Simeon did what was good and was very devout. He was waiting expectantly for the hope of Israel, and the Holy Spirit was upon him.
26 ૨૬ પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”
The Holy Spirit had shown him that he would not die before he saw the Lord's Messiah.
27 ૨૭ તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા.
Following the Spirit's leading, he went to the Temple. When Jesus' parents brought in the little boy to be dedicated as required by the Law,
28 ૨૮ ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે,
Simeon took Jesus in his arms, thanked God, and said,
29 ૨૯ ‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;
“Lord and Master, now you can let your servant die in peace as you promised,
30 ૩૦ કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,
because I have seen for myself your salvation
31 ૩૧ જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે;
which you have prepared for everyone.
32 ૩૨ તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”
He is a light that will show you to the nations, the glory of your people Israel.”
33 ૩૩ તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા.
Jesus' father and mother were shocked at what Simeon said about him.
34 ૩૪ શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે.
Then Simeon blessed them, and said to Jesus' mother Mary, “This child is destined to cause many in Israel to fall and many to rise. He is a sign from God that many will reject,
35 ૩૫ હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’”
revealing what they really think. For you it will feel like a sword piercing right though you.”
36 ૩૬ આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી.
Anna the prophetess also lived in Jerusalem. She was the daughter of Phanuel of the tribe of Asher, and she was very old. She had been married for seven years,
37 ૩૭ તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી.
and then she had been widowed. She was eighty-four years old. She spent her time at the Temple in worship, fasting and praying.
38 ૩૮ તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.
She came up to them right at that moment, and began praising God. She spoke about Jesus to all those who were looking forward to the time when God would set Jerusalem free.
39 ૩૯ તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછા ગયા.
Once they had completed everything God's law required, they returned to their home town of Nazareth in Galilee.
40 ૪૦ ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.
The child grew strong, and was very wise. God's blessing was with him.
41 ૪૧ તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં.
Jesus' parents traveled to Jerusalem every year for the Passover festival.
42 ૪૨ જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા.
When Jesus was twelve years old, they went to the festival as they always did.
43 ૪૩ પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ.
When the festival had finished and it was time to return home, the boy Jesus remained in Jerusalem, but his parents didn't realize this.
44 ૪૪ પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.
They assumed he was with all the others traveling home. A day passed before they started looking for him among their friends and relatives.
45 ૪૫ ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા.
When they couldn't find him they returned to Jerusalem to look for him there.
46 ૪૬ ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા.
It was three days before they found him in the Temple. He was sitting among the religious teachers, listening to them and asking them questions.
47 ૪૭ જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.
All who heard him speak were surprised by his understanding and his answers.
48 ૪૮ તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’
His parents were totally confused when they saw what he was doing. His mother asked him, “Son, why have you treated us like this? Your father and I—we've been worried sick! We've been looking everywhere for you!”
49 ૪૯ ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’”
“Why is it that you were looking for me?” Jesus replied. “Didn't you know I should be here in my Father's house?”
50 ૫૦ જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.
But they didn't understand what he meant.
51 ૫૧ ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.
Then he went back with them to Nazareth, and did what he was told. His mother kept a careful note of everything that happened.
52 ૫૨ ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.
Jesus grew steadily wiser and stronger, favored both by God and by the people.

< લૂક 2 >