< લૂક 15 >

1 હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.
A vámszedők és a bűnösök mindnyájan hozzá mentek, hogy hallgassák őt.
2 ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”
A farizeusok és az írástudók pedig így zúgolódtak: „Bűnösöket fogad magához, és velük együtt eszik.“
3 ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,
Ő pedig ezt a példázatot mondta nekik:
4 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?
„Kicsoda az közületek, akinek ha száz juha van, és egyet azok közül elveszít, nem hagyja ott a kilencvenkilencet a pusztában, és nem megy az elveszett után, míg meg nem találja azt?
5 તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.
És ha megtalálta, örömében felveszi vállára.
6 ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે.
És hazamenve, összehívja barátait és szomszédait, és ezt mondja nekik: Örüljetek velem, mert megtaláltam juhomat, amely elveszett.
7 હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.
Mondom nektek, hogy ugyanígy nagyobb öröm lesz a mennyben egy megtérő bűnösön, mint kilencvenkilenc igaz emberen, akinek nincs szüksége megtérésre.
8 અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે?
„Vagy ha egy asszonynak tíz drahmája van, és elveszít egy drahmát, nem gyújt-e lámpást, nem söpri-e ki a házat, és nem keresi-e gondosan, míg meg nem találja?
9 તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે.
És ha megtalálta, összehívja barátnőit és szomszédait, és így szól: Örüljetek velem, mert megtaláltam a drahmát, amit elveszítettem!
10 ૧૦ હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”
Mondom nektek, ugyanígy öröm van Isten angyalainak színe előtt egy bűnös ember megtérésén.“
11 ૧૧ વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા.
Azután ezt mondta: „Egy embernek volt két fia.
12 ૧૨ તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી.
És az ifjabb azt mondta atyjának: Atyám, add ki a vagyonból a rám eső részt. És ő megosztotta közöttük a vagyont.
13 ૧૩ અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.
Nem sok nap múlva a kisebbik fiú összeszedte mindenét, és messze vidékre költözött, és ott eltékozolta minden vagyonát, mert kicsapongó életet élt.
14 ૧૪ અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.
Miután mindenét elköltötte, nagy ínség támadt azon a vidéken, úgyhogy nélkülözni kezdett.
15 ૧૫ તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો.
Ekkor elment, és elszegődött annak a vidéknek egyik polgárához, aki elküldte őt mezőjére disznókat legeltetni.
16 ૧૬ ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.
Ő pedig szívesen megtöltötte volna gyomrát azzal a moslékkal, amit a disznók ettek, de senki sem adott neki.
17 ૧૭ એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!
Amikor magába szállt, ezt mondta: Az én atyámnak milyen sok bérese bővölködik kenyérben, én pedig éhen halok!
18 ૧૮ હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;
Felkelek, és elmegyek az én atyámhoz, és ezt mondom neki: Atyám, vétkeztem az ég ellen és teellened,
19 ૧૯ હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.
és nem vagyok méltó, hogy fiadnak nevezz. Tégy engem olyanná, mint a te béreseid közül egy!
20 ૨૦ પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.
Felkelt, és elment atyjához. Amikor pedig még távol volt, meglátta őt az ő atyja, és megesett rajta a szíve, és hozzáfutott, nyakába borult, és megcsókolta.
21 ૨૧ દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.
A fiú ezt mondta neki: Atyám, vétkeztem az ég ellen és teellened. Nem vagyok immár méltó, hogy fiadnak nevezz.
22 ૨૨ પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો;
Atyja pedig ezt mondta szolgáinak: Hozzátok ki a legszebb ruhát, és adjátok föl rá, és húzzatok gyűrűt a kezére és sarut a lábára!
23 ૨૩ ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ.
És hozzátok elő a hízott tulkot, és vágjátok le, és együnk és vigadjunk.
24 ૨૪ કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.
Mert az én fiam meghalt és feltámadott és elveszett és megtaláltatott. Elkezdtek azért vigadozni.
25 ૨૫ હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો.
Az ő nagyobbik fia pedig a mezőn volt. És amikor hazajött, és közeledett a házhoz, hallotta a zenét és a táncot.
26 ૨૬ તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે?
Előhívott egyet a szolgái közül, és megtudakolta, mi történt.
27 ૨૭ ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.
Mire az így felelt: A te öcséd jött meg, és atyád levágatta a hízott tulkot, mivel egészségben kapta vissza.
28 ૨૮ પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી.
Erre ő megharagudott, és nem akart bemenni. De az Atyja kiment, és kérlelni kezdte.
29 ૨૯ પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી.
Ő pedig így válaszolt atyjának: Íme, én ennyi éve szolgálok neked, és soha át nem hágtam parancsaidat, és nekem egy kecskefiat sem adtál, hogy az én barátaimmal vigadjak.
30 ૩૦ પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.
Amikor pedig ez a te fiad megjött, aki paráznákkal tékozolta el a vagyonodat, levágattad neki a hizlalt tulkot.
31 ૩૧ પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે.
Ő pedig azt mondta neki: Fiam, te mindenkor velem vagy, és mindenem a tied!
32 ૩૨ આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’”
Vigadnod és örülnöd kellene, hogy a te testvéred meghalt és feltámadt, elveszett és megtaláltatott.“

< લૂક 15 >