< લૂક 12 >

1 એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.
Laa yogunu ku niligu den taani tuda tuda ŋali ki ŋmaadi bi yaba. Jesu den cili ki maadi leni o ŋoadikaaba ki yedi: “Fangi mani yi yula ki da kubi falisieninba dabinli, lani n tie palalie yantiali.
2 પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી.
Liba kuli ki ye ki wuo ki kan wuodi. Liba kuli ki ye ki duagi ke bi kan bandi la.
3 માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.
Lanyaapo yin baa yedi yaala li biigili nni kuli, bi baa gbadi la u yensiinu. Yin baa soabidi yaala yi diena nni, bi baa kpaani la bi niba kuli n gbadi.
4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.
Yinba n danlinba, n yedi yi, yin da jie mani yaala n baa kpa yi gbannandi ki nan kan fidi ki tieni yi bontoala.
5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો. (Geenna g1067)
N baa waani yi yin baa jie yua. Ya jie mani yua n baa fidi ki kpa yi, ki go yuandi ki lu yi ku fantanbuogu nni. Yeni de, n yedi yi ke wani n tie yin baa jie yua. (Geenna g1067)
6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી.
Baa kuadi nuani muu muu kaa kumu lie? Ama baa yeni, U Tienu kan sundi bi siiga nni ba yendo po.
7 તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
Yinba wani, baa yi yudi, U Tienu bani ti coali n da maama da jie mani pu kuli, yi pia mayuli ki cie i nuani boncianla.
8 હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.
N yedi yi ke yua n tuo bi niba nintuali ke o tie n yua kuli, o Joa Bijua moko n baa tuo malekinba nintuali ke o tie n yua.
9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.
Ama yua n nia bi niba nintuali ke waa tie n yua, n moko baa nia o U Tienu malekinba nintuali ke waa tie n yua.
10 ૧૦ જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.
Yua n maadi o Joa Bijua po yaala n bia baa baa sugili, ama yua n sugi U Tienu Fuoma Yua kan baa sugili.
11 ૧૧ જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;
Bi ya gedini li balimaama bangima diena nni, yaaka bi bujiaba kani, yaaka paatietoaba kani, ki baa jia leni yi ti buudi, yin da yagi mani yi yama leni yin baa maadi maama ki baa ga yi yula, leni yin baa yedi yaala kuli po,
12 ૧૨ કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તેજ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.
kelima lanyogunu lige U Tienu Fuoma yua baa bangi yi yin baa yedi yaala.”
13 ૧૩ લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ‘ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.’”
Ku niligu siiga niyendo den yedi Jesu: “Canbaa, waani n kpelo wan boagidi ti baa n ŋa ya faali ki teni nni n biinu.”
14 ૧૪ ઈસુએ કહ્યું કે, ‘ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?’”
Jesu den goa ki yedi o: “N danli ŋme dini nni li bali min jia yipo yi maama, ki boagidi yi faali?”
15 ૧૫ પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”
O go den yedi bi niba kuli: “Fangi mani yi yula bonŋanla leni mi ŋalimanbuama, kelima o nilo miali ki ŋua leni o ŋalimano n yaba maama.”
16 ૧૬ ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ;
Lani Jesu den pua ba mi kpanjama ki yedi: “O piado den ye ke o kuanu loni boncianla.
17 ૧૭ તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.
O den kpaagi ki yedi o pali nni: 'N baa tieni lede? Kelima mii pia min baa bili n kpaandi kuli naani.”
18 ૧૮ તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ.
O den goa ki yedi: 'N bani min baa tieni maama. N baa mumudi n buabuana ki goa ki maa ya n yaba ki cie, ki taani n kpaandi leni n piama kuli ki kuodi lienni.
19 ૧૯ હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.
Lani n baayedi n yuli: A pia mi piama ke li kandi ya bina n yaba po, ya fuo ki di ki go ñu ki mangidi a pali.'
20 ૨૦ પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?
Ama U Tienu den yedi o: O yanluodaano na dinla ya ñiagu liga n baa taa a naano ŋan bili yaala kuli baa tua ŋme ya yaala?”
21 ૨૧ જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.
Jesu go den yedi: “Li tie yeni leni yua n taagi mi piama o yuceli po, ke o cima ki tie U Tienu po.”
22 ૨૨ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું.
Li ya puoli jesu den yedi o ŋoadikaaba: Li tie lani yaapo ke n yedi yi, da yagi mani yi yama yi miana yema po, yin baa di yaala, leni yi gbannandi po yin baa yie yaala.
23 ૨૩ કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.
Li miali cie mi jiema, ti gbannandi mo cie ti tiayiekaadi.
24 ૨૪ કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!
Diidi mani a kankala, baa coagi, baa yendi, baa pia bilikaanu, baa pia buabuana. Leni lankuli U Tienu dindi ba. Ama yinba, yi pia mayuli boncianla ki cie ti bonyugiditi.
25 ૨૫ ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?
Yi siiga ŋme yanyangidi n baa teni wan fidi ki foagidi o miali dana baa waanu?
26 ૨૬ માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?
Yi ya kan fidi ki tieni ya bonla n wa yeni, be yaapo ke yi bangi yaala n sieni kuli po.
27 ૨૭ ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
Diidi mani mi moapuuma n ye maama, maa tuuni maa pia gaali, baa yeni, n yedi yi ke baa o bado Salomono leni o kpiagi ciandi kuli, waa den pundi mi siiga baa yenma n bobi maana.
28 ૨૮ એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
U Tienu ya bobindi ya muadi n ye ku muagu nni dinla ke bi baa fa ki taa ti ki cuoni mi fantama u fannu nni, laa pia kuli tama o baa yieni yi mo, yinba yaaba ya dandanli n ki yaba.
29 ૨૯ અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.
Da yagini mani yi yama leni yin baa di yaala lingina leni yin baa ñu yaala lingima.
30 ૩૦ કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.
Kelima ya nibuoli n ki ŋua U Tienu ŋanduna nni kuli n kuandi bi yama laa bonla nni. Yi Baa bani ke laa bonla tie yipo tiladi.
31 ૩૧ પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.
Ama yin kpa lingi mani U Tieni diema nni lani laabonla kuli baa pugini yi po.
32 ૩૨ ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.
Da jie mani liba, fini ya yankulu n ki yaba, kelima li mani yi Baa wan pa yi mi diema.
33 ૩૩ તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.
Kuadi mani yin pia yaala, ki pa a luoda yin kuadi ki ba ya ligi. Hanbi mani yi yula po tanpoli po ya ligiboagili n kan biidi leni ya ŋalimani n kaa pia gbenma, a sugida n kan nagini naankani, ti lulugidi mo n kan lugi ki bolini naankani.
34 ૩૪ કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
Kelima yi ŋalimani n ye naankani yi yantiana mo baa ye lankane.
35 ૩૫ તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;
Ñagini mani yi ciamu ku gbanñagidigu ki teni yi fidisanmu n ya co.
36 ૩૬ અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.
Yeni de, ya tie mani nani ya naacenba n gu bi canbaa n ña mi pocaanjiema po ki kpeni, ke o ya pundi ki yedi: 'luodi mani n po mani, 'ban luodi opo tontoni.
37 ૩૭ જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.
Li pamanli ye leni ya naacenba ke bi canba kpeni ki sua ke bi nua ki gu o yeni. N yedi yi i moamoani ke o baa ñagini o ciaga, ki teni ban kali u saajekaanu kani, wan teni ba mi jiema.
38 ૩૮ જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.
O ya kpeni o kootonmoa-kpialo, yaaka o kootonmoa-yuamo, ki sua ke bi nua ki gu, li pamanli baa ye leni ba.
39 ૩૯ પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત.
Yin bandi bonŋanla ke o diedaano ya bi bani o sugido n baa cua ya yogunu, o bi baa gu ki kan cedi o sugido n lugidi o dieli ki kua.
40 ૪૦ તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.
Yi moko n bogini ki ya gu kelima o Joa Bijua baa cua yin ki daani o ya yogunu.”
41 ૪૧ પિતરે કહ્યું કે, ‘પ્રભુ, તમે આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહો છો?’”
Pieli den yedi o: “N daano, a pua mi naa kpanjama tinba bebe po bi? Bi niba kuli po?”
42 ૪૨ પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?
O diedo den yedi: “Hme n tie ya tuonsoanjiidi-dugikoa n pia mi yanfuoma, ke o canbaa guuni o o niba ke wan ya tendi ba ya jiema n bili bipo?
43 ૪૩ જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.
Li pamanli baa ye leni laa naacemo o canbaa ya kpeni ki sua ke o tiendi yeni.
44 ૪૪ હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.
N waani yi i moamoani, o canbaa baa guuni o piama kuli.
45 ૪૫ પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;
Ama laa naacemo ya yedi o pali nni: 'n canbaa waagi mi kpenma,' ki ji pua bi tuonsoanba bi jaba leni bi puoba kuli, ki di ki go ñu ŋali ki guodi,
46 ૪૬ તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
laa naacemo canbaa baa kpeni wan ki daani o ya daali leni wan ki faami ya yogunu. o baa teni ban waani o fala ŋali boncianla, ki gedi o ki ban taani leni yaaba n ki ŋua U Tienu.
47 ૪૭ જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
Ya naacemo n bani o canbaa n bua wan ya tiedi yaala ki naa bogidi liba, kaa tiendi nani o canbaa n waani o maama, bi baa pua o ya puadi n yaba.
48 ૪૮ પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.
De yua n kaa bani o canbaa n bua wan ya tiendi yaala, ki tiendi ya bonla n pundi ti puadi, o puadi kan ya yaba. Ban teni yua boncianla, bi baa bili ke wan guani boncianla. Ban piani yua ke li yaba bi baa bili ke wan guani yaala n yaba ki cie.
49 ૪૯ હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?
N cua ki baa lu mi fantama ŋanduna nni. N bua ŋali bonŋanla ke li bi tuodi ki cuo no.
50 ૫૦ પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?
Ama bi baa kpa batisi nni ya batisima n tie fala. N yama yagini boncianla ŋali lan baa tieni ki gbeni.
51 ૫૧ શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું.
Naani yi tama ke n cua ki baa tieni mi yanduanma ŋanduna nni bi? A-a, N cuani mi paadime.
52 ૫૨ કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.
Moala liiga niba muu dieyengu nni baa paadi leni bi yaba, niba taa baa koani leni niba lie, niba lie n koani leni niba taa.
53 ૫૩ બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.
Bibaa baa koani leni o bijua, ki bonjaga mo n ya n ya koani leni o baa, binaa n koani leni o bisalo, ki bonpuoga mo n koani leni o naa. Yaanaa baa koani leni o biyuaga, ki biyuaga mo n koani leni o yaanaa.”
54 ૫૪ તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે.
Jesu go den yedi a nigola: “Yi ya laa ke ku tawaligu fii nintuali po, yi yen yedi tontoni ke ki taaga baa mi. Li yen tua yeni mo.
55 ૫૫ જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે.
Yi ya laa ke u faalu ñani niganu po, yi yen yedi ke ku wuligu baa tieni. Li moko yen tua yeni.
56 ૫૬ ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?
Yinba pala lie danba na, yi bani ki bundi tanpoli leni ki tinga sinankeeninba, be yaapo ke yi naa bani ki bundi ya yogunu n tie na ya sinankeeninba wani?
57 ૫૭ અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી?
Be n teni ke yii kpaagi ki bandi yin baa tieni yaala lan ya tiegi?
58 ૫૮ તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.
Han yegi leni a koanginkoa ke yi caa li bujiali po ya yogunu, ŋan moandi ki dagidi leni o u sanu nni wan da gedini a o bujialo kani, o bujialo n da teni a sandalima, sandalima mo n da luoni a li kpaadidieli nni.
59 ૫૯ હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.
N yedi a, a kan ña lienni kali a ban pani ki gbeni, kaa sieni baa tanga.”

< લૂક 12 >