< લૂક 11 >

1 એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’”
I kad se moljaše Bogu na jednom mjestu pa presta, reèe mu neki od uèenika njegovijeh: Gospode! nauèi nas moliti se Bogu, kao što i Jovan nauèi svoje uèenike.
2 ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
A on im reèe: kad se molite Bogu govorite: oèe naš koji si na nebesima, da se sveti ime tvoje; da doðe carstvo tvoje; da bude volja tvoja i na zemlji kao na nebu;
3 દિવસની અમારી રોટલી આજ અમને આપો;
Hljeb naš potrebni daji nam svaki dan;
4 અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.
I oprosti nam grijehe naše, jer i mi opraštamo svakome dužniku svojemu; i ne navedi nas u napast; nego nas izbavi oda zla.
5 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,
I reèe im: koji od vas ima prijatelja, i otide mu u ponoæi i reèe mu: prijatelju! daj mi tri hljeba u zajam;
6 કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી,
Jer mi doðe prijatelj s puta, i nemam mu šta postaviti;
7 તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી?
A on iznutra odgovarajuæi da reèe: ne uznemiruj me; veæ su vrata zatvorena i djeca su moja sa mnom u postelji, i ne mogu ustati da ti dam.
8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.
I kažem vam: ako i ne ustane da mu da zato što mu je prijatelj, ali za njegovo bezobrazno iskanje ustaæe i daæe mu koliko treba.
9 હું તમને કહું છું કે, માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.
I ja vama kažem: ištite i daæe vam se: tražite i naæi æete; kucajte i otvoriæe vam se.
10 ૧૦ કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.
Jer svaki koji ište, prima; i koji traži, nalazi; i koji kuca, otvora mu se.
11 ૧૧ વળી તમારામાંનો એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?
Koji je meðu vama otac u koga ako sin zaište hljeba da mu da kamen? Ili ako zaište ribe da mu da mjesto ribe zmiju?
12 ૧૨ અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે?
Ili ako zaište jaje da mu da skorpiju?
13 ૧૩ માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”
Kad dakle vi, zli buduæi, umijete dobre dare davati djeci svojoj, koliko æe više otac nebeski dati Duha svetoga onima koji ištu u njega?
14 ૧૪ ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
I jednom izgna ðavola koji bješe nijem; kad ðavo iziðe progovori nijemi; i diviše se ljudi.
15 ૧૫ પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”
A neki od njih rekoše: pomoæu Veelzevula kneza ðavolskoga izgoni ðavole.
16 ૧૬ બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું.
A drugi kušajuæi ga iskahu od njega znak s neba.
17 ૧૭ પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.
A on znajuæi pomisli njihove reèe im: svako carstvo koje se razdijeli samo po sebi, opustjeæe, i dom koji se razdijeli sam po sebi, propašæe.
18 ૧૮ જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું.
Tako i sotona ako se razdijeli sam po sebi, kako æe ostati njegovo carstvo? kao što kažete da pomoæu Veelzevula izgonim ðavole.
19 ૧૯ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
Ako li ja pomoæu Veelzevula izgonim ðavole, sinovi vaši èijom pomoæu izgone? Zato æe vam oni biti sudije.
20 ૨૦ પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
A ako li ja prstom Božijim izgonim ðavole, dakle je došlo k vama carstvo Božije.
21 ૨૧ બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
Kad se jaki naoruža i èuva svoj dvor, imanje je njegovo na miru;
22 ૨૨ પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
A kad doðe jaèi od njega i nadvlada ga, uzme sve oružje njegovo u koje se uzdao, i razdijeli što otme od njega.
23 ૨૩ જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
Koji nije sa mnom, protiv mene je; i koji sa mnom ne sabira, prosipa.
24 ૨૪ અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
Kad neèisti duh iziðe iz èovjeka, ide kroz bezvodna mjesta tražeæi pokoja, i ne našavši reèe: da se vratim u dom svoj otkuda sam izišao;
25 ૨૫ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
I došavši naðe pometen i ukrašen.
26 ૨૬ ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”
Tada otide i uzme sedam drugijeh duhova gorijeh od sebe, i ušavši žive ondje; i bude potonje èovjeku onome gore od prvoga.
27 ૨૭ એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’”
A kad to govoraše, podiže glas jedna žena iz naroda i reèe mu: blago utrobi koja te je nosila, i sisama koje si sao!
28 ૨૮ પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”
A on reèe: blago i onima koji slušaju rijeè Božiju, i drže je.
29 ૨૯ સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
A narodu koji se skupljaše stade govoriti: rod je ovaj zao; ište znak, i neæe mu se dati znak osim znaka Jone proroka;
30 ૩૦ કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’”
Jer kako što Jona bi znak Ninevljanima, tako æe i sin èovjeèij biti rodu ovome.
31 ૩૧ દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
Carica južna iziæi æe na sud s ljudima roda ovoga, i osudiæe ih; jer ona doðe s kraja zemlje da sluša premudrost Solomunovu: a gle, ovdje je veæi od Solomuna.
32 ૩૨ નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
Ninevljani iziæi æe na sud s rodom ovijem, i osudiæe ga; jer se pokajaše pouèenjem Joninijem: a gle, ovdje je veæi od Jone.
33 ૩૩ કોઈ માણસ દીવો સળગાવીને તેને સંતાડી મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
Niko ne meæe zapaljene svijeæe na sakriveno mjesto, niti pod sud, nego na svijeænjak da vide svjetlost koji ulaze.
34 ૩૪ તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે;
Svijeæa je tijelu oko. Ako dakle oko tvoje bude zdravo, sve æe tijelo tvoje biti svijetlo; ako li oko tvoje bude kvarno, i tijelo je tvoje tamno.
35 ૩૫ તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
Gledaj dakle da vidjelo koje je u tebi ne bude tama.
36 ૩૬ જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.’”
Jer ako je sve tijelo tvoje svijetlo da nema nikakvoga uda tamna, biæe svijetlo kao kad te svijeæa obasjava svjetlošæu.
37 ૩૭ ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
A kad govoraše, moljaše ga nekakav farisej da objeduje u njega. A on ušavši sjede za trpezu.
38 ૩૮ ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
A farisej se zaèudi kad vidje da se najprije ne umi prije objeda.
39 ૩૯ પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે.
A Gospod reèe mu: sad vi fariseji spolja èistite èašu i zdjelu, a iznutra vam je puno grabeža i zlobe.
40 ૪૦ અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
Bezumni! nije li onaj naèinio i iznutra koji je spolja naèinio?
41 ૪૧ જે અંદર છે તે પ્રમાણે તમારે દાન આપવું અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
Ali dajite milostinju od onoga što je unutra; i gle, sve æe vam biti èisto.
42 ૪૨ પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
Ali teško vama farisejima što dajete desetak od metvice i od rute i od svakoga povræa, a prolazite pravdu i ljubav Božiju: ovo je trebalo èiniti, i ono ne ostavljati.
43 ૪૩ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
Teško vama farisejima što tražite zaèelja po zbornicama i da vam se klanja po ulicama.
44 ૪૪ તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”
Teško vama književnici i fariseji, licemjeri, što ste kao sakriveni grobovi po kojima ljudi idu i ne znadu ih.
45 ૪૫ ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’”
A neki od zakonika odgovarajuæi reèe: uèitelju! govoreæi to i nas sramotiš.
46 ૪૬ ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
A on reèe: teško i vama zakonicima što tovarite na ljude bremena preteška za nošenje, a vi jednijem prstom svojijem neæete da ih prihvatite.
47 ૪૭ તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
Teško vama što zidate grobove prorocima, a vaši su ih ocevi pobili.
48 ૪૮ તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
Vi dakle svjedoèite i odobravate djela otaca svojijeh; jer ih oni pobiše, a vi im grobove zidate.
49 ૪૯ એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
Zato i premudrost Božija reèe: poslaæu im proroke i apostole, i od njih æe jedne pobiti, a druge protjerati;
50 ૫૦ જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે;
Da se ište od roda ovoga krv sviju proroka koja je prolivena od postanja svijeta,
51 ૫૧ હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
Od krvi Aveljeve tja do krvi Zarijne, koji pogibe meðu oltarom i crkvom. Da, kažem vam, iskaæe se od roda ovoga.
52 ૫૨ તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”
Teško vama zakonici što uzeste kljuè od znanja: sami ne uðoste, a koji šæadijahu da uðu, zabraniste im.
53 ૫૩ ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા.
A kad im on ovo govoraše, poèeše književnici i fariseji vrlo navaljivati k njemu i mnogijem pitanjem zabunjivati ga,
54 ૫૪ તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.
Vrebajuæi i pazeæi na njega ne bi li što ulovili iz usta njegovijeh da ga okrive.

< લૂક 11 >