< લેવીય 10 >

1 હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી.
Un Ārona dēli Nadabs un Abijus ņēma ikviens savu kvēpināmo trauku un ielika uguni un kvēpināmās zāles tur virsū un nesa svešu uguni Tā Kunga priekšā, ko viņš tiem nebija pavēlējis.
2 તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.
Tad uguns izgāja no Tā Kunga un tos aprija, un tie nomira Tā Kunga priekšā.
3 પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું, ‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે. હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’ હારુન કંઈ પણ બોલ્યો નહિ.
Un Mozus sacīja uz Āronu: tas ir, ko Tas Kungs ir runājis sacīdams: “Iekš tiem, kas Man tuvu, Es tapšu svētīts un visu ļaužu priekšā Es tapšu godināts.” Bet Ārons cieta klusu.
4 મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”
Un Mozus aicināja Mišaēli un Elcafanu, Ūziēļa, Ārona tēva brāļa, dēlus, un tiem sacīja: pieejat un nesiet savus brāļus projām no svētās vietas ārā aiz lēģera.
5 આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા.
Tad tie piegāja un iznesa tos ar viņu šauriem svārkiem ārā aiz lēģera, kā Mozus bija runājis.
6 પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, “તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે.
Un Mozus sacīja uz Āronu un Eleazaru un Ītamaru, viņa dēliem: jums nebūs savas galvas atsegt nedz savas drēbes saplēst, lai jūs nemirstat, un lai dusmība nenāk pār visu draudzi; bet jūsu brāļiem, visam Israēla namam, būs apraudāt šo uguns sodību, ko Tas Kungs iededzinājis.
7 તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.
Jums no saiešanas telts durvīm arī nebūs iziet, ka jūs nemirstat; jo Tā Kunga svaidāmā eļļa ir uz jums. Un tie darīja pēc Mozus vārda.
8 યહોવાહે હારુનને કહ્યું,
Un Tas Kungs runāja uz Āronu un sacīja:
9 “જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે.
Vīnu un stipru dzērienu tev nebūs dzert, ne tev, ne taviem dēliem, kad ejat saiešanas teltī, lai jūs nemirstat; tas lai ir par likumu uz jūsu pēcnākamiem mūžīgi; -
10 ૧૦ તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો.
Lai jūs varat izšķirt svētu no nesvēta un nešķīstu no šķīsta,
11 ૧૧ જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.”
Un lai jūs Israēla bērniem varat mācīt visus likumus, ko Tas Kungs uz tiem ir runājis caur Mozu.
12 ૧૨ મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, “યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.
Un Mozus runāja uz Āronu un uz Eleazaru un uz Ītamaru, viņa atlikušiem dēliem: ņemiet to ēdamo upuri, kas no Tā Kunga uguns upuriem atlicis un ēdiet to neraudzētu pie altāra, jo tas ir augsti svēts.
13 ૧૩ તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.
Tāpēc jums to būs ēst svētā vietā, jo tā ir tava nospriestā daļa un tavu dēlu nospriestā daļa no Tā Kunga uguns upuriem, jo tā man ir pavēlēts.
14 ૧૪ યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે.
Un tās līgotās krūtis un to cilāto pleci jums būs ēst šķīstā vietā, tev un taviem dēliem un tavām meitām līdz ar tevi, jo tā ir tava nospriestā daļa, un tavu dēlu nospriestā daļa un dota no Israēla bērnu pateicības upuriem.
15 ૧૫ ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.”
To cilājamo pleci un tās līgojamās krūtis tiem būs pienest pie tauku uguns upura, ka tie top līgoti par līgojamu upuri Tā Kunga priekšā; tas lai ir tev un taviem dēliem arīdzan par tiesu mūžīgi, tā kā Tas Kungs pavēlējis.
16 ૧૬ પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું,
Un Mozus meklēt meklēja to grēku upura āzi, un redzi, tas bija sadedzināts; un viņš apskaitās par Eleazaru un par Ītamaru, Ārona atlikušiem dēliem, un sacīja:
17 ૧૭ “તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે.
Kāpēc jūs to grēku upuri neesat ēduši svētā vietā? Jo tas ir augsti svēts, un viņš jums to ir devis, lai jūs nesat draudzes noziedzību, to salīdzinādami Tā Kunga priekšā.
18 ૧૮ જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું.”
Redzi, viņa asinis nav iekšā ienestas tai svētā vietā; jums tas bija jāēd svētā vietā, kā tas man pavēlēts.
19 ૧૯ પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?”
Tad Ārons runāja uz Mozu: redzi šodien tie savu grēku upuri un savu dedzināmo upuri ir atnesuši Tā Kunga priekšā, un tādas lietas man ir notikušas; ja tad es šodien to grēku upuri būtu ēdis, - vai tas Tam Kungam būtu paticis?
20 ૨૦ જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.
Kad Mozus to dzirdēja, tad tas viņam patika.

< લેવીય 10 >