< યહોશુઆ 12 >

1 હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
А оце царі того кра́ю, яких побили Ізра́їлеві сини, і посіли їхній край по тім боці Йорда́ну на схід сонця, від арнонського пото́ку аж до гори Гермо́н, та ввесь степ на схід:
2 સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
Сиго́н, цар аморейський, що сидів у Хешбо́ні, що панував від Ароеру, що над берегом арнонського пото́ку, і сере́дина потоку, і половина Ґілеаду, і аж до потоку Яббоку, границі синів Аммонових,
3 સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
і степ аж до о́зера Кінроту на схід, і аж до степово́го моря, моря Солоного на схід, дорогою на Бет-Гаєшімот, і від Теману під узбі́ччями Пісґі.
4 રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.
І границя Оґа, царя башанського, із оста́тку рефа́їв, що сидів в Аштароті, і в Едреї,
5 તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ કર્યું.
і що панував на горі Гермо́н, і на Салха, і на всім Башані аж до границі ґешурейської та маахатейської, і половина Ґілеаду, — границя Сигона, царя хешбонського.
6 યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.
Мойсей, раб Господній, та Ізраїлеві сини повбивали їх. І дав його Мойсей раб Господній, на спа́док Руви́мовому та Ґадовому та половині пле́мени Манасіїного.
7 યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
А оце царі того кра́ю, що повбивав Ісус та Ізраїлеві сини по той бік Йорда́ну на за́хід від Баал-Ґаду в ливанській долині аж до гори Халак, що підіймається до Сеїру, і Ісус віддав її Ізраїлевим племе́нам на спа́док за їхнім поділом,
8 આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
на горі, і в Шефілі, і в Араві, і на узбі́ччі, і в пустині, і на півдні, — хіттеянина, амореянина, і ханаанеянина, періззеянина, хівеянина й євусеянина:
9 મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
цар єрихонський один, цар гайський, що з боку Бет-Елу, один,
10 ૧૦ યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,
цар єрусалимський один, цар хевронський один,
11 ૧૧ યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,
цар ярмутський один, цар лахіський один,
12 ૧૨ એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા.
цар єґлонський один, цар ґезерський один,
13 ૧૩ દબીરનો રાજા, ગદેરનો રાજા,
цар девірський один, цар ґедерський один,
14 ૧૪ હોર્માનો રાજા, અરાદનો રાજા,
цар хоремський один, цар арадський один,
15 ૧૫ લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,
цар лівенський один, цар адулламський один,
16 ૧૬ માક્કેદાનો રાજા, બેથેલનો રાજા.
цар маккедський один, цар бет-елський один,
17 ૧૭ તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
цар тапнуахський один, цар хеферський один,
18 ૧૮ અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,
цар афекський один, цар шаронський один,
19 ૧૯ માદોનનો રાજા, હાસોરનો રાજા,
цар мадонський один, цар хацорський один,
20 ૨૦ શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા.
цар шімронський один, цар ахшафський один,
21 ૨૧ તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,
цар таанахський один, цар меґіддівський один,
22 ૨૨ કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
цар кедеський один, цар йокнеамський при Кармелі один,
23 ૨૩ દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
цар дорський при Нафат-Дорі один, цар ґоїмський при Ґілґалі один,
24 ૨૪ અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
цар тірцький один. Усіх царів тридцять і один.

< યહોશુઆ 12 >