< યૂના 3 >

1 પછી ફરીથી યૂના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે,
И бысть слово Господне ко Ионе вторицею глаголя:
2 “ઊઠ, મોટા નગર નિનવે જા અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર.”
востани и иди в Ниневию град великий, и проповеждь в нем по проповеди преждней, юже Аз глаголах тебе.
3 તેથી ઈશ્વરના વચનને આધીન થઈને યૂના ઊઠ્યો અને નિનવે ગયો. નિનવે બહુ મોટું નગર હતું. તેની પ્રદક્ષિણા કરતાં ત્રણ દિવસ લાગે એટલો આશરે છન્નુ કિલોમિટર તેનો ઘેરાવો હતો.
И воста Иона и иде в Ниневию, якоже глагола Господь. Ниневиа же бяше град велик Богу, яко шествия пути триех дний.
4 યૂના નગરમાં પ્રવેશ્યો અને એક દિવસની મજલ લગભગ બત્રીસ કિલોમિટર પૂરી કર્યા બાદ તેણે ત્યાં મોટે અવાજે સંભળાવ્યું કે, “ચાળીસ દિવસો પછી નિનવે નષ્ટ થઈ જશે.”
И начат Иона входити во град, яко шествие пути дне единаго, и проповеда и рече: еще три дни, и Ниневиа превратится.
5 નિનવેના લોકોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કર્યો. તેઓએ ઉપવાસ જાહેર કર્યો. અને મોટાથી તે નાના સુધીનાં, બધાએ શોકના વસ્ત્ર પહેર્યા.
И вероваша мужие Ниневийстии Богови, и заповедаша пост, и облекошася во вретища от велика их даже до мала их.
6 આ બાબતની ખબર નિનવેના રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પોતાનો ઝભ્ભો ઉતારી દીધો. અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા. અને રાખ ચોળીને તેમાં બેઠો.
И дойде слово ко царю Ниневийскому, и воста с престола своего и сверже ризы своя с себе, и облечеся во вретище и седе на пепеле.
7 તેણે તથા તેના દરબારીઓએ સંદશો મોકલ્યા; નિનવેમાં માણસો, ગાયભેંસ અને ટોળાંઓ કશું ચાખવું નહિ, તેઓ ખાય નહિ અને પાણી પણ પીવે નહિ.
И проповедася и речено бысть в Ниневию от царя и вельмож его глаголющих: человецы и скоти, и волове и овцы да не вкусят ничесоже, ни да пасутся, ниже воды да пиют.
8 માણસ તથા પશુ બન્નેએ શોક વસ્ત્ર ધારણ કરી, મોટે સાદે ઈશ્વરને પોકારે. દરેક પોતાના દુષ્ટ આચરણ તજે અને જોરજુલમ કરવાનું બંધ કરે.
И облекошася во вретища человецы и скоти и возопиша прилежно к Богу, и возвратися кийждо от пути своего лукаваго и от неправды сущия в руках их, глаголюще:
9 આવું કરવાથી કદાચ ઈશ્વર કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે. જેથી આપણો નાશ ના થાય.”
кто весть, аще раскается и умолен будет Бог, и обратится от гнева ярости Своея, и не погибнем?
10 ૧૦ તેઓએ જે કર્યું, એટલે કે પોતાનાં ખરાબ કામો તજી દીધાં તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું હતું, તેવું કર્યું નહિ. અને તે તેઓ પર સંકટ લાવ્યા નહિ.
И виде Бог дела их, яко обратишася от путий своих лукавых, и раскаяся Бог о зле, еже глаголаше сотворити им, и не сотвори.

< યૂના 3 >