< અયૂબ 8 >

1 ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
И отвечал Вилдад Савхеянин и сказал:
2 “તું ક્યાં સુધી આવી વાતો કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
долго ли ты будешь говорить так? - слова уст твоих бурный ветер!
3 શું ઈશ્વર અન્યાય કરે છે? સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?
Неужели Бог извращает суд, и Вседержитель превращает правду?
4 જો તારા સંતાનોએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે, તો ઈશ્વરે તેમને તેમના પાપનું ફળ આપ્યું છે.
Если сыновья твои согрешили пред Ним, то Он и предал их в руку беззакония их.
5 જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે, અને સર્વશક્તિમાનની યાચના કરશે,
Если же ты взыщешь Бога и помолишься Вседержителю,
6 અને તું જો પવિત્ર અને પ્રામાણિક હોત; તો નિશ્ચે તે હમણાં તારે સારુ જાગૃત થઈને, તારાં ધાર્મિક ઘરને આબાદ કરત.
и если ты чист и прав, то Он ныне же встанет над тобою и умиротворит жилище правды твоей.
7 જો કે તારી શરૂઆત નહિ જેવી હતી. તોપણ આખરે તે તને બહુ સફળ કરત.
И если вначале у тебя было мало, то впоследствии будет весьма много.
8 કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો; આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે.
Ибо спроси у прежних родов и вникни в наблюдения отцов их;
9 આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી. પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.
а мы - вчерашние и ничего не знаем, потому что наши дни на земле тень.
10 ૧૦ શું તેઓ તને નહિ શીખવે? અને કંઈ નહિ કહે? તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહિ કહે?
Вот, они научат тебя, скажут тебе и от сердца своего произнесут слова:
11 ૧૧ શું કાદવ વિના છોડ ઊગે? કે, જળ વિના બરુ ઊગે?
поднимается ли тростник без влаги? растет ли камыш без воды?
12 ૧૨ હજી તો તે લીલાં હોય છે. અને કપાયેલાં હોતાં નથી. એટલામાં બીજી કોઈ વનસ્પતિ અગાઉ તે સુકાઈ જાય છે.
Еще он в свежести своей и не срезан, а прежде всякой травы засыхает.
13 ૧૩ ઈશ્વરને ભૂલી જનાર સર્વના એવા જ હાલ થાય છે અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.
Таковы пути всех забывающих Бога, и надежда лицемера погибнет;
14 ૧૪ તેની આશા ભંગ થઈ જશે. તેનો ભરોસો કરોળિયાની જાળ જેવો નાજુક છે.
упование его подсечено, и уверенность его - дом паука.
15 ૧૫ તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે. તે તેને મજબૂતાઈથી પકડી રાખશે પણ તે ટકશે નહિ.
Обопрется о дом свой и не устоит; ухватится за него и не удержится.
16 ૧૬ સૂર્યના પ્રકાશથી તે લીલો હોય છે. તેની ડાળીઓ ફૂટીને આખા બગીચામાં ફેલાય છે.
Зеленеет он пред солнцем, за сад простираются ветви его;
17 ૧૭ તેનાં મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલાં હોય છે; તેઓ પર્વતો પર સારી જગ્યાઓ શોધે છે.
в кучу камней вплетаются корни его, между камнями врезываются.
18 ૧૮ જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’
Но когда вырвут его с места его, оно откажется от него: “я не видало тебя!”
19 ૧૯ જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે; અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે.
Вот радость пути его! а из земли вырастают другие.
20 ૨૦ ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ, અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ.
Видишь, Бог не отвергает непорочного и не поддерживает руки злодеев.
21 ૨૧ હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે. અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
Он еще наполнит смехом уста твои и губы твои радостным восклицанием.
22 ૨૨ તારા દુશ્મનો શરમથી છુપાઈ જશે અને દુર્જનોનો તંબુ નાશ પામશે.”
Ненавидящие тебя облекутся в стыд, и шатра нечестивых не станет.

< અયૂબ 8 >