< અયૂબ 7 >

1 “શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી?
Czy człowiekowi nie jest wyznaczony czas na ziemi? Czy jego dni [nie są] jak dni najemnika?
2 આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ. અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ,
Jak sługa pragnie cienia, jak najemnik oczekuje [zapłaty] za swoją pracę;
3 તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.
Tak moim udziałem są miesiące próżne, a przeznaczono mi noce bolesne.
4 સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.
Gdy się kładę, mówię: Kiedy minie noc, abym mógł wstać? I jestem pełny niepokoju aż do świtu.
5 મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.
Moje ciało pokryte jest robactwem i strupami w prochu, moja skóra pęka i ropieje.
6 મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.
Moje dni biegną szybciej niż czółenko tkackie i przemijają bez nadziei.
7 યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.
Pamiętaj, że moje życie [jest] wiatrem, moje oko już nie zobaczy dobra.
8 જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ; તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.
Oko, które mnie widziało, już mnie nie zobaczy. Twoje oczy [są zwrócone] na mnie, a mnie [już] nie ma.
9 જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ. (Sheol h7585)
[Jak] obłok się rozchodzi i przemija, tak ten, kto zstępuje do grobu, nie wraca. (Sheol h7585)
10 ૧૦ તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ; હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.
Nie wróci już do swego domu ani nie pozna go już jego miejsce.
11 ૧૧ માટે હું મારું મુખ બંધ નહિ રાખું; મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ: ખ રડીશ.
Dlatego nie mogę powstrzymać swoich ust, będę mówił w utrapieniu swego ducha, będę narzekał w goryczy swojej duszy.
12 ૧૨ શું હું સમુદ્ર છું કે સમુદ્રનું અજગર છું કે, તમે મારો ચોકી-પહેરો રાખો છો?
Czy jestem morzem albo wielorybem, że postawiłeś przy mnie straż?
13 ૧૩ જ્યારે હું એમ કહું છું કે, ‘મારી પથારી મને શાંતિ આપશે, મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,’
Gdy mówię: Pocieszy mnie moje łóżko i moje posłanie ulży mojemu narzekaniu;
14 ૧૪ ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો અને સંદર્શનોથી મને ગભરાવો છો.
Wtedy straszysz mnie snami i przerażasz mnie widzeniami;
15 ૧૫ ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.
Tak że moja dusza wybrałaby sobie uduszenie, raczej śmierć niż życie.
16 ૧૬ મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી; મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.
Uprzykrzyło mi się [życie], nie chcę żyć wiecznie. Zostaw mnie, bo moje dni są marnością.
17 ૧૭ મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો, અને તમે તેના પર મન લગાડો,
Czym [jest] człowiek, że go tak wywyższasz i że zwracasz ku niemu swoje serce?
18 ૧૮ રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
Że nawiedzasz go każdego ranka i w każdej chwili doświadczasz?
19 ૧૯ ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?
Kiedy odwrócisz się ode mnie i zostawisz mnie, abym mógł przełknąć swoją ślinę?
20 ૨૦ જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું? તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે, તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું?
Zgrzeszyłem, cóż mam czynić, stróżu człowieka? Czemu mnie wziąłeś za cel, abym był sam dla siebie ciężarem?
21 ૨૧ તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”
Czemu nie przebaczysz mojego przestępstwa i nie zmażesz mojej nieprawości? Teraz bowiem położę się w prochu i [gdy] rano będziesz mnie szukał, nie będzie mnie.

< અયૂબ 7 >