< ચર્મિયા 16 >

1 યહોવાહનું વચન આ મુજબ મારી પાસે આવ્યું અને કહ્યું કે,
Anplis, pawòl SENYÈ a te vin kote mwen. Li te di:
2 “તું પરણીશ નહિ અને આ જગ્યાએ તને દીકરા કે દીકરીઓ થાય નહિ.”
“Ou p ap pran yon madanm pou ou menm, ni fè fis ak fi nan kote sa a.”
3 કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે,
Paske konsa pale SENYÈ a konsènan fis ak fi ki fèt nan plas sila a, e konsènan manman yo ki te fè yo ak papa yo ki te fè yo nan peyi sa a:
4 “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તલવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાઈ જશે.”
“Yo va mouri mo yo ki byen move. Yo p ap fè dèy pou yo, ni antere yo. Yo va rete tankou fimye bèt sou sifas latè. Yo va manje nèt ak nepe ak gwo grangou. Kadav yo va devni manje pou zwazo syèl ak pou bèt sovaj latè yo.”
5 કેમ કે યહોવાહ કહે છે કે, શોકના ઘરમાં જઈશ નહિ. તેઓને લીધે રડારોળ કરવા જઈશ નહિ કે તેઓના માટે વિલાપ કરીશ નહિ કેમ કે મેં આ લોક પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.” એમ યહોવાહ કહે છે.
Paske konsa pale SENYÈ a: “Pa antre nan kay doulè a, ni pa ale kriye pou yo! Pa regret yo! Paske Mwen te retire lapè M de pèp sa a,” deklare SENYÈ a: “lanmou Mwen ak konpasyon Mwen.”
6 “તેથી મોટા તથા નાના બન્ને આ દેશમાં મૃત્યુ પામશે. તેઓને દફનાવવામાં આવશે નહિ. તેઓને લીધે કોઈ શોક કરશે નહિ, કોઈ પોતાના શરીર પર ઘા કરશે નહિ અને કોઈ પોતાનું માથું મુંડાવશે નહિ.
Ni gran, ni piti va mouri nan peyi sa a. Yo p ap antere, yo p ap fè dèy pou yo, ni p ap gen moun ki blese kò l oswa pase razwa nan tèt li pou yo.
7 વળી લોકો મૂએલા સંબંધી સાંત્વના આપવા સારુ તેઓને માટે શોક કરી રોટલી ભાગશે નહિ. અને લોકો માતાપિતાના મરણને માટે દિલાસાનો પ્યાલો તેઓને પીવાને આપશે નહિ.
Pèsòn p ap kase pen doulè a pou yo, pou konsole okenn moun pou lanmò, ni bay yo yon tas konsolasyon pou bwè pou papa yo, oswa manman yo.
8 ખાવાપીવાને અર્થે જમણવારના ઘરમાં તું તેઓની સાથે બેસી જઈશ નહિ.
“Anplis, ou pa prale nan yon kay ki gen fèt pou chita ak yo pou manje ak bwè.”
9 કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જુઓ, હું અહીં તમારી નજર સમક્ષ તથા તમારી હયાતીમાં આનંદ તથા હાસ્યનો સાદ, તેમ જ વર-કન્યાનો સાદ બંધ પાડીશ.
Paske konsa pale SENYÈ dèzame yo, Bondye Israël la: “Gade byen, Mwen va elimine nèt nan plas sa, vwa rejwisans ak vwa kè kontan, vwa a jèn gason fenk marye ak vwa a jèn fi marye, devan zye nou e nan pwòp tan pa nou.
10 ૧૦ “જ્યારે તું આ લોકોની આગળ આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાહે આ બધી આફતો આપણે માથે શા માટે નાખી છે? આપણો શો અપરાધ છે? અને આપણે શો ગુનો કર્યો છે કે યહોવાહ અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે કયું પાપ કર્યું છે?’
Alò, lè ou di pèp sa a tout pawòl sa yo, yo va di ou: ‘Pou ki rezon SENYÈ a te deklare tout gwo malè sa a kont nou? Epi ki inikite oswa ki peche ke nou te fè kont SENYÈ a, Bondye nou an?’
11 ૧૧ ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, ‘તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો’ ‘અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.
Nan lè sa a, ou gen pou di yo: ‘Akoz papa zansèt nou yo te abandone Mwen,’ deklare SENYÈ a: ‘pou te swiv lòt dye yo, pou te sèvi yo e te pwostène devan yo. Konsa yo te abandone Mwen e yo pa t kenbe lalwa Mwen an.
12 ૧૨ અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.
Nou tou, te fè mal plis menm ke papa zansèt nou yo. Paske gade byen, nou chak ap mache selon tèt di a pwòp kè mechan pa nou, san koute Mwen.
13 ૧૩ આથી હું તમને આ દેશમાંથી કાઢીને તમને અને તમારા પિતૃઓને અજાણ્યા દેશમાં હાંકી કાઢીશ, ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરજો. હું તમારા પર દયા રાખીશ નહિ.
Akoz sa, Mwen va jete nou deyò peyi sa a, antre nan yon peyi ke nou pa t janm konnen, ni nou menm, ni papa zansèt nou yo. La menm, nou va sèvi lòt dye yo lajounen kon lannwit, paske Mwen p ap bannou okenn favè.’
14 ૧૪ માટે જુઓ! યહોવાહ કહે છે કે, હવે એવો સમય આવે છે કે” “જ્યારે ઇઝરાયલપુત્રોને મિસર દેશમાંથી બહાર લાવનાર ‘યહોવાહ જીવતા છે, એમ ક્યારેય કહેવાશે નહિ.’
“Akoz sa, gade byen, gen jou k ap vini,” deklare SENYÈ a: “lè fraz sila a p ap menm repete ankò: ‘Jan SENYÈ vivan an, ki te mennen, fè fis Israël yo soti nan peyi Égypte la’,
15 ૧૫ માટે જે ઇઝરાયલપુત્રોને ઉત્તરના દેશમાંથી તથા જે કોઈ દેશમાંથી તેઓને નસાડી મૂક્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાહ જીવતા છે એમ કહેવાશે. અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ.
Men: ‘Jan SENYÈ vivan an, ki te mennen fè monte fis Israël yo soti nan peyi nò a e soti nan tout peyi kote Li te ekzile yo.’ Paske Mwen va restore yo a pwòp peyi yo, ke Mwen te bay a papa zansèt yo.
16 ૧૬ જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ” તેમ યહોવાહ કહે છે. “તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.
“Gade byen, Mwen ap voye anpil moun lapèch,” deklare SENYÈ a: “Epi yo va fè lapèch pou yo. Apre sa a, Mwen va voye anpil moun lachas e yo va fè lachas pou yo nan tout kolin ak nan tout kwen nan gwo wòch yo.
17 ૧૭ કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. તેઓ મારાથી છુપાયેલા નથી. અને તેઓનો અન્યાય મારાથી ગુપ્ત નથી.
Paske zye M sou tout chemen pa yo. Yo pa kache devan figi Mwen, ni inikite yo pa kache devan zye M.
18 ૧૮ પ્રથમ હું તેઓની પાસે તેઓનાં પાપોનો અને ધિક્કારપાત્ર કૃત્યોનો બમણો બદલો લઈશ, કેમ કે તેઓએ મારા વારસાને અશુદ્ધ મૃતદેહોથી અભડાવી છે.
Premyèman, Mwen va rekonpanse doub tout inikite ak peche yo, akoz yo te fè peyi a pouri nèt. Akoz yo te ranpli eritaj Mwen an ak kadav a zidòl abominab yo, e eritaj Mwen an ak abominasyon pa yo.”
19 ૧૯ હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે, અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.
O SENYÈ, fòs mwen an, sitadèl mwen an e sekou mwen an nan jou gwo malè a, vè Ou menm, nasyon yo va vini soti nan dènye pwent latè. Yo va di: “Papa zansèt nou yo pa t gen okenn eritaj sof ke manti sa ki pouriyen, san enpòtans e san benefis.”
20 ૨૦ માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું?
Èske lòm dwe fè dye pou kont li, malgre se pa dye yo ye?
21 ૨૧ માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ, ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે.
“Akoz sa, gade byen, Mwen va fè yo konnen, fwa sa a, Mwen va fè yo konnen pouvwa M, ak pwisans Mwen. Konsa, yo va konnen ke non Mwen se SENYÈ a.”

< ચર્મિયા 16 >