< હિબ્રૂઓને પત્ર 6 >

1 માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
So let's not get stuck on the basic teachings about Christ, but let's progress to a more mature understanding. We don't need to go over again the ideas of repenting from what we used to do, about trusting in God—
2 બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. (aiōnios g166)
or teachings about baptism, the laying on of hands, the resurrection of the dead, and eternal judgment. (aiōnios g166)
3 જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું.
So let's get on with it, as God gives us the opportunity!
4 કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા,
It's impossible for those who once understood and experienced God's heavenly gift—who shared in receiving the Holy Spirit,
5 જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, (aiōn g165)
who had known God's good word and the power of the coming age— (aiōn g165)
6 અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
and then completely abandon God, for them to be brought back to repentance once more. They themselves have crucified the Son of God all over again and publicly humiliated him.
7 જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
Land that has been watered by rain, and produces crops for those who farm it, has God's blessing.
8 પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
But land that only produces weeds and thorns is worthless, and is about to be condemned. In the end all that can be done is to burn it.
9 પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે.
But dear friends, we believe better of you and your salvation, even if we talk like this!
10 ૧૦ કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
God wouldn't be so unjust as to forget what you've done and the love you've shown for him by the care you've shown for fellow-believers—something you're still doing.
11 ૧૧ અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે,
We want each of you to show the same kind of commitment, confident in God's hope until it's fulfilled.
12 ૧૨ માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.
Don't be spiritually lazy, but follow the example of those who through trusting in God and patience inherit what God has promised.
13 ૧૩ કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,
When God gave his promise to Abraham he could swear by no one greater so he took an oath on himself,
14 ૧૪ ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”
saying, “I will definitely bless you, and multiply your descendants.”
15 ૧૫ એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.
And so, after patiently waiting, Abraham received the promise.
16 ૧૬ માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગનથી તેઓનાં સઘળાં વિવાદનો અંત આવે છે.
People swear on things that are greater than they are, and when they have some dispute the oath is taken as the final word on the matter.
17 ૧૭ તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા,
That's why God wanted to demonstrate more clearly to those who would inherit the promise that he would never ever change his mind.
18 ૧૮ એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.
So by these two actions that can't be changed, and since it's impossible for God to lie, we can have total confidence, having run for safety to take hold of the hope God presented to us.
19 ૧૯ તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
This hope is our spiritual anchor—it's both certain and reliable, and it takes us past the curtain to the presence of God.
20 ૨૦ ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે. (aiōn g165)
That's where Jesus went in on our behalf, because he had become a high priest according to the order of Melchizedek. (aiōn g165)

< હિબ્રૂઓને પત્ર 6 >