< હિબ્રૂઓને પત્ર 1 >

1 પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી.
પુરા ય ઈશ્વરો ભવિષ્યદ્વાદિભિઃ પિતૃલોકેભ્યો નાનાસમયે નાનાપ્રકારં કથિતવાન્
2 તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. (aiōn g165)
સ એતસ્મિન્ શેષકાલે નિજપુત્રેણાસ્મભ્યં કથિતવાન્| સ તં પુત્રં સર્વ્વાધિકારિણં કૃતવાન્ તેનૈવ ચ સર્વ્વજગન્તિ સૃષ્ટવાન્| (aiōn g165)
3 તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.
સ પુત્રસ્તસ્ય પ્રભાવસ્ય પ્રતિબિમ્બસ્તસ્ય તત્ત્વસ્ય મૂર્ત્તિશ્ચાસ્તિ સ્વીયશક્તિવાક્યેન સર્વ્વં ધત્તે ચ સ્વપ્રાણૈરસ્માકં પાપમાર્જ્જનં કૃત્વા ઊર્દ્ધ્વસ્થાને મહામહિમ્નો દક્ષિણપાર્શ્વે સમુપવિષ્ટવાન્|
4 તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે.
દિવ્યદૂતગણાદ્ યથા સ વિશિષ્ટનામ્નો ઽધિકારી જાતસ્તથા તેભ્યોઽપિ શ્રેષ્ઠો જાતઃ|
5 કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’” અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’”
યતો દૂતાનાં મધ્યે કદાચિદીશ્વરેણેદં ક ઉક્તઃ? યથા, "મદીયતનયો ઽસિ ત્વમ્ અદ્યૈવ જનિતો મયા| " પુનશ્ચ "અહં તસ્ય પિતા ભવિષ્યામિ સ ચ મમ પુત્રો ભવિષ્યતિ| "
6 વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’”
અપરં જગતિ સ્વકીયાદ્વિતીયપુત્રસ્ય પુનરાનયનકાલે તેનોક્તં, યથા, "ઈશ્વરસ્ય સકલૈ ર્દૂતૈરેષ એવ પ્રણમ્યતાં| "
7 વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, ‘તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.’”
દૂતાન્ અધિ તેનેદમ્ ઉક્તં, યથા, "સ કરોતિ નિજાન્ દૂતાન્ ગન્ધવાહસ્વરૂપકાન્| વહ્નિશિખાસ્વરૂપાંશ્ચ કરોતિ નિજસેવકાન્|| "
8 પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. (aiōn g165)
કિન્તુ પુત્રમુદ્દિશ્ય તેનોક્તં, યથા, "હે ઈશ્વર સદા સ્થાયિ તવ સિંહાસનં ભવેત્| યાથાર્થ્યસ્ય ભવેદ્દણ્ડો રાજદણ્ડસ્ત્વદીયકઃ| (aiōn g165)
9 તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.
પુણ્યે પ્રેમ કરોષિ ત્વં કિઞ્ચાધર્મ્મમ્ ઋતીયસે| તસ્માદ્ ય ઈશ ઈશસ્તે સ તે મિત્રગણાદપિ| અધિકાહ્લાદતૈલેન સેચનં કૃતવાન્ તવ|| "
10 ૧૦ વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.
પુનશ્ચ, યથા, "હે પ્રભો પૃથિવીમૂલમ્ આદૌ સંસ્થાપિતં ત્વયા| તથા ત્વદીયહસ્તેન કૃતં ગગનમણ્ડલં|
11 ૧૧ તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે;
ઇમે વિનંક્ષ્યતસ્ત્વન્તુ નિત્યમેવાવતિષ્ઠસે| ઇદન્તુ સકલં વિશ્વં સંજરિષ્યતિ વસ્ત્રવત્|
12 ૧૨ તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.’”
સઙ્કોચિતં ત્વયા તત્તુ વસ્ત્રવત્ પરિવર્ત્સ્યતે| ત્વન્તુ નિત્યં સ એવાસી ર્નિરન્તાસ્તવ વત્સરાઃ|| "
13 ૧૩ પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, ‘હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?’”
અપરં દૂતાનાં મધ્યે કઃ કદાચિદીશ્વરેણેદમુક્તઃ? યથા, "તવારીન્ પાદપીઠં તે યાવન્નહિ કરોમ્યહં| મમ દક્ષિણદિગ્ભાગે તાવત્ ત્વં સમુપાવિશ|| "
14 ૧૪ શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?
યે પરિત્રાણસ્યાધિકારિણો ભવિષ્યન્તિ તેષાં પરિચર્ય્યાર્થં પ્રેષ્યમાણાઃ સેવનકારિણ આત્માનઃ કિં તે સર્વ્વે દૂતા નહિ?

< હિબ્રૂઓને પત્ર 1 >