< ઊત્પત્તિ 16 >

1 હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.
Saraj, żona Abrama, nie urodziła mu [dzieci]. Miała zaś służącą Egipcjankę, która miała na imię Hagar.
2 તેથી સારાયે ઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
I powiedziała Saraj do Abrama: Oto PAN nie pozwolił mi urodzić. Wejdź, proszę, do mojej służącej, może z niej będę miała dzieci. I Abram usłuchał głosu Saraj.
3 ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.
Wzięła więc Saraj, żona Abrama, swoją służącą Hagar, Egipcjankę, i dała ją swemu mężowi Abramowi za żonę po dziesięciu latach zamieszkania Abrama w ziemi Kanaan.
4 ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.
Obcował więc z Hagar, a ona poczęła. A gdy spostrzegła, że poczęła, ze wzgardą patrzyła na swoją panią.
5 પછી સારાયે ઇબ્રામને કહ્યું, “મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો.”
I Saraj powiedziała do Abrama: Jesteś winien mojej krzywdy. Dałam moją służącą w twe ramiona. [Ona] jednak, widząc, że poczęła, patrzyła na mnie ze wzgardą. Niech PAN rozsądzi między mną a tobą.
6 “પણ ઇબ્રામે સારાયને કહ્યું, “તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર.” તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.
Abram powiedział do Saraj: Oto twoja służąca jest w twoim ręku, zrób z nią, co uważasz za słuszne. I gdy Saraj dręczyła ją, uciekła od niej.
7 અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.
I Anioł PANA znalazł ją u źródła wód na pustyni, u źródła przy drodze do Szur.
8 દૂતે તેને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું.”
I zapytał: Hagar, służąco Saraj, skąd przyszłaś i dokąd idziesz? [Ona] odpowiedziała: Uciekam od swojej pani Saraj.
9 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે.”
Anioł PANA powiedział jej: Wróć do swojej pani i poddaj się pod jej władzę.
10 ૧૦ વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે.”
Powiedział jej też Anioł PANA: Rozmnożę twoje potomstwo tak bardzo, że z powodu jego mnogości nie będzie go [można] policzyć.
11 ૧૧ દૂતે તેને એ પણ કહ્યું, “તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.
Potem Anioł PANA powiedział jej: Oto poczęłaś i urodzisz syna, a nadasz mu imię Izmael, bo PAN usłyszał twoje cierpienie.
12 ૧૨ તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે દુશ્મનાવટથી રહેશે.”
Będzie on dzikim człowiekiem: jego ręka [będzie] przeciwko wszystkim, a ręka wszystkich przeciwko jemu; i będzie mieszkać w obecności wszystkich swoich braci.
13 ૧૩ “પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ “એલ-રોઈ” પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?”
I nazwała PANA, który mówił do niej: Ty jesteś Bogiem, który mnie widzi. Powiedziała bowiem: Czyż tu nie spoglądałam na tego, który widzi mnie?
14 ૧૪ તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
Dlatego nazwała [tę] studnię studnią Żyjącego, który widzi mnie. Jest ona między Kadesz i Bered.
15 ૧૫ હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.
Potem Hagar urodziła Abramowi syna. I nadał Abram swemu synowi, którego urodziła Hagar, imię Izmael.
16 ૧૬ જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.
A Abram miał osiemdziesiąt sześć lat, gdy Hagar urodziła mu Izmaela.

< ઊત્પત્તિ 16 >