< ઊત્પત્તિ 10 >

1 નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
Un šie ir Noas dēlu: Zema, Hama un Jafeta dzimumi, un tiem dzima dēli pēc ūdensplūdiem.
2 ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
Jafeta bērni Gomers un Magogs un Madajus un Javans un Tūbals un Mešehs un Tīras.
3 આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
Un Gomera bērni: Aškenas un Rifats un Togarmas.
4 એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
Un Javana bērni: Elišus un Taršišs un Ķītim un Dodanim.
5 તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
No šiem ir atšķīrušās tās pagānu salas savās zemēs, ikviens pēc savas valodas, pēc savām ciltīm, savās tautās.
6 કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
Un Hama bērni ir: Kušs un Micraīm un Puts un Kanaāns.
7 કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.
Un Kuša bērni ir: Seba un Havila un Sabta un Raēma un Zabteka. Un Raēmas bērni ir: Šeba un Dedans.
8 કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
Un Kušs dzemdināja Nimrodu; šis sāka varens būt virs zemes.
9 તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
Viņš bija varens mednieks Tā Kunga priekšā, tādēļ top sacīts: tā kā Nimrods, varens mednieks Tā Kunga priekšā.
10 ૧૦ તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
Un viņa valsts iesākums bija Bābele un Erek un Akad un Kalne Sineārzemē.
11 ૧૧ ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
No šās zemes Assurs ir izgājis un ir uztaisījis Ninivi ar Rehobotu un Kalu
12 ૧૨ રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
Un Reseni starp Ninivi un Kalu; šī ir tā lielā pilsēta.
13 ૧૩ મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
Un Micraīm dzemdināja Ludim un Ānamim un Leabim un Naftuīm
14 ૧૪ પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
Un Patrusim un Kasluīm, no kurienes ir izgājuši tie Fīlisti un Kaftori.
15 ૧૫ કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
Un Kanaānam piedzima Sidons, viņa pirmdzimtais, un Hets
16 ૧૬ વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
Un Jebuzi un Amori un Ģirgozi
17 ૧૭ હિવ્વી, આર્કી, સિની,
Un Hivi un Arki un Sini
18 ૧૮ આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
Un Arvadi un Cemari un Hamati; un no turienes ir izpletušās Kanaāniešu ciltis.
19 ૧૯ કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
Un Kanaāniešu robežas bija no Sidonas uz Ģerara pusi līdz Gazai, uz Sodomas un Gomoras un Adamas un Ceboīma pusi līdz Lazai.
20 ૨૦ આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
Šie ir Hama bērni pēc savām ciltīm, pēc savām valodām, savās zemēs, savās tautās.
21 ૨૧ શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
Un Šemam arīdzan bērni dzimuši; šis ir visu Ēbera bērnu tēvs, Jafeta vecākais brālis.
22 ૨૨ શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
Šema bērni bija: Elams un Assurs un Arvaksads un Luds un Arams.
23 ૨૩ અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
Un Arama bērni bija: Ucs un Huls un Ģeters un Mazs.
24 ૨૪ આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
Un Arvaksads dzemdināja Šalu, un Šalus dzemdināja Ēberu.
25 ૨૫ એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
Un Ēberam dzima divi dēli; tā pirmā vārds ir Pelegs, jo viņa laikā zeme dalījās, un viņa brāļa vārds ir Joktans.
26 ૨૬ યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
Un Joktans dzemdināja Almodadu un Šelefu un Hacarmavetu un Jarahu
27 ૨૭ હદોરામ, ઉઝાલ, દિકલાહ;
Un Hadoramu un Uzalu un Diķelu
28 ૨૮ ઓબાલ, અબિમાએલ, શેબા;
Un Obalu un Abimaēli un Zebu
29 ૨૯ ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
Un Ofiru un Havilu un Jobabu: šie visi ir Joktana bērni.
30 ૩૦ મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
Un viņi mita no Mešas līdz Sefarai uz tiem kalniem pret rītiem.
31 ૩૧ પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
Šie ir Šema bērni pēc savām ciltīm, pēc savām valodām, savās zemēs, savās tautās.
32 ૩૨ તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.
Šīs ir Noas bērnu ciltis pēc saviem radiem savās tautās, un no šiem ir izpletušās tās tautas virs zemes pēc ūdensplūdiem.

< ઊત્પત્તિ 10 >