< નિર્ગમન 39 >

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.
Bezaleel dan Aholiab membuat pakaian ibadat dari wol biru, ungu dan merah untuk para imam pada waktu mereka bertugas di Ruang Suci. Pakaian imam untuk Harun dibuat seperti yang diperintahkan TUHAN kepada Musa.
2 તેણે સોનાનો, ભૂરા, જાંબુડા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો.
Efod dibuat dari kain linen halus, wol biru, ungu dan merah, dan benang emas.
3 સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પટ્ટીઓ બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના ઊન, અને બારીક શણથી બનાવવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.
Mereka menempa lempeng-lempeng emas yang kemudian dipotong-potong menjadi benang tipis, lalu ditenun dengan kain linen halus dan wol biru, ungu dan merah.
4 તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.
Sesudah itu dibuat dua tali bahu pengikat efod yang dijahitkan pada sisinya.
5 એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Ikat pinggang tenunan halus dibuat dari bahan yang sama dan dijahitkan pada efod itu sehingga menjadi satu bagian seperti yang diperintahkan TUHAN kepada Musa.
6 તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.
Mereka mengasah batu delima lalu memasangnya dalam bingkai emas. Dengan penuh keahlian mereka mengukir nama-nama kedua belas anak Yakub pada batu-batu itu.
7 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલના બાર પુત્રોને સારુ સ્મરણ પાષાણો થવા માટે એફોદના ખભાના પટ્ટા પર લગાડ્યા.
Kemudian batu-batu itu dipasang pada tali bahu efod sebagai tanda peringatan akan kedua belas suku Israel, seperti yang diperintahkan TUHAN kepada Musa.
8 તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
Bezaleel dan Aholiab membuat tutup dada dari bahan yang sama dengan efod, dan sulamannya pun sama.
9 તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.
Bentuknya persegi yang dilipat dua, lebarnya dan panjangnya masing-masing 22 sentimeter.
10 ૧૦ તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.
Pada tutup dada itu mereka pasang empat baris batu permata. Di baris pertama batu delima, topas dan baiduri sepah.
11 ૧૧ બીજી હાર લીલમ, નીલમ અને હીરાની હતી.
Di baris kedua zamrud, batu nilam dan intan.
12 ૧૨ ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની હતી.
Di baris ketiga batu lazuardi, akik dan batu kecubung.
13 ૧૩ ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.
Di baris keempat batu pirus, yakut, dan ratna cempaka. Kedua belas permata itu diikat dengan emas.
14 ૧૪ આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.
Pada setiap permata diukir nama salah satu dari kedua belas anak Yakub sebagai tanda peringatan akan suku-suku Israel.
15 ૧૫ તેણે ન્યાયકરણ ઉરપત્રક માટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.
Lalu dibuat dua rantai dari emas murni yang dipilin seperti tali.
16 ૧૬ તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.
Dibuat juga dua gelang emas yang dipasang di kedua ujung atas tutup dada itu.
17 ૧૭ તેઓએ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.
Lalu kedua rantai emas itu dimasukkan ke dalam gelang-gelang itu,
18 ૧૮ એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડ્યા.
dan kedua ujung lainnya diikat pada kedua bingkai, sehingga tutup dada itu dapat dihubungkan dengan bagian depan tali bahu dari efod.
19 ૧૯ તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.
Lalu dibuat dua gelang emas lagi yang dipasang pada tutup dada itu, di ujung bawah bagian dalamnya yang kena efod.
20 ૨૦ તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.
Sesudah itu dibuat dua gelang emas yang dipasang di bagian depan kedua tali bahu efod, dekat sambungan jahitannya agak ke bawah, di atas ikat pinggang dari tenunan halus.
21 ૨૧ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્રક કરમપટા ઉપર રહે અને છુટ્ટું ન પડી જાય.
Sesuai dengan perintah TUHAN kepada Musa, gelang tutup dada dihubungkan dengan tali biru pada gelang efod, sehingga tutup dada itu tetap ada di atas ikat pinggang dan tidak terlepas.
22 ૨૨ બસાલેલે એફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવ્યો હતો.
Jubah yang dipakai di atas efod, seluruhnya dibuat dari wol biru.
23 ૨૩ તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી.
Lubang lehernya diperkuat dengan pita tenunan supaya tidak mudah koyak.
24 ૨૪ જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.
Di sekeliling pinggir bawahnya dibuat hiasan buah delima dari kain linen halus dan wol biru, ungu dan merah, di selang-seling dengan kelintingan dari emas, sesuai dengan perintah TUHAN kepada Musa.
25 ૨૫ તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી.
26 ૨૬ એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે હારુન યહોવાહની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.
27 ૨૭ તેઓએ હારુન અને તેના પુત્રો માટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં.
Mereka membuat kemeja untuk Harun dan anak-anaknya,
28 ૨૮ વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં.
juga serban, destar dan celana pendek dari linen,
29 ૨૯ યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
dan ikat pinggang dari kain linen halus, wol biru, ungu dan merah, dihias dengan sulaman, seperti yang diperintahkan TUHAN kepada Musa.
30 ૩૦ તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.
Juga dibuat hiasan dari emas murni, tanda bahwa mereka sudah dikhususkan untuk TUHAN. Pada hiasan itu terukir kata-kata "Dikhususkan untuk TUHAN".
31 ૩૧ તેને પાઘડીની ટોચે બાંધવા સારુ તેઓએ તેને ભૂરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Hiasan itu dipasang pada serban bagian depannya, sesuai dengan perintah TUHAN kepada Musa.
32 ૩૨ આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર મુલાકાતમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.
Akhirnya selesailah semua pekerjaan membuat Kemah TUHAN. Orang Israel telah melakukan segalanya seperti yang diperintahkan TUHAN kepada Musa.
33 ૩૩ તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, સ્તંભો અને કૂંભીઓ મૂસા પાસે લાવ્યા;
Mereka membawa kepada Musa Kemah dengan segala perlengkapannya, kait-kaitnya, kayu-kayu lintang, tiang-tiang dan alasnya,
34 ૩૪ તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
tutup dari kulit kambing jantan yang diwarnai merah, tutup dari kulit halus, kain penudung.
35 ૩૫ કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
Peti Perjanjian yang berisi kedua batu dengan kayu pengusung dan tutupnya,
36 ૩૬ તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
meja dengan semua perlengkapannya dan roti sajian,
37 ૩૭ શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
kaki lampu dari emas murni, lampu-lampunya dengan segala perlengkapannya, minyak untuk lampu,
38 ૩૮ સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
mezbah dari emas, minyak upacara, dupa harum, tirai pintu Kemah,
39 ૩૯ પિત્તળની વેદી, તેની પિત્તળની બનાવેલી જાળી, તેના દાંડા અને તેનાં બધાં સાધનો, હોજ તથા તેનું તળિયું બનાવ્યાં.
mezbah perunggu dengan anyaman kawat dari perunggu, kayu pengusung dan segala perlengkapannya; bak tempat membasuh dengan alasnya,
40 ૪૦ આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં.
layar-layar untuk pelataran dan tiang-tiang serta alasnya, tirai pintu gerbang pelataran serta tali-temalinya, patok-patok Kemah; semua perabot yang dipakai di dalam Kemah,
41 ૪૧ પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.
dan pakaian ibadat untuk para imam pada waktu mereka bertugas di Ruang Suci dan pakaian khusus untuk Harun dan anak-anaknya.
42 ૪૨ યહોવાહે મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇઝરાયલીઓએ પૂર્ણ કર્યું હતું.
Orang Israel telah melakukan semua pekerjaan itu seperti yang diperintahkan TUHAN kepada Musa.
43 ૪૩ મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાહના જણાવ્યા મુજબ બનાવ્યું છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.
Musa memeriksa segalanya dan melihat bahwa mereka telah membuatnya tepat seperti yang diperintahkan TUHAN. Lalu Musa memberkati mereka.

< નિર્ગમન 39 >