< સભાશિક્ષક 1 >

1 યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
Lời của người truyền đạo, con trai của Ða-vít, vua tại Giê-ru-sa-lem.
2 સભાશિક્ષક કહે છે કે. “વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
Người truyền đạo nói: Hư không của sự hư không, hư không của sự hư không, thảy đều hư không.
3 જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?
Các việc lao khổ loài người làm ra dưới mặt trời, thì được ích lợi chi?
4 એક પેઢી જાય છે અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
Ðời nầy qua, đời khác đến; nhưng đất cứ còn luôn luôn.
5 સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
Mặt trời mọc, mặt trời lặn, nó lật đật trở về nơi nó mọc.
6 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
Gió thổi về hướng nam, kế xây qua hướng bắc; nó xây đi vần lại không ngừng, rồi trở về vòng cũ nó.
7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
Mọi sông đều đổ vào biển, song không hề làm đầy biển; nơi mà sông thường chảy vào, nó lại chảy về đó nữa.
8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.
Muôn vật thảy đều lao khổ, loài người không thế nói ra được; mắt không hề chán ngó, tai chẳng hề nhàm nghe.
9 જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.
Ðiều chi đã có, ấy là điều sẽ có; điều gì đã làm, ấy là điều sẽ làm nữa; chẳng có điều gì mới ở dưới mặt trời.
10 ૧૦ શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે”? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.
Nếu có một vật chi mà người ta nói rằng: Hãy xem, cái nầy mới, vật ấy thật đã có rồi trong các thời đời trước ta.
11 ૧૧ ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું, કંઈ પણ સ્મરણ પણ હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
Người ta chẳng nhớ các đời trước, và các đời sau những người đến sau cũng sẽ chẳng nhớ đến nữa.
12 ૧૨ હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
Ta là người truyền đạo, đã làm vua Y-sơ-ra-ên tại Giê-ru-sa-lem.
13 ૧૩ પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
Ta chuyên lòng lấy sự khôn ngoan mà tra khảo mọi việc làm ra dưới trời; ấy là một việc lao khổ mà Ðức Chúa Trời đã giao cho loài người để lo làm.
14 ૧૪ પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
Ta đã xem thấy mọi việc làm ra dưới mặt trời; kìa, thảy đều hư không, theo luồng gió thổi.
15 ૧૫ જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!
Vật chi đã cong vẹo không thể ngay lại được, và vật gì thiếu không thể đếm được.
16 ૧૬ મેં સ્વયં પોતાને કહ્યું કે, “જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”
Ta nói trong lòng rằng: Nầy, ta đã được sự khôn ngoan lớn hơn hết thảy những người ở trước ta tại Giê-ru-sa-lem; thật lòng ta đã thấy nhiều sự khôn ngoan và tri thức.
17 ૧૭ પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
Ta cũng chuyên lòng học biết sự khôn ngoan, và biết sự ngu dại điên cuồng; ta nhìn biết điều đó cũng là theo luồng gió thổi.
18 ૧૮ કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.
Vì nếu sự khôn ngoan nhiều, sự phiền não cũng nhiều; ai thêm sự tri thức ắt thêm sự đau đớn.

< સભાશિક્ષક 1 >