< પુનર્નિયમ 6 >

1 હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે:
Now this is the commandment, the statutes, and the ordinances, which the LORD your God commanded to teach you, that you might do them in the land where you go over to possess it;
2 તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.
that you might fear the LORD your God, to keep all his statutes and his commandments, which I command you, you, and your son, and your son's son, all the days of your life; and that your days may be prolonged.
3 માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.
Hear therefore, Israel, and observe to do it; that it may be well with you, and that you may increase mightily, as the LORD, the God of your fathers, has promised to you, in a land flowing with milk and honey.
4 હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે.
Hear, Israel: the LORD is our God, the LORD is one.
5 અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.
And you shall love the LORD your God with all your heart, and with all your soul, and with all your might.
6 આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત: કરણમાં રાખ.
These words, which I command you this day, shall be on your heart;
7 અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
and you shall teach them diligently to your children, and shall talk of them when you sit in your house, and when you walk by the way, and when you lie down, and when you rise up.
8 તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.
You shall bind them for a sign on your hand, and they shall be for symbols between your eyes.
9 અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
You shall write them on the door posts of your house, and on your gates.
10 ૧૦ અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી.
It shall be, when the LORD your God shall bring you into the land which he swore to your fathers, to Abraham, to Isaac, and to Jacob, to give you, great and goodly cities, which you did not build,
11 ૧૧ અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ.
and houses full of all good things, which you did not fill, and cisterns dug out, which you did not dig, vineyards and olive trees, which you did not plant, and you shall eat and be full;
12 ૧૨ ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.
then beware lest you forget the LORD, who brought you forth out of the land of Egypt, out of the house of bondage.
13 ૧૩ યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ.
You shall fear the LORD your God; and you shall serve him only, and you shall cling to him, and take oaths by his name.
14 ૧૪ તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ.
You shall not go after other gods, of the gods of the peoples who are around you;
15 ૧૫ કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.
for the LORD your God in the midst of you is a jealous God; lest the anger of the LORD your God be kindled against you, and he destroy you from off the face of the earth.
16 ૧૬ જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ.
Do not test the LORD your God, as you tested him at Massah.
17 ૧૭ તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
You shall diligently keep the commandments of the LORD your God, and his testimonies, and his statutes, which he has commanded you.
18 ૧૮ અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને
You shall do that which is right and good in the sight of the LORD; that it may be well with you, and that you may go in and possess the good land which the LORD swore to your fathers,
19 ૧૯ જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
to thrust out all your enemies from before you, as the LORD has spoken.
20 ૨૦ ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; “યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?”
When your son asks you in time to come, saying, "What do the testimonies, the statutes, and the ordinances, which the LORD our God has commanded you mean?"
21 ૨૧ ત્યારે તું તારા દીકરાને કહેજે કે, “અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા,
then you shall tell your son, "We were Pharaoh's bondservants in Egypt: and the LORD brought us out of Egypt with a mighty hand;
22 ૨૨ અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા;
and the LORD showed great and awesome signs and wonders on Egypt, on Pharaoh, and on all his house, before our eyes;
23 ૨૩ તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.
and he brought us out from there, that he might bring us in, to give us the land which he swore to our fathers.
24 ૨૪ આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ.
The LORD commanded us to do all these statutes, to fear the LORD our God, for our good always, that he might preserve us alive, as at this day.
25 ૨૫ યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.”
It shall be righteousness to us, if we observe to do all this commandment before the LORD our God, as he has commanded us."

< પુનર્નિયમ 6 >