< પુનર્નિયમ 5 >

1 મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.
মোশি সমস্ত ইস্রায়েলীকে ডেকে বললেন: হে ইস্রায়েল, শোনো, আজ আমি তোমাদের কাছে অনুশাসন ও বিধানগুলি ঘোষণা করছি। সেগুলি শিখে নিয়ো এবং যত্নের সঙ্গে পালন কোরো।
2 યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.
আমাদের ঈশ্বর সদাপ্রভু হোরেবে আমাদের সঙ্গে এক নিয়ম স্থাপন করেছিলেন।
3 યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
সদাপ্রভু আমাদের পূর্বপুরুষদের সঙ্গে সেই নিয়ম স্থাপন করেননি, করেছিলেন আমাদের কাছে, আজ আমরা যারা এখানে বেঁচে আছি আমাদের সকলের কাছে।
4 યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
সদাপ্রভু সেই পাহাড়ের উপরে আগুনের মধ্য থেকে তোমাদের মুখোমুখি হয়ে কথা বলেছিলেন।
5 તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.
(সেই সময় আমিই তোমাদের সদাপ্রভুর কথা প্রকাশ করার জন্য সদাপ্রভুর ও তোমাদের মাঝে দাঁড়িয়েছিলাম, কেননা তোমরা আগুনের ভয়ে পাহাড়ের উপর ওঠোনি।) এবং তিনি বললেন:
6 ‘ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
“আমিই তোমার ঈশ্বর সেই সদাপ্রভু, যিনি তোমাকে মিশর থেকে, ক্রীতদাসত্বের সেই দেশ থেকে বের করে এনেছেন।
7 મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.
“আমার সামনে তুমি অন্য কোনও দেবতা রাখবে না।
8 તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.
নিজের জন্য তুমি ঊর্ধ্বস্থ স্বর্গের বা অধঃস্থ পৃথিবীর বা জলরাশির তলার কোনো কিছুর আকৃতিবিশিষ্ট কোনও প্রতিমা তৈরি করবে না।
9 તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,
তুমি তাদের কাছে মাথা নত করবে না বা তাদের আরাধনা করবে না; কারণ আমি, তোমার ঈশ্বর সদাপ্রভু, এক ঈর্ষান্বিত ঈশ্বর, বাবা-মার করা পাপের কারণে সন্তানদের শাস্তি দিই, যারা আমাকে ঘৃণা করে তাদের তৃতীয় ও চতুর্থ প্রজন্ম পর্যন্ত দিই,
10 ૧૦ અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.
কিন্তু যারা আমাকে ভালোবাসে ও আমার আজ্ঞাগুলি পালন করে, হাজার প্রজন্ম পর্যন্ত তাদের প্রতি ভালোবাসা দেখাই।
11 ૧૧ તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
তোমার ঈশ্বর সদাপ্রভুর নামের অপব্যবহার কোরো না, কারণ যে কেউ তাঁর নামের অপব্যবহার করে সদাপ্রভু তাকে নির্দোষ প্রতিপন্ন করবেন না।
12 ૧૨ યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.
তোমার ঈশ্বর সদাপ্রভু তোমাকে যেমন আদেশ করেছেন, তেমনি করে বিশ্রামদিন পালন করে পবিত্র রেখো।
13 ૧૩ છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
ছয় দিন তুমি পরিশ্রম করবে ও তোমার সব কাজকর্ম করবে,
14 ૧૪ પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
কিন্তু সপ্তম দিনটি তোমার ঈশ্বর সদাপ্রভুর উদ্দেশে বিশ্রামদিন। সেদিন তুমি, তোমার ছেলে বা মেয়ে, তোমার দাস বা দাসী, তোমার বলদ বা তোমার গাধা বা অন্য কোনও পশুপাল বা তোমার নগরে বসবাসকারী কোনো বিদেশি, কেউ কোনও কাজ কোরো না, যেন তোমার দাস বা দাসী বিশ্রাম পায়, যেমন তুমিও পাও।
15 ૧૫ યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
মনে রেখো যে তোমরা মিশরে দাস ছিলে এবং তোমার ঈশ্বর সদাপ্রভু বলবান হাত ও বিস্তারিত বাহু দিয়ে সেখান থেকে তোমাকে বের করে এনেছেন। সেইজন্যই তোমার ঈশ্বর সদাপ্রভু তোমাকে বিশ্রামদিন পালন করার আদেশ দিয়েছেন।
16 ૧૬ ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય.
তোমার বাবাকে ও তোমার মাকে সম্মান কোরো, যেমন তোমার ঈশ্বর সদাপ্রভু তোমাকে আদেশ দিয়েছেন, যেন তুমি সেই দেশে দীর্ঘকাল বেঁচে থাকতে পারো ও তোমার মঙ্গল হয়, যে দেশ তোমার ঈশ্বর সদাপ্রভু তোমাকে দিচ্ছেন।
17 ૧૭ તું હત્યા ન કર.
তুমি নরহত্যা কোরো না।
18 ૧૮ તું વ્યભિચાર ન કર.
তুমি ব্যভিচার কোরো না।
19 ૧૯ તું ચોરી ન કર.
তুমি চুরি কোরো না।
20 ૨૦ તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
তুমি তোমার প্রতিবেশীর বিরুদ্ধে মিথ্যা সাক্ষ্য দিয়ো না।
21 ૨૧ ‘તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.’”
তুমি তোমার প্রতিবেশীর স্ত্রীর উপর লোভ কোরো না। তোমার প্রতিবেশীর বাড়ি বা জমিতে, তার দাস বা দাসীর, তার বলদের বা গাধার, বা তোমার প্রতিবেশীর অধিকারভুক্ত কোনো কিছুর প্রতি লোভ কোরো না।”
22 ૨૨ આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
সেই পাহাড়ের উপর আগুন, মেঘ ও ঘোর অন্ধকারের মধ্য থেকে সদাপ্রভু এই আজ্ঞাগুলি তোমাদের সকলের কাছে জোরে ঘোষণা করেছিলেন; এবং তিনি আর কিছু যোগ করেননি। পরে তিনি সেগুলি দুটি পাথরের ফলকের উপর লিখে আমার কাছে দিয়েছিলেন।
23 ૨૩ પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા.
যখন তোমরা অন্ধকারের মধ্য থেকে সেই আওয়াজ শুনতে পেয়েছিলে, এবং আগুনে পাহাড় জ্বলছিল, তখন তোমাদের সব গোষ্ঠীর নেতারা ও প্রাচীনেরা আমার কাছে এসেছিলে।
24 ૨૪ તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.
আর তোমরা বলেছিলে, “আমাদের ঈশ্বর সদাপ্রভু আমাদের তাঁর প্রতাপ ও মহিমা দেখিয়েছেন, আর আমরা আগুনের মধ্য থেকে তাঁর রব শুনেছি। আজ আমরা দেখলাম যে মানুষের সঙ্গে ঈশ্বর কথা বললেও সে বাঁচতে পারে।
25 ૨૫ તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.
কিন্তু এখন আমরা কেন মারা পড়ব? এই আগুন আমাদের পুড়িয়ে ফেলবে, এবং আমরা যদি আমাদের ঈশ্বর সদাপ্রভুর রব আরও শুনি তাহলে মারা পড়ব।
26 ૨૬ પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?
মানুষের মধ্যে এমন কে আছে যে আমাদের মতো করে আগুনের মধ্য থেকে জীবন্ত ঈশ্বরের রব শুনবার পরেও বেঁচে আছে?
27 ૨૭ તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’”
আমাদের ঈশ্বর সদাপ্রভু যা বলছেন, আপনি কাছে গিয়ে তা শুনে আসুন। পরে আমাদের ঈশ্বর সদাপ্রভু আপনাকে যা বলবেন তা আমাদের বলবেন। আমরা তা শুনব ও বাধ্য হব।”
28 ૨૮ જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.
তোমরা যখন আমার সঙ্গে কথা বলছিলে তখন সদাপ্রভু তোমাদের কথা শুনেছিলেন এবং সদাপ্রভু আমাকে বলেছিলেন, “লোকে তোমাকে যা বলেছে আমি তা শুনেছি। তারা যা বলেছে সবই ভালো।
29 ૨૯ જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે.
আহা, সবসময় আমাকে ভয় করতে ও আমার আজ্ঞা পালন করতে যদি তাদের এরকম মনের ইচ্ছা থাকে, তাহলে তাদের ও তাদের সন্তানদের চিরকাল মঙ্গল হবে!
30 ૩૦ જા, તેઓને કહે કે, “તમે તમારા તંબુઓમાં પાછા જાઓ.”
“যাও, তাদের বলো নিজেদের তাঁবুতে ফিরে যেতে।
31 ૩૧ પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
কিন্তু তুমি আমার সঙ্গে থাকো যেন আমি তোমাকে সমস্ত আদেশ, অনুশাসন ও বিধান দিতে পারি যেগুলি তুমি তাদের শেখাবে যেন অধিকার করার জন্য যে দেশ আমি আদের দিতে যাচ্ছি সেখানে তারা সেগুলি পালন করে।”
32 ૩૨ માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.
অতএব তোমাদের ঈশ্বর সদাপ্রভু তোমাদের যে আদেশ দিয়েছেন সেগুলি যত্নের সঙ্গে পালন কোরো; তার ডানদিকে বা বাঁদিকে যাবে না।
33 ૩૩ જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
যাতে তোমরা বাঁচতে পারো এবং তোমাদের মঙ্গল হয় আর যে দেশ তোমরা অধিকার করবে সেখানে অনেক দিন বেঁচে থাকতে পারো সেইজন্য তোমাদের ঈশ্বর সদাপ্রভু যে যে পথে তোমাদের চলবার আদেশ দিয়েছেন তোমরা সেইসব পথেই চলবে।

< પુનર્નિયમ 5 >