< ક્લોસ્સીઓને પત્ર 2 >

1 હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,
我想让你们知道我是多么的努力工作,为了你们、为了老底嘉的人们,事实上还为那些不曾见过面的人们。
2 તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.
我的努力是为了让你们能够受到鼓舞,让你们在爱中彼此联系,可以凭借领悟而感到完全的确信,以此获得巨大的益处,因为这才是上帝带来的真正知识。希望你们知道,上帝显化的奥秘,那就是耶稣!
3 તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
通过耶稣,你们可以发现一切智慧和知识。
4 કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.
我说这些话,免得有人用花言巧语欺骗你们。
5 કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.
我的身体虽然没有和你们在一起,灵却与你们同在。很高兴看见团结在一起,坚定地信基督。
6 તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો,
一如你们如何接受基督耶稣为主,就按照这种方式追随他,
7 તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.
以他为根基,以他进行修建。希望你们对他的信能继续变得更强壮,遵循一直向你们教导的,对上帝充满感激。
8 સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.
要小心,不要哪些不遵循基督、而是按照人的传统和世俗言论,皆有其哲学和骗人的空谈,奴役你们。
9 કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
因为上帝神圣本性,以基督身体的形式完整存在,
10 ૧૦ તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
你们也因他而完整。他远远高于所有执政掌权者。
11 ૧૧ જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.
通过它,你们接受了“割礼”,但并非由人手进行,而是通过基督提供的割礼,从人类罪的天性中获得自由。
12 ૧૨ તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
你们在洗礼中已与他埋葬在一起,也因信上帝将基督从死人中复活的行为,与耶稣一同复活了。
13 ૧૩ તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
尽管你们因罪和肉体未受割礼而死亡,但上帝让你们与基督一起复活,上帝赦免了我们的一切罪。
14 ૧૪ અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.
他根据那用于反对我们的律法,抹去了我们的债;他把这障碍钉在十字架上,以此将其移除。
15 ૧૫ રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.
他废除了精神统治者和掌权者的权利,将他们的真正的样子公开显示,用胜利彻底征服他们。
16 ૧૬ તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.
所以不要让任何人因你们所选择遵循的饮食、宗教节日、新的拜月仪式或安息日庆祝,而批评你们。
17 ૧૭ તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.
这些不过是即将到来之事的影子,因为那真正的现实就是基督。
18 ૧૮ નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
不要让人通过欺骗夺去你们的奖赏,他们坚持让你们故作谦卑或敬拜天使。他们说自己曾看到过异像,所以就认为自己好于任何人,他们的有罪思想也变得如此自负,令人可笑。
19 ૧૯ તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
这样的人并没有与自己的头连接,没有用头指导身体,没有通过身体的关节和筋络获得滋养,连接在一起。因为身体是连接在一起的,按照上帝希望它成长的方式成长。
20 ૨૦ જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?
你们若与基督一同死去,摆脱世俗强加给你们的宗教要求,为什么好像仍然是这个世界的一部分,仍然要受这些要求的摆布,
21 ૨૧ ‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”
比如“不可拿、不可尝、不可触”的要求?
22 ૨૨ એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.
这些要求所指,是一经使用就会坏掉的东西。这些规条是照着人的要求和教训而定。
23 ૨૩ તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
对于那些以自我为中心敬拜之人、故作谦卑之人和“苦修身体”之人,这些规则似乎合情合理。但事实上,它们在应对所有罪恶欲望方面,没有任何帮助。

< ક્લોસ્સીઓને પત્ર 2 >