< પ્રેરિતોનાં કૃત્યો 22 >

1 ‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’”
“Brother and fathers,” he said, “Please listen as I give my defense before you.”
2 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,
When they heard him speaking to them in Aramaic, they became very quiet.
3 ‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
“I am a Jew, born in Tarsus in Cilicia,” he began. “However, I was brought up here in this city, and sat at the feet of Gamaliel. I was taught to strictly observe the law of our fathers. I was zealous for God, just like all of you here today,
4 વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
and I persecuted the people of this Way—having them put to death, and imprisoning both men and women.
5 પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ (એ વિષે) મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
As the high priest and the council of the elders can also verify, I received from them letters of authorization addressed to the Jewish brothers in Damascus, and went there to arrest these people and bring them as prisoners to Jerusalem to be punished.
6 હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
At around noon, while I was on my way and approaching Damascus, suddenly a bright light from heaven shone all around me.
7 ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
I fell to the ground, and I heard a voice saying to me, ‘Saul, Saul, why are you persecuting me?’
8 ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’”
‘Who are you, Lord?’ I answered. ‘I am Jesus of Nazareth, the one you are persecuting,’ he told me.
9 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.
Those who were traveling with me did see the light, but they didn't hear the voice that spoke to me.
10 ૧૦ ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
‘What shall I do, Lord?’ I asked. The Lord told me, ‘Get up and go into Damascus, and there you'll be told everything that's arranged for you to do.’
11 ૧૧ તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
Since I couldn't see because of the brightness of the light, those who were with me led me by the hand into Damascus.
12 ૧૨ અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.
There a man called Ananias came to see me. He was a religious man who observed the law, and was highly respected by the Jews who lived in the town.
13 ૧૩ તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
He stood in front of me and said, ‘Brother Saul, receive back your sight.’ At that very moment I could see again, and I looked at him.
14 ૧૪ પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
He told me, ‘The God of our fathers has appointed you to know his will, to see the one who is truly good and right, and to listen to what he has to say to you.
15 ૧૫ કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
You will testify for him to everyone about what you have seen and heard. So what are you waiting for?
16 ૧૬ હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
Get up, be baptized, and wash away your sins as you call on his name.’
17 ૧૭ પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,
I returned to Jerusalem, and as I was praying in the Temple, I fell into a trance.
18 ૧૮ (પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”
I saw a vision of the Lord telling me, ‘Hurry! You need to leave Jerusalem quickly, because they will not accept what you are telling them about me.’
19 ૧૯ ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;
I replied, ‘Lord, they certainly know that I went from synagogue to synagogue, beating and imprisoning those who trusted in you.
20 ૨૦ તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’”
When Stephen was killed for testifying about you I was standing there in full agreement with those who killed him, holding their coats for them.’
21 ૨૧ ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”
The Lord told me, ‘Leave now, for I am sending you far away to the foreigners.’”
22 ૨૨ તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.
Up until this point they had listened to what he was saying, but then they started shouting, “Get rid of this man from the earth—he doesn't deserve to live!”
23 ૨૩ તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
They screamed and tore off their coats and threw dust into the air.
24 ૨૪ ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
The commander ordered Paul brought into the fortress, and gave orders for him to be interrogated by flogging so he could find out the reason people were shouting so much against Paul.
25 ૨૫ તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’
As they stretched him out and tied him down to flog him, Paul asked the centurion standing there, “Is it legal to flog a Roman citizen who hasn't had a trial?”
26 ૨૬ સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”
When the centurion heard what Paul said, he went to the commander and asked him, “What are you doing? This man is a Roman citizen.”
27 ૨૭ ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’”
The commander came, and asked Paul, “Tell me, are you a Roman citizen?” Paul replied, “Yes I am.”
28 ૨૮ ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’”
“I paid a lot of money to buy Roman citizenship,” said the commander. “But I was born a citizen,” Paul replied.
29 ૨૯ ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
Those who were about to interrogate Paul left immediately. The commander was worried when he found out that Paul was a Roman citizen because he had placed him in chains.
30 ૩૦ યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.
The next day, wanting to find out the reason why the Jews were accusing Paul, he had him released and taken before the chief priests and the whole council which he ordered to assemble. He had Paul brought down and placed him before them.

< પ્રેરિતોનાં કૃત્યો 22 >