< પિતરનો પહેલો પત્ર 5 >

1 તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
I want to encourage the elders among you. I'm also an elder, a witness to Christ's sufferings, and I will share in the glory that is to come.
2 ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.
Look after God's flock you have been given to care for, watching over it not because you're forced to, but gladly, as God wants you to. Do this willingly, not looking to make a profit from it.
3 વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ,
Don't be arrogant, lording it over those who have been put in your care, but be an example to the flock.
4 જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી પણ કરમાઈ ન જનાર મહિમાનો મુગટ તમે પામશો.
When the chief Shepherd appears, you will receive a glorious crown that will never fade.
5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે.
Young people, do what the elders tell you. Indeed all of you should serve one another in humility, because “God is against the proud, but favors the humble.”
6 એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે.
Humble yourself before God's powerful hand so that he will lift you up at the appropriate time.
7 તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
Surrender all your worries to him, because he cares for you.
8 સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
Be responsible, and stay alert. The devil, your enemy, is prowling around like a roaring lion looking for someone to devour.
9 તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
Stand firm against him, trusting in God. Remember that your fellow-believers around the world are going through similar troubles.
10 ૧૦ સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. (aiōnios g166)
After you have suffered for a little while, the God of all grace who called you into his eternal glory in Christ, will himself restore you, support you, strengthen you, and give you a solid foundation. (aiōnios g166)
11 ૧૧ તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન. (aiōn g165)
To him be power forever and ever! Amen. (aiōn g165)
12 ૧૨ સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે.
With the help of Silvanus, whom I consider a trustworthy brother, I send this letter to you. In these few words I've written I want to encourage you and testify that this is the true grace of God. Stand firm in God's grace!
13 ૧૩ બાબિલમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે.
The believers here in “Babylon,” chosen together with you, send their greetings to you, as does Mark, my son.
14 ૧૪ તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.
Greet each other with a kiss of love. Peace to all of you who are in Christ.

< પિતરનો પહેલો પત્ર 5 >