< 1 કાળવ્રત્તાંત 14 >

1 પછી તૂરના રાજા હીરામે, દાઉદને માટે મહેલ બાંધવા સારુ તેની પાસે સંદેશાવાહકો સાથે દેવદાર વૃક્ષ, કડિયા તથા સુતારો મોકલ્યા.
Hiram rei de Tiro enviou mensageiros a David com cedros, pedreiros e carpinteiros, para construir-lhe uma casa.
2 દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
David percebeu que Yahweh o havia estabelecido rei sobre Israel, pois seu reino era altamente exaltado, por causa de seu povo Israel.
3 યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો.
David levou mais esposas em Jerusalém, e David se tornou o pai de mais filhos e filhas.
4 યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
Estes são os nomes dos filhos que ele teve em Jerusalém: Shammua, Shobab, Nathan, Salomão,
5 ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
Ibhar, Elishua, Elpelet,
6 નોગા, નેફેગ, યાફીઆ,
Nogah, Nepheg, Japhia,
7 અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.
Elishama, Beeliada, e Eliphelet.
8 હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો.
Quando os filisteus ouviram que Davi foi ungido rei sobre todo Israel, todos os filisteus subiram em busca de Davi; e Davi ouviu falar disso, e saiu contra eles.
9 હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.
Agora os filisteus tinham vindo e feito uma incursão no vale de Rephaim.
10 ૧૦ પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, “શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?” યહોવાહે તેને કહ્યું, “આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ.”
Davi perguntou a Deus, dizendo: “Devo eu ir contra os filisteus? Você vai entregá-los em minhas mãos?” Yahweh disse-lhe: “Sobe; porque eu os entregarei em tuas mãos”.
11 ૧૧ તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે.” તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું.
Então eles chegaram até Baal Perazim, e David os derrotou lá. David disse: Deus quebrou meus inimigos pela minha mão, como se as águas estourassem. Portanto, eles chamaram o nome daquele lugar de Baal Perazim.
12 ૧૨ પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા.
Eles deixaram seus deuses lá; e David deu uma ordem, e eles foram queimados com fogo.
13 ૧૩ પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી.
Os filisteus fizeram outra incursão no vale.
14 ૧૪ તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતૂરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે.
David perguntou novamente a Deus; e Deus lhe disse: “Você não subirá atrás deles”. Afaste-se deles, e venha sobre eles em frente às amoreiras.
15 ૧૫ જ્યારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય, ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે. કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.”
Quando você ouvir o som de marcha no topo das amoras, então saia para a batalha; pois Deus saiu diante de você para atacar o exército dos filisteus”.
16 ૧૬ ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.
David fez como Deus lhe ordenou; e eles atacaram o exército dos filisteus de Gibeon até mesmo para Gezer.
17 ૧૭ પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.
A fama de Davi foi para todas as terras; e Yahweh trouxe o medo dele para todas as nações.

< 1 કાળવ્રત્તાંત 14 >