< Psalm 6 >

1 Auf den Siegesspender, mit Saitenspiel, ein Gesang, ein Lied, von David. Herr! Straf mich nicht in Deinem Zorn! In Deinem Grimme züchtige mich nicht!
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
2 Herr! Sei mir gnädig! Ich vergehe, Herr! Verschone mich! Erschüttert ist mein Leib.
હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
3 Die Seele ist mir ganz verwirrt. Und Du, Herr, ach wie lange noch?
મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
4 Noch einmal rette mir du Leben, Herr! Hilf mir um Deiner Gnade willen!
હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
5 Im Tode denkt man Deiner nicht. Wer lobte Dich im Schattenreich? - (Sheol h7585)
કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? (Sheol h7585)
6 Von meinem Seufzen bin ich müde; ich bade jede Nacht mein Bett und netze meine Ruhestatt mit Tränen.
હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
7 Vor Kummer schlaflos ist mein Auge beim Blick auf alle meine Widersacher.
રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
8 Weicht, Übeltäter all', von mir! Mein lautes Weinen hört der Herr.
ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
9 Mein Flehen hört der Herr; der Herr nimmt meine Bitte an.
યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
10 Beschämt, bestürzt sei'n alle meine Feinde! Zurück! In einem Augenblicke seien sie zuschanden!
૧૦મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

< Psalm 6 >