< Exodus 11 >

1 Then said Yahweh unto Moses—Yet one plague, will I bring in upon Pharaoh and upon Egypt, after that, he will let you go from hence, —when he doth let you go, he will, altogether drive, you out from hence.
ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.
2 Speak, I pray you, in the ears of the people, —and let them ask—every man of his neighbour, and every woman of her neighbour, articles of silver and articles of gold.
તમે ઇઝરાયલીઓને કહેજો કે; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસેથી સોનાચાંદીના ઘરેણાં માગી લે.’
3 And Yahweh gave the people favour, in the eyes of the Egyptians, —even the man Moses himself, was exceeding great in the land of Egypt, —in the eyes of Pharaoh’s servants and in the eyes of the people.
પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. ફારુનના ચાકરો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો.”
4 And Moses said, Thus saith Yahweh, —About midnight, am, I, going forth in the midst of Egypt;
મૂસાએ લોકોને કહ્યું, “યહોવાહ એવું કહે છે કે, ‘આજે મધ્યરાત્રિએ હું મિસરમાં ફરીશ.’
5 then shall every firstborn in the land of Egypt die, from the firstborn of Pharaoh who is sitting on his throne, unto the firstborn of the handmaid who is behind the two millstones, —and every firstborn of beasts;
અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત પછી તે રાજ્યાસન પર બિરાજનાર ફારુનનો પ્રથમજનિત હોય કે ઘંટીએ દળણાં દળનારી દાસીનો પ્રથમજનિત હોય તે સર્વ મૃત્યુ પામશે.’”
6 then shall there be a great outcry, in all the land of Egypt, —such, as never was and, such, as shall not be again.
અને સમગ્ર મિસર દેશમાં અગાઉ કદી પણ થઈ ના હોય એવી ભારે રડારોળ સર્જાશે. એવું આક્રંદ ભવિષ્યમાં ફરીથી કદી થશે નહિ.
7 But against none of the sons of Israel, shall a dog sharpen his tongue, neither against man nor beast, —that ye may know that Yahweh maketh a difference between Egypt and Israel.
પરંતુ ઇઝરાયલના કોઈ પણ મનુષ્ય કે જાનવરનું કોઈ નામ લઈ શકશે નહિ. તેઓની સામે કૂતરા પણ જીભ હલાવશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવાહ મિસરીઓ તથા ઇઝરાયલપુત્રો વચ્ચે ભેદ રાખે છે.
8 So shall all these thy servants come down unto me and bow themselves down to me saying—Go forth, thou and all the people who are in thy footsteps, and after that, will I go forth. And he went forth from Pharaoh, in a heat of anger.
પછી તમારા આ બધા જ ચાકરો મારી પાસે આવશે. મને પગે લાગશે. અને કહેશે કે, તમે તથા તમારા બધા લોકો જતા રહો. અને ત્યારપછી જ હું તો અહીંથી જવાનો છું. પછી મૂસા કોપાયમાન થઈને ફારુનની પાસેથી જતો રહ્યો.”
9 And Yahweh had said unto Moses, Pharaoh will not hearken unto you, —that my wonders may be multiplied in the land of Egypt.
પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુને તમારી વાત કેમ સાંભળી નહિ? એ માટે કે હું મિસર દેશમાં વધારે ચમત્કારો બતાવી શકું.”
10 So then, Moses and Aaron, did all these wonders before Pharaoh, —but Yahweh let Pharaoh’s heart wax bold, and he did not let the sons of Israel go out of his land.
૧૦તેથી મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાહે ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇઝરાયલીઓને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.

< Exodus 11 >