< Acts 8 >

1 Saul approved of his killing. On that very day terrible persecution broke out against the church in Jerusalem, and everyone except for the apostles were scattered throughout Judea and Samaria.
શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.
2 (Some faithful followers of God buried Stephen, with great mourning.)
ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.
3 But Saul set about destroying the church, going from house to house, dragging both men and women off to prison.
પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.
4 Those who had been scattered spread the word wherever they went.
જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.
5 Philip went to the town of Samaria, and told them about the Messiah.
ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.
6 When the crowds heard what Philip was saying and saw the miracles he did they all paid attention to what he was telling them.
ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.
7 Many were freed from possession by evil spirits that screamed as they came out, and many who were lame or disabled were healed.
કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા.
8 The people who lived in the city were overjoyed.
અને તે શહેરમાં બહુ આનંદ થયો.
9 Now there was a man named Simon who lived in the city. He practiced sorcery. He claimed that he was someone very important, and had astounded the people of Samaria
પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરુનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો;
10 so they all paid attention to him. From the lowest to the highest in society they said, “This man is ‘God the Great Power.’”
૧૦તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.
11 They were impressed by him because he had amazed them with his magic for so long.
૧૧તેણે ઘણાં સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.
12 But when they believed in what Philip told them about the good news about the kingdom of God and the name of Jesus Christ, they were baptized, both men and women.
૧૨પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.
13 Simon too believed and was baptized. He accompanied Philip, amazed at the miraculous signs and wonders he saw.
૧૩સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
14 When the apostles back in Jerusalem heard that the people of Samaria had accepted the word of God, they sent Peter and John to visit them.
૧૪હવે સમરુનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.
15 When they arrived they prayed for the converts in Samaria to receive the Holy Spirit.
૧૫તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે;
16 The Holy Spirit hadn't come to any of these converts yet—they had only been baptized in the name of the Lord Jesus.
૧૬કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
17 The apostles placed their hands on them, and they received the Holy Spirit.
૧૭પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
18 When Simon saw that the Holy Spirit was given when the apostles placed their hands on people, he offered them money.
૧૮હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
19 “Give me this power, too,” he asked them, “so that anyone I place my hands on will receive the Holy Spirit.”
૧૯તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
20 “May your money be destroyed together with you for thinking God's gift is something that can be bought!” Peter replied.
૨૦પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
21 “You're not part of any of this. None of this work belongs to you, because in God's eyes your attitude is totally wrong.
૨૧આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
22 Repent of your evil ways! Pray to the Lord and ask forgiveness for thinking like this.
૨૨માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.
23 I can see that you are full of bitter envy, and chained down by your sin.”
૨૩કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.
24 “Please pray for me, that nothing you've said may happen to me!” Simon replied.
૨૪ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો.
25 After they had given their testimony and shared the word of the Lord, they returned to Jerusalem, sharing the good news in many Samaritan villages along the way.
૨૫હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
26 An angel of the Lord told Philip, “Get ready and go south to the desert road that leads from Jerusalem to Gaza.”
૨૬હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.
27 So Philip set out, and met an Ethiopian man, a eunuch who had a high position in the service of the Kandake, Queen of Ethiopia. He was her chief treasurer. He had gone to Jerusalem to worship there, and
૨૭તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો.
28 was returning from his trip, sitting in his chariot. He was reading out loud from the book of the prophet Isaiah.
૨૮તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.
29 The Spirit told Philip, “Go over close to the chariot.”
૨૯આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.
30 So Philip ran over, and heard the man reading from the prophet Isaiah. “Do you understand what you're reading?” Philip asked him.
૩૦ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે?
31 “How can I, unless someone explains it?” the man replied. He invited Philip to get in and sit beside him.
૩૧ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.
32 The Scripture passage he was reading was this: “He was led like a sheep to be slaughtered. Like a lamb is silent in front of his shearer, he didn't say a word.
૩૨શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;
33 He was humiliated and denied justice. No one can speak of his descendants, for his life came to an end.”
૩૩તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”
34 The eunuch asked Philip, “Tell me, who is the prophet talking about? Is it himself, or someone else?”
૩૪ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?
35 Philip started explaining, beginning from this Scripture, telling him about Jesus.
૩૫ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.
36 As they continued on, they came to a stretch of water. The eunuch said, “Look, there's water here—why shouldn't I be baptized?”
૩૬માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે?
૩૭ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું.
38 He ordered that the chariot be stopped. Philip and the eunuch both went down into the water and Philip baptized him.
૩૮પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
39 When they came out of the water the Spirit of the Lord took Philip away. The eunuch never saw him again, but he continued on his way full of joy. Philip found himself at Azotus.
૩૯તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો.
40 He spread the good news in all the towns along the way until he arrived at Caesarea.
૪૦પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

< Acts 8 >