< Acts 26 >

1 Yet truly, Agrippa said to Paul, “It is permitted for you to speak for yourself.” Then Paul, extending his hand, began to offer his defense.
આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
2 “I consider myself blessed, O king Agrippa, that I am to give my defense today before you, about everything of which I am accused by the Jews,
ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;
3 especially since you know everything that pertains to the Jews, both customs and questions. Because of this, I beg you to listen to me patiently.
વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
4 And certainly, all the Jews know about my life from my youth, which had its beginning among my own people in Jerusalem.
બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
5 They knew me well from the beginning, (if they would be willing to offer testimony) for I lived according to the most determined sect of our religion: as a Pharisee.
જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
6 And now, it is in the hope of the Promise which was made by God to our fathers that I stand subject to judgment.
હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે (વચન) ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
7 It is the Promise that our twelve tribes, worshiping night and day, hope to see. About this hope, O king, I am accused by the Jews.
અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
8 Why should it be judged so unbelievable with you all that God might raise the dead?
ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
9 And certainly, I myself formerly considered that I ought to act in many ways which are contrary to the name of Jesus the Nazarene.
હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
10 This is also how I acted at Jerusalem. And so, I enclosed many holy persons in prison, having received authority from the leaders of the priests. And when they were to be killed, I brought the sentence.
૧૦મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
11 And in every synagogue, frequently while punishing them, I compelled them to blaspheme. And being all the more maddened against them, I persecuted them, even to foreign cities.
૧૧સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.
12 Thereafter, as I was going to Damascus, with authority and permission from the high priest,
૧૨એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.
13 at midday, O king, I and those who were also with me, saw along the way a light from heaven shining around me with a splendor greater than that of the sun.
૧૩ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.
14 And when we had all fallen down to the ground, I heard a voice speaking to me in the Hebrew language: ‘Saul, Saul, why are you persecuting me? It is hard for you to kick against the goad.’
૧૪ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.
15 Then I said, ‘Who are you, Lord?’ And the Lord said, ‘I am Jesus, whom you are persecuting.
૧૫ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’”
16 But rise up and stand on your feet. For I appeared to you for this reason: so that I may establish you as a minister and a witness concerning the things that you have seen, and concerning the things that I will show to you:
૧૬પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.
17 rescuing you from the people and the nations to which I am now sending you,
૧૭આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,
18 in order to open their eyes, so that they may be converted from darkness to light, and from the power of Satan to God, so that they may receive the remission of sins and a place among the saints, through the faith that is in me.’
૧૮કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”
19 From then on, O king Agrippa, I was not unbelieving to the heavenly vision.
૧૯તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.
20 But I preached, first to those who are at Damascus and at Jerusalem, and then to the entire region of Judea, and to the Gentiles, so that they would repent and convert to God, doing the works that are worthy of repentance.
૨૦પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.
21 It was for this reason that the Jews, having apprehended me when I was in the temple, attempted to kill me.
૨૧એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.
22 But having been aided by the help of God, even to this day, I stand witnessing to the small and the great, saying nothing beyond what the Prophets and Moses have said would be in the future:
૨૨પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
23 that the Christ would suffer, and that he would be the first from the resurrection of the dead, and that he would bring light to the people and to the nations.”
૨૩એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
24 While he was speaking these things and presenting his defense, Festus said with a loud voice: “Paul, you are insane! Too much studying has turned you to insanity.”
૨૪પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’”
25 And Paul said: “I am not insane, most excellent Festus, but rather I am speaking words of truth and sobriety.
૨૫પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
26 For the king knows about these things. To him also, I am speaking with constancy. For I think that none of these things are unknown to him. And neither were these things done in a corner.
૨૬કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
27 Do you believe the Prophets, O king Agrippa? I know that you believe.”
૨૭હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”
28 Then Agrippa said to Paul, “To some extent, you persuade me to become a Christian.”
૨૮ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”
29 And Paul said, “I hope to God that, both to a small extent and to a great extent, not only you, but also all those who hear me this day will become just as I also am, except for these chains.”
૨૯પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”
30 And the king rose up, and the governor, and Bernice, and those who were sitting with them.
૩૦પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
31 And when they had withdrawn, they were speaking among themselves, saying, “This man has done nothing worthy of death, nor of imprisonment.”
૩૧તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
32 Then Agrippa said to Festus, “This man could have been released, if he had not appealed to Caesar.”
૩૨ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”

< Acts 26 >