< Lukáš 4 >

1 Ježíš pak, pln byv Ducha svatého, vrátil se od Jordánu, a puzen jest v Duchu na poušť.
ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,
2 A za čtyřidceti dní pokoušín byl od ďábla, a nic nejedl v těch dnech. Ale když se skonali, potom zlačněl.
તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
3 I řekl jemu ďábel: Jestliže jsi Syn Boží, rci kamenu tomuto, ať jest chléb.
શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.
4 I odpověděl jemu Ježíš, řka: Psánoť jest: Že ne samým chlebem živ bude člověk, ale každým slovem Božím.
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
5 I vedl jej ďábel na horu vysokou, a ukázal mu všecka království okršlku země pojednou.
શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
6 A řekl jemu ďábel: Toběť dám tuto všecku moc i slávu; nebo mně dána jest, a komuž bych koli chtěl, dám ji.
શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;
7 Protož ty pokloníš-li se přede mnou, budeť všecko tvé.
માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”
8 I odpověděv Ježíš, řekl jemu: Jdi pryč ode mne, satanáši; nebo psáno jest: Pánu Bohu svému budeš se klaněti, a jemu samému sloužiti.
અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”
9 Tedy vedl jej do Jeruzaléma, a postavil ho na vrchu chrámu, a řekl mu: Jsi-li Syn Boží, pusť se odtud dolů.
તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.
10 Nebo psáno jest: Že andělům svým přikáže o tobě, aby tě ostříhali,
૧૦કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;
11 A že tě na ruce uchopí, abys neurazil o kámen nohy své.
૧૧તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”
12 A odpovídaje, dí mu Ježíš: Povědínoť jest: Nebudeš pokoušeti Pána Boha svého.
૧૨ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”
13 A dokonav všecka pokušení ďábel, odšel od něho až do času.
૧૩શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
14 I navrátil se Ježíš v moci Ducha do Galilee, a vyšla pověst o něm po vší té okolní krajině.
૧૪ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
15 A on učil v školách jejich, a slaven byl ode všech.
૧૫અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
16 I přišel do Nazaréta, kdež byl vychován, a všel podlé obyčeje svého v den sobotní do školy. I vstal, aby četl.
૧૬નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
17 I dána jemu kniha Izaiáše proroka. A otevřev knihu, nalezl místo, kdež bylo napsáno:
૧૭યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
18 Duch Páně nade mnou, proto že pomazal mne, kázati evangelium chudým poslal mne, a uzdravovati skroušené srdcem, zvěstovati jatým propuštění a slepým vidění, a propustiti ssoužené v svobodu,
૧૮‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં
19 A zvěstovati léto Páně vzácné.
૧૯તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”
20 A zavřev knihu, a vrátiv služebníku, posadil se. A všech v škole oči byly obráceny naň.
૨૦પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.
21 I počal mluviti k nim: Že dnes naplnilo se písmo toto v uších vašich.
૨૧ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’”
22 A všickni jemu posvědčovali, a divili se libým slovům, pocházejícím z úst jeho, a pravili: Zdaliž tento není syn Jozefův?
૨૨બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”
23 I dí k nim: Zajisté díte mi toto podobenství: Lékaři, uzdrav se sám. Které věci slyšeli jsme, žes činil v Kafarnaum, učiň i zde v své vlasti.
૨૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
24 I řekl jim: Amen pravím vám, žeť žádný prorok není vzácen v vlasti své.
૨૪ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
25 Ale v pravdě pravím vám, že mnoho vdov bylo za dnů Eliáše v lidu Izraelském, když zavříno bylo nebe za tři léta a za šest měsíců, a když byl hlad veliký po vší zemi,
૨૫પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
26 Však Eliáš k žádné z nich není poslán, než toliko do Sarepty Sidonské k ženě vdově.
૨૬તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
27 A mnoho malomocných bylo v lidu Izraelském za Elizea proroka, a však žádný z nich není očištěn, než Náman Syrský.
૨૭વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28 I naplněni byli všickni v škole hněvem, slyšíce to.
૨૮એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;
29 A povstavše, vyvedli jej ven z města, a vedli ho až na vrch hory, na níž město jejich bylo vzděláno, aby jej dolů sstrčili.
૨૯તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
30 Ale on bera se prostředkem jich, ušel.
૩૦પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 I sstoupil do Kafarnaum, města Galilejského, a učil je ve dny sobotní.
૩૧પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;
32 I divili se velmi učení jeho, nebo mocná byla řeč jeho.
૩૨ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.
33 Byl pak v škole člověk, mající ducha ďábelství nečistého. I zvolal hlasem velikým,
૩૩ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું કે,
34 Řka: Ach, což jest tobě do nás, Ježíši Nazaretský? Přišel jsi zatratiti nás? Znám tě, kdo jsi, že ten Svatý Boží.
૩૪‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”
35 I přimluvil jemu Ježíš, řka: Umlkniž a vyjdi od něho. A povrha jej ďábel mezi ně, vyšel od něho, a nic mu neuškodil.
૩૫ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.
36 I přišel strach na všecky, a rozmlouvali vespolek, řkouce: Jaké jest toto slovo, že v moci a síle přikazuje nečistým duchům, a vycházejí?
૩૬બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’”
37 I rozcházela se o něm pověst po všelikém místě té okolní krajiny.
૩૭આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
38 Vstav pak ze školy, všel do domu Šimonova. Svegruše pak Šimonova trápena byla těžkou zimnicí. I prosili ho za ni.
૩૮સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.
39 Tedy stoje nad ní, přimluvil zimnici, i přestala jí. A ona hned vstavši, posluhovala jim.
૩૯તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
40 Při západu pak slunce všickni, kteříž měli nemocné rozličnými neduhy, vodili je k němu, a on na jednoho každého z nich ruce vzkládav, uzdravoval je.
૪૦સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
41 Od mnohých také ďábelství vycházela, křičící a říkající: Ty jsi Kristus, Syn Boží. Ale přimlouvaje, nedopouštěl jim mluviti; nebo věděli, že jest on Kristus.
૪૧ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”
42 A jakž byl den, vyšed, bral se na pusté místo. I hledali ho zástupové, a přišli až k němu, a zdržovali ho, aby neodcházel od nich.
૪૨દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
43 On pak řekl jim: I jinýmť městům musím zvěstovati království Boží; nebo na to poslán jsem.
૪૩પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”
44 I kázal v školách Galilejských.
૪૪યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.

< Lukáš 4 >