< Psalmi 50 >

1 Psalam. Asafov. Bog nad bogovima, Jahve, govori i zove zemlju od izlaza sunčeva do zalaza.
આસાફનું ગીત. સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
2 Sa Siona predivnog Bog zablista:
સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
3 Bog naš dolazi i ne šuti. Pred njim ide oganj što proždire, oko njega silna bjesni oluja.
આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 On zove nebesa odozgo i zemlju da sudi narodu svojemu:
પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
5 “Saberite mi sve pobožnike koji žrtvom Savez sa mnom sklopiše!”
“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
6 Nebesa objavljuju pravednost njegovu: on je Bog sudac!
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
7 “Slušaj, narode moj, ja ću govoriti, o Izraele, svjedočit ću protiv tebe: ja, Bog - Bog tvoj!
“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8 Ne korim te zbog žrtava tvojih - paljenice su tvoje svagda preda mnom.
તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
9 Neću od doma tvog' uzet junca, ni jaraca iz tvojih torova:
હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
10 tÓa moje su sve životinje šumske, tisuće zvjeradi u gorama mojim.
૧૦કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
11 Znam sve ptice nebeske, moje je sve što se miče u poljima.
૧૧હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
12 Kad bih ogladnio, ne bih ti rekao, jer moja je zemlja i sve što je ispunja.
૧૨જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
13 Zar da ja jedem meso bikova ili da pijem krv jaraca?
૧૩શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
14 Prinesi Bogu žrtvu zahvalnu, ispuni Višnjemu zavjete svoje!
૧૪ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
15 I zazovi me u dan tjeskobe: oslobodit ću te, a ti ćeš me slaviti.”
૧૫સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
16 A grešniku Bog progovara: “Što tumačiš naredbe moje, što mećeš u usta Savez moj?
૧૬પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
17 Ti, komu stega ne prija, te riječi moje iza leđa bacaš?
૧૭છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
18 Kad tata vidiš, s njime se bratimiš i družiš se s preljubnicima.
૧૮જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
19 Svoja si usta predao pakosti, a jezik ti plete prijevare.
૧૯તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
20 U društvu na brata govoriš i kaljaš sina matere svoje.
૨૦તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
21 Sve si to činio, a ja da šutim? Zar misliš da sam ja tebi sličan? Pokarat ću te i stavit ću ti sve to pred oči.”
૨૧તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
22 Shvatite ovo svi vi koji Boga zaboraviste, da vas ne pograbim i nitko vas spasiti neće.
૨૨હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
23 Pravo me štuje onaj koji prinosi žrtvu zahvalnu: i onomu koji hodi stazama pravim - njemu ću pokazati spasenje svoje.
૨૩જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”

< Psalmi 50 >