< 诗篇 2 >

1 外邦为什么争闹? 万民为什么谋算虚妄的事?
વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
2 世上的君王一齐起来, 臣宰一同商议, 要敌挡耶和华并他的受膏者,
યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
3 说:我们要挣开他们的捆绑, 脱去他们的绳索。
“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
4 那坐在天上的必发笑; 主必嗤笑他们。
આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
5 那时,他要在怒中责备他们, 在烈怒中惊吓他们,
પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
6 说:我已经立我的君 在锡安—我的圣山上了。
“મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
7 受膏者说:我要传圣旨。 耶和华曾对我说:你是我的儿子, 我今日生你。
હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે.
8 你求我,我就将列国赐你为基业, 将地极赐你为田产。
તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
9 你必用铁杖打破他们; 你必将他们如同窑匠的瓦器摔碎。
તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
10 现在,你们君王应当省悟! 你们世上的审判官该受管教!
૧૦તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
11 当存畏惧事奉耶和华, 又当存战兢而快乐。
૧૧ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
12 当以嘴亲子,恐怕他发怒, 你们便在道中灭亡, 因为他的怒气快要发作。 凡投靠他的,都是有福的。
૧૨તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.

< 诗篇 2 >