< 诗篇 142 >

1 大卫在洞里作的训诲诗,乃是祈祷。 我发声哀告耶和华, 发声恳求耶和华。
દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના. હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
2 我在他面前吐露我的苦情, 陈说我的患难。
તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
3 我的灵在我里面发昏的时候, 你知道我的道路。 在我行的路上, 敌人为我暗设网罗。
જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
4 求你向我右边观看, 因为没有人认识我; 我无处避难, 也没有人眷顾我。
હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
5 耶和华啊,我曾向你哀求。 我说:你是我的避难所; 在活人之地,你是我的福分。
હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
6 求你侧耳听我的呼求, 因我落到极卑之地; 求你救我脱离逼迫我的人, 因为他们比我强盛。
મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
7 求你领我出离被囚之地, 我好称赞你的名。 义人必环绕我, 因为你是用厚恩待我。
મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.

< 诗篇 142 >