< 诗篇 132 >

1 上行之诗。 耶和华啊,求你记念大卫所受的一切苦难!
ચઢવાનું ગીત. હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.
2 他怎样向耶和华起誓, 向雅各的大能者许愿,
તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
3 说:我必不进我的帐幕, 也不上我的床榻;
તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
4 我不容我的眼睛睡觉, 也不容我的眼目打盹;
ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.
5 直等我为耶和华寻得所在, 为雅各的大能者寻得居所。
વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
6 我们听说约柜在以法他, 我们在基列·耶琳就寻见了。
જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
7 我们要进他的居所, 在他脚凳前下拜。
ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
8 耶和华啊,求你兴起, 和你有能力的约柜同入安息之所!
હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
9 愿你的祭司披上公义! 愿你的圣民欢呼!
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
10 求你因你仆人大卫的缘故, 不要厌弃你的受膏者!
૧૦તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
11 耶和华向大卫、凭诚实起了誓, 必不反复,说: 我要使你所生的 坐在你的宝座上。
૧૧યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
12 你的众子若守我的约 和我所教训他们的法度, 他们的子孙必永远坐在你的宝座上。
૧૨જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
13 因为耶和华拣选了锡安, 愿意当作自己的居所,
૧૩હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
14 说:这是我永远安息之所; 我要住在这里, 因为是我所愿意的。
૧૪આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
15 我要使其中的粮食丰满, 使其中的穷人饱足。
૧૫હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
16 我要使祭司披上救恩, 圣民大声欢呼!
૧૬હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
17 我要叫大卫的角在那里发生; 我为我的受膏者预备明灯。
૧૭ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
18 我要使他的仇敌披上羞耻; 但他的冠冕要在头上发光。
૧૮તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.

< 诗篇 132 >