< 历代志下 3 >

1 所罗门就在耶路撒冷、耶和华向他父大卫显现的摩利亚山上,就是耶布斯人阿珥楠的禾场上、大卫所指定的地方预备好了,开工建造耶和华的殿。
પછી સુલેમાને યરુશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું સભાસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ઘઉં ઝૂડવાની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં ઈશ્વરનું સભાસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો.
2 所罗门作王第四年二月初二日开工建造。
આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી.
3 所罗门建筑 神殿的根基,乃是这样:长六十肘,宽二十肘,都按着古时的尺寸。
હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી.
4 殿前的廊子长二十肘,与殿的宽窄一样,高一百二十肘;里面贴上精金。
સભાસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
5 大殿的墙都用松木板遮蔽,又贴了精金,上面雕刻棕树和链子;
તેણે મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાં જડી દીધાં, તેમને શુદ્ધ સોનાથી મઢ્યાં અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી.
6 又用宝石装饰殿墙,使殿华美;所用的金子都是巴瓦音的金子。
તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું.
7 又用金子贴殿和殿的栋梁、门槛、墙壁、门扇;墙上雕刻基路伯。
વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા.
8 又建造至圣所,长二十肘,与殿的宽窄一样,宽也是二十肘;贴上精金,共用金子六百他连得。
તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું.
9 金钉重五十舍客勒。楼房都贴上金子。
સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા.
10 在至圣所按造像的法子造两个基路伯,用金子包裹。
૧૦તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં.
11 两个基路伯的翅膀共长二十肘。这基路伯的一个翅膀长五肘,挨着殿这边的墙;那一个翅膀也长五肘,与那基路伯翅膀相接。
૧૧કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી.
12 那基路伯的一个翅膀长五肘,挨着殿那边的墙;那一个翅膀也长五肘,与这基路伯的翅膀相接。
૧૨એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી.
13 两个基路伯张开翅膀,共长二十肘,面向外殿而立。
૧૩આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા.
14 又用蓝色、紫色、朱红色线和细麻织幔子,在其上绣出基路伯来。
૧૪તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા.
15 在殿前造了两根柱子,高三十五肘;每柱顶高五肘。
૧૫સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા.
16 又照圣所内链子的样式做链子,安在柱顶上;又做一百石榴,安在链子上。
૧૬તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં.
17 将两根柱子立在殿前,一根在右边,一根在左边;右边的起名叫雅斤,左边的起名叫波阿斯。
૧૭તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું.

< 历代志下 3 >