< 路加福音 21 >

1 舉目一望,看見富人把他們的獻儀投入銀庫內,
ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.
2 又看見一個貧苦的寡婦,把兩文錢投入裡面,
એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ,
3 遂說:「我實在告訴你們:這個寡婦比別人投入的更多,
ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.
4 因為眾人都是拿他們多餘的投入,作為給又主的獻儀;而這個寡婦卻是從她的不足中,把她所有的生活費都投入了。
કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”
5 有些人正談論聖殿是用美麗的石頭,和還願的獻品裝飾的,耶穌說:
સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,
6 「你們所看見的這一切,待那時日一到,沒有一塊石頭留在另一塊石頭上,而不被拆毀的。」
‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”
7 他們遂問說:「師傅,那麼什麼時候要發生這些事﹖這些事要發生的時候,將有什麼先兆﹖」
તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’”
8 耶穌說:「你們要謹慎,不要受敢騙! 因為將有許多人,假冒我名字來說:我就是(默西亞);又說:時期近了。你們切不可跟隨他們。
ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’”
9 你們幾時聽見戰爭及叛亂,不要驚惶! 因為這些事必須先要發生,但還不即刻是結局。」
જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.
10 耶穌又給他們說:「民族要起來攻擊民族,國家攻擊國家;
૧૦ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;
11 將有大地震,到處有饑荒及瘟疫;將出現可怖的異象,天上要有巨大的凶兆。
૧૧અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.
12 但是這一切事以前,為了失名字的緣故,人們要下手把你們拘捕、迫害、解送到會堂,並囚在獄中;且押送到君王及總督之前,
૧૨પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.
13 為給你們一個作證的機會。
૧૩એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.
14 所以,你們心中要鎮定,不要事先考慮申辯,
૧૪માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.
15 因為我要給你們口才和明智,是你們的一切仇敵所不能抵抗及辯駁的。
૧૫કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
16 你們要為父母、兄弟、親戚及朋友所出賣;你們中有一些要被殺死。
૧૬માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
17 你們要為了我的名字,受眾人的憎恨;
૧૭મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.
18 但是,連你們的一根頭髮,也不會失落。
૧૮પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ.
19 你們要憑著堅忍,保全你們的靈魂。」
૧૯તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
20 幾時你們看見耶路撒冷被軍隊圍困,那時你們便知道:她的荒涼近了。
૨૦પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.
21 那時在猶太的,要逃往山中;在京都的,要離去;在鄉間的,不要茌進京。
૨૧ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.
22 因為這是報復日子,為要應驗所記載的一切。
૨૨કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
23 在那些日子內,懷用孕的及哺的乳的,是禍的,因為要有大難降臨這地方,要有義怒臨於這百姓身上。
૨૩એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
24 他們要倒在劍刃之下,要被擄往列國;耶肋米亞要受異民蹂躝,直到異民的時期滿限。
૨૪તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
25 在日月星辰上,將有異兆出現;在地上,萬國要因海洋波濤的怒號而驚惶失措。
૨૫સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
26 眾人要因恐懼,等待即將臨於天下的事而昏絕,因為諸天的萬象將要搖動。
૨૬દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.
27 那時,他們要看見人子,帶著威能及莫大光榮乘雲降來。
૨૭ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે.
28 這些事開始發生時,你們應當挺起身來,抬起你們的頭,因為你們的救援近了。」
૨૮પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.
29 耶穌又給他們設了一個比喻:「你們看看無花果樹及各種樹木,
૨૯ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.
30 幾時你們看見它們已經發芽,就知道夏天已經近了。
૩૦હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે.
31 同樣你們看見這些事發生了,也應知道天主的國近了。
૩૧તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.
32 我實在告訴你們:非等一切事發生了,這一代絕不會過去。
૩૨હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
33 天地要過去,但是,我的話決不會過去。
૩૩આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
34 你們應當謹慎,免得你們心為宴飲沈醉,及人生的掛慮所累時,那意想不到的日子臨於你們,
૩૪તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
35 因為日子有如羅網,臨於全地面的一切居民。
૩૫કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.
36 所以你們應當時時醒寤祈禱,為便你們能逃脫即將發生的這一切事,並能立於人子之前。」
૩૬તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”
37 耶穌白天在聖殿施教,黑夜便出去,到名叫橄欖的山上住宿。
૩૭ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
38 眾百姓清早起來,到祂跟前,在聖殿裏聽祂講道。
૩૮બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.

< 路加福音 21 >