< ԵՐԿՐՈՐԴ ԿՈՐՆԹԱՑԻՍ 9 >

1 Արդարեւ աւելորդ է որ գրեմ ձեզի՝ սուրբերուն սպասարկութեան մասին,
હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી
2 քանի գիտեմ ձեր յօժարութիւնը. անոր մասին կը պարծենամ ձեզմով Մակեդոնացիներուն առջեւ, ըսելով թէ Աքայիացիները անցեալ տարուընէ պատրաստուած էին. ու ձեր նախանձախնդրութիւնը դրդեց շատ շատերը:
કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.
3 Սակայն ղրկեցի եղբայրները, որպէսզի ձեզի հանդէպ մեր պարծանքը ընդունայն չըլլայ այս մասին, հապա՝ ինչպէս ըսեր եմ՝ պատրաստուած ըլլաք.
હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ;
4 որպէսզի՝ երբ Մակեդոնացիները գան ինծի հետ եւ անպատրաստ գտնեն ձեզ՝ մենք (որ չըսենք՝ դո՛ւք) ամօթահար չըլլանք այս նոյն պարծանքին վստահութեան համար:
એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે.
5 Ուրեմն հարկաւոր համարեցի յորդորել եղբայրները, որ նախապէս գան ձեզի ու կանխաւ համախմբեն ձեր նախապէս ծանուցանած առատաձեռնութիւնը, որպէսզի ան պատրաստ ըլլայ իբր առատաձեռնութիւն, ո՛չ թէ իբր ագահութիւն:
આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.
6 Բայց սա՛ գիտցէք, թէ ա՛ն որ խնայելով կը սերմանէ՝ խնայելով ալ պիտի հնձէ, եւ ա՛ն որ առատաձեռնութեամբ կը սերմանէ՝ առատաձեռնութեամբ պիտի հնձէ:
એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે.
7 Իւրաքանչիւրը թող տայ՝ ինչպէս որոշած է իր սիրտին մէջ, ո՛չ թէ տրտմութեամբ կամ հարկադրաբար. որովհետեւ Աստուած կը սիրէ ցնծութեամբ տուողը:
જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.
8 Եւ Աստուած կարող է բոլոր շնորհքներով ճոխացնել ձեզ, որպէսզի դուք՝ ամէն բանի մէջ ամէն ատեն լման ինքնաբաւութիւն ունենալով՝ ճոխանաք ամէն բարի գործով,
ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ.
9 ինչպէս գրուած է. «Սփռեց եւ աղքատներուն տուաւ. անոր արդարութիւնը յաւիտեան կը մնայ»: (aiōn g165)
જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” (aiōn g165)
10 Ուրեմն ա՛ն՝ որ սերմ կը հայթայթէ սերմնացանին, կերակուրի համար հաց հայթայթէ ձեզի ու բազմացնէ ձեր հունտը՝՝, եւ աճեցնէ ձեր արդարութեան պտուղները:
૧૦જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;
11 Ամէն բանի մէջ հարստացած էք ամէն տեսակ առատաձեռնութեամբ, ինչ որ մեր միջոցով շնորհակալութիւն կը գոյացնէ Աստուծոյ հանդէպ.
૧૧એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.
12 որովհետեւ այս պաշտօնին սպասարկումը ո՛չ միայն կը լրացնէ սուրբերուն պակասը, այլ նաեւ կը ճոխանայ շատ շնորհակալութիւններով՝ ուղղուած Աստուծոյ:
૧૨કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે;
13 Այս սպասարկութեան փորձառութեամբ անոնք պիտի փառաւորեն Աստուած՝ Քրիստոսի աւետարանին ձեր դաւանած ենթարկումին համար, նաեւ ձեր առատաձեռն հաղորդակցութեան համար՝ անոնց եւ բոլորին հետ.
૧૩એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.
14 ու պիտի աղերսեն ձեզի համար, կարօտնալով ձեզ Աստուծոյ գերազանց շնորհքին համար՝ որ ձեր մէջ է:
૧૪તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે.
15 Շնորհակալութի՛ւն Աստուծոյ՝ իր անպատմելի պարգեւին համար:
૧૫ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.

< ԵՐԿՐՈՐԴ ԿՈՐՆԹԱՑԻՍ 9 >