< 2 Ukorintiyawa 7 >

1 Anan sunin, bara na tidinin nale alkawali nati kusu ati bite nanya nimung ile na mati nari ndinong nanya nidowo nin fi, tipezeru nlau nin feu Kutell.
તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
2 nari kutii na ti nati umong imemon inanzan ba sa tina nyofilo umong sa tina kata likara mon
અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.
3 Na ina beling minu nani inti minu ncaa nkul ba bara na ina malu benlin minu idi nibinai bite tiku ligowe ti se ulai ligowe tutung.
હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.
4 nin nayi akone kan kiti min, indin foo figiri nin yunn, inkulau nin nayyi ashe.
તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.
5 wadak Umakadoni, nidowa bite wa se ushinu b, nin nani tiwa se uni buri li dina va, ufizu nayi ndas nin feu bite.
કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા.
6 nani Kutelle, ame ule na adin nukizu nibinai na le na nibinai mine nkete.
પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો;’
7 Na nin dak mere cas b, tutung baramsheu nayi ana se kiti mine na awa beling nari libusine min, mine nkune kune nin cancam ndamuwa minwa mine nime in wa su ayi aboo kang.
અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો.
8 Sa andi iyer nighe na tiniminu seng nibinaiye, na inwa kpilia kibinae kidun ba kodashike mua kpilia na unwa yene iyert nige nata nibinaeye mine seng bara n nin kubi baat.
જોકે મેં મારા પત્રથી તમને દુ: ખી કર્યા અને તેનું મને દુ: ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ: ખી કર્યા હતા.
9 In din lanzun mang nin nen, na bara i wa parda minu b, bara na ayi asirne mine nati inani na dak nin foo nacara ina use nimong bara arik ba.
પણ હવે હું આનંદ કરું છું તે તમે દુ: ખી થયા એટલા માટે નહિ, પણ દુ: ખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખી કરાયા હતા, કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય.
10 nani ayiasirne Kutelle na daminu ni foo nacara na unada pirin tucu sa ugitirnu ayiasirne yii na daknnin kull.
૧૦કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતું દુ: ખ શોક ઉપજાવતું નથી પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવે છે; પણ જગિક દુ: ખ મરણ પમાડે છે.
11 Yene imonile na uti kibinai kidiya kuu Kutelle nayiasirne na na nutun nanya mine ute kibinai kidege nanya mine man duro usali kulapi min, uyapina upunu kibinay, fiya pin fe, uyapin nari usaman, uyapin ushuu liti nin yapin usu nyenu isere kidegene see! nanya nimong vat idinin su iduro atimine ana sali kulapi nanya nle ulire
૧૧કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ: ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
12 Nin nanin ina yertin uldu kiti min, na ina yertin bara anan Kulapi b, sa bara ule na idin niu nin kulape ba bara na ushoo kibinai mine narik nan nutuno kidawo udu kiti mine nanya nizi Kutell.
૧૨જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.
13 Nanya nilele ita nari ayiakone nanyan kpinu inshau nibinai bit, tilanza mang, tutung bara Titus na infep me wase upenun funu bara anun vat.
૧૩આ બધાથી અમે દિલાસો પામ્યા છીએ. તે ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા; કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે.
14 Bara andi iname reu figiri ninghe bara anun, na awa tiyi incin b, nafo na tiwa beling minu imong vat kidegen, nanere ufoo figiri nin Titus wa da da so kidegen nanere ufoo
૧૪માટે જો મને તમારે વિષે તિતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિદગી થઈ નહિ; પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તિતસ આગળ સાચું પડ્યું.
15 Nin mmang libiya me inyinu na ukarn, nafo na ana lizin mishau nati mine vat nafo na iwa serughe nin ketizu.
૧૫તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા આજ્ઞાપાલનના સ્મરણને લીધે તિતસનો પ્રેમ તમારા ઉપર પુષ્કળ છે.
16 Mang na lanza mmang bara na indinin na na in dinin nanya ku ne inyinu
૧૬મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદ પામું છું.

< 2 Ukorintiyawa 7 >