< 1 तवा 1 >

1 आदम, सेत, उनूस,
આદમ, શેથ, અનોશ,
2 किनान, महलीएल, यारिद,
કેનાન, માહલાલેલ, યારેદ;
3 हनूक, मतूसिलह, लमक,
હનોખ, મથૂશેલાહ, લામેખ,
4 नूह, सिम, हाम, और याफ़त।
નૂહ, શેમ, હામ તથા યાફેથ.
5 बनी याफ़त: जुमर और माजूज और मादी और यावान और तूबल और मसक और तीरास हैं।
યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
6 और बनी जुमर अश्कनाज और रीफ़त और तुजरमा है।
ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
7 और बनी यावान, इलिसा और तरसीस, कित्ती और दूदानी हैं।
યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
8 बनी हाम: कूश और मिस्र, फ़ूत और कनान हैं।
હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
9 बनी कूश: सबा और हवीला और सबता और रा'माह सब्तका हैं और बनी रामाह सबाह और ददान हैं।
કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
10 कूश से नमरूद पैदा हुआ; ज़मीन पर पहले वही बहादुरी करने लगा।
૧૦કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
11 और मिस्र से लूदी और अनामी और लिहाबी और नफ़तूही,
૧૧મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
12 और फ़तरूसी और कसलूही जिनसे फ़िलिस्ती निकले, कफ़्तूरी पैदा हुए।
૧૨પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
13 और कनान से सैदा जो उसका पहलौठा था, और हित्त,
૧૩કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
14 और यबूसी और अमोरी और जिरजाशी,
૧૪યબૂસી, અમોરી, ગિર્ગાશી,
15 और हव्वी और 'अर्क़ी और सीनी,
૧૫હિવ્વી, આર્કી, સિની,
16 और अरवादी और सिमारी और हिमाती पैदा हुए।
૧૬આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
17 बनी सिम: 'ऐलाम और असूर और अरफ़कसद और लूद और अराम और 'ऊज़ और हूल और जतर और मसक हैं।
૧૭શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
18 और अरफ़कसद से सिलह पैदा हुआ और सिलह से इब्र पैदा हुआ।
૧૮આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
19 और इब्र से दो बेटे पहले का नाम फ़लज था क्यूँकि उसके अय्याम में ज़मीन बटी, और उसके भाई का नाम युक्तान था।
૧૯એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
20 और युक्तान से अलमूदाद और सलफ़ और हसर मावत और इराख़,
૨૦યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
21 और हदूराम और ऊज़ाल और दिक़ला,
૨૧હદોરામ, ઉઝાલ, દિકલાહ,
22 और 'ऐबाल और अबीमाएल और सबा,
૨૨એબાલ, અબિમાએલ, શેબા,
23 और ओफ़ीर और हवीला और यूबाब पैदा हुए; यह सब बनी युक्तान हैं।
૨૩ઓફીર, હવીલા અને યોબાબ.
24 सिम, अरफ़कसद, सिलह,
૨૪શેમ, આર્પાકશાદ, શેલા,
25 इब्र, फ़लज, र’ऊ,
૨૫એબેર, પેલેગ, રેઉ,
26 सरुज, नहूर, तारह,
૨૬સરૂગ, નાહોર, તેરાહ,
27 इब्रहाम या'नी अब्रहाम।
૨૭અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
28 अब्रहाम के बेटे: इस्हाक़ और इस्मा'ईल थे।
૨૮ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
29 उनकी औलाद यह हैं: इस्मा'ईल का पहलौठा नबायोत उसके बाद कीदार और अदबिएल और मिबसाम,
૨૯તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
30 मिशमा'अ और दूमा और मसा, हदद और तेमा,
૩૦મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
31 यतूर, नाफ़ीस, क़िदमा; यह बनीइस्मा'ईल हैं।
૩૧યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
32 और अब्रहाम की हरम क़तूरा के बेटे यह हैं: उसके बत्न से ज़िमरान युकसान और मिदान और मिदियान और इस्बाक़ और सूख़ पैदा हुए और बनी युक़सान: सिबा और ददान हैं।
૩૨ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.
33 और बनी मिदियान: 'एफ़ा और 'इफ़्र और हनूक और अबीदा'अ इल्दू'आ हैं; यह सब बनी क़तूरा हैं।
૩૩મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.
34 और अब्रहाम से इस्हाक़ पैदा हुआ। बनी इस्हाक़: 'ऐसौ और इस्राईल थे।
૩૪ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
35 बनी 'ऐसौ: इलिफ़ज़ और र'ऊएल और य'ऊस और यालाम और क़ोरह हैं।
૩૫એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
36 बनी इलिफ़ज़ तेमान और ओमर और सफ़ी और जा'ताम, क़नज़, और तिम्ना' और 'अमालीक़ हैं।
૩૬અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
37 बनी र'ऊएल: नहत, ज़ारह, सम्मा और मिज़्ज़ा हैं।
૩૭રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
38 और बनी श'ईर: लोतान और सोबल और सबा'ऊन और 'अना और दीसोन और एसर और दीसान हैं।
૩૮સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
39 और हूरी और होमाम लूतान के बेटे थे, और तिम्ना' लोतान की बहन थी।
૩૯લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
40 बनी सोबल: 'अल्यान और मानहत 'एबाल सफ़ी और ओनाम हैं। अय्याह और 'अना सबा'ऊन के बेटे थे।
૪૦શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
41 और 'अना का बेटा दीसोन था; और हमरान और इश्बान और यित्रान और किरान दीसोन के बेटे थे।
૪૧અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
42 और एसर के बेटे: बिलहान और ज़ा'वान और या'क़ान थे और ऊज़ और अरान दीसान के बेटे थे।
૪૨એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
43 और जिन बादशाहों ने मुल्क — ए — अदोम पर उस वक़्त हुकूमत की जब बनी — इस्राईल पर कोई बादशाह हुक्मरान न था वह यह हैं: बाला' बिन ब'ओर; उसके शहर का नाम दिन्हाबा था।
૪૩ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.
44 और बाला' मर गया और यूबाब बिन ज़ारह जो बुसराही था उसकी जगह बादशाह हुआ।
૪૪બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
45 और यूबाब मर गया और हशाम जो तेमान के 'इलाक़े का था उसकी जगह बादशाह हो हुआ।
૪૫યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
46 और हशाम मर गया और हदद बिन बिदद, जिसने मिदियानियों को मोआब के मैदान में मारा उसकी जगह बादशाह हुआ और उसके शहर का नाम 'अवीत था।
૪૬હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
47 और हदद मर गया और शमला जो मसरिक़ा का था, उसकी जगह बादशाह हुआ।
૪૭હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
48 और शमला मर गया और साउल जो दरिया — ए — फ़रात के पास के रहोबोत का बाशिंदा था उसकी जगह बादशाह हुआ।
૪૮સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
49 और साउल मर गया और बा'ल — हनान बिन अकबूर उसकी जगह बादशाह हुआ।
૪૯શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
50 और बा'ल — हनान मर गया और हदद उसकी जगह बादशाह हुआ; उसके शहर का नाम फ़ा'ई और उसकी बीवी का नाम महेतबेल था, जो मतरिद बिन्त मेज़ाहाब की बेटी थी।
૫૦બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
51 और हदद मर गया। फिर यह अदोम के रईस हुए: रईस तिम्ना’, रईस अलियाह, रईस यतीत,
૫૧હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
52 रईस ओहलीबामा, रईस ऐला, रईस फ़ीनोन,
૫૨ઓહોલીબામાહ, એલા, પીનોન,
53 रईस क़नज़, रईस तेमान, रईस मिब्सार,
૫૩કનાઝ, તેમાન, મિબ્સાર,
54 रईस मज्दिएल, रईस 'इराम; अदोम के रईस यही हैं।
૫૪માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.

< 1 तवा 1 >