< Псалтирь 95 >

1 Приидите, возрадуемся Господеви, воскликнем Богу спасителю нашему:
આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
2 предварим лице Его во исповедании, и во псалмех воскликнем Ему:
આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
3 яко Бог велий Господь, и Царь велий по всей земли:
કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
4 яко в руце Его вси концы земли, и высоты гор Того суть.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
5 Яко Того есть море, и Той сотвори е, и сушу руце Его создасте.
સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
6 Приидите, поклонимся и припадем ему, и восплачемся пред Господем сотворшим нас:
આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
7 яко Той есть Бог наш, и мы людие пажити Его и овцы руки Его. Днесь аще глас Его услышите,
કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
8 не ожесточите сердец ваших, яко в прогневании, по дни искушения в пустыни:
“મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,
9 в оньже искусиша Мя отцы ваши, искусиша Мя, и видеша дела Моя.
જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
10 Четыредесять лет негодовах рода того, и рех: присно заблуждают сердцем, тии же не познаша путий Моих:
૧૦કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.’
11 яко кляхся во гневе Моем, аще внидут в покой Мой.
૧૧માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”

< Псалтирь 95 >