< Псалтирь 84 >

1 В конец, о точилех, сыном Кореовым, псалом. Коль возлюбленна селения Твоя, Господи сил.
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત. હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
2 Желает и скончавается душа моя во дворы Господни: сердце мое и плоть моя возрадовастася о Бозе живе.
મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 Ибо птица обрете себе храмину, и горлица гнездо себе, идеже положит птенцы своя, олтари Твоя, Господи сил, Царю мой и Боже мой.
ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.
4 Блажени живущии в дому Твоем: в веки веков восхвалят Тя.
તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. (સેલાહ)
5 Блажен муж, емуже есть заступление его у Тебе: восхождения в сердцы своем положи,
જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.
6 во юдоль плачевную, в место еже положи: ибо благословение даст законополагаяй.
રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
7 Пойдут от силы в силу: явится Бог богов в Сионе.
તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.
8 Господи Боже сил, услыши молитву мою, внуши, Боже Иаковль.
હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! (સેલાહ)
9 Защитниче наш, виждь, боже, и призри на лице христа Твоего.
હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.
10 Яко лучше день един во дворех Твоих паче тысящ: изволих приметатися в дому Бога моего паче, неже жити ми в селениих грешничих.
૧૦કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
11 Яко милость и истину любит Господь, Бог благодать и славу даст: Господь не лишит благих ходящих незлобием.
૧૧કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 Господи Боже сил, блажен человек уповаяй на Тя.
૧૨હે સૈન્યોના યહોવાહ, જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.

< Псалтирь 84 >