< Книга пророка Иеремии 29 >

1 И сия словеса книги, юже посла Иеремиа из Иерусалима ко старейшинам преселеным и ко жерцем и лживым пророком и всем людем, ихже пресели Навуходоносор из Иерусалима до Вавилона,
ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલમાં લઈ ગયો ત્યારે યર્મિયા પ્રબોધકે આપેલા વચનો.
2 последи изшедшу Иехонии царю и царице, и кажеником и всякому свободну, и художнику и юзнику из Иерусалима,
યકોન્યા રાજા, રાજમાતા, ઉચ્ચ અધિકારીઓએ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો તથા લુહારો બાબિલમાંથી ગયા પછી,
3 рукою Елеаса сына Сафаня и Гамариа сына Хелкиина, егоже посла Седекиа царь Иудин ко царю Вавилонску в Вавилон, глаголя:
તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો દીકરો ગમાર્યા તે બન્નેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે.
4 тако рече Господь Бог Израилев о преселеных, ихже пресели из Иерусалима в Вавилон:
જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે;
5 соградите храмины и вселитеся, и насадите вертограды и ядите плоды их,
‘તમે ઘરો બાંધો અને તેમાં રહો, દ્રાક્ષાની વાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ.
6 и поимите жены и чадотворите сыны и дщери, и приведите сыном вашым жены и дщери вашя дадите за мужы, и да раждают сыны и дщери, и умножайтеся, а не умаляйтеся:
તમે પરણો અને સંતાનોને જન્મ આપો. પછી તમારાં દીકરા-દીકરીઓને પરણાવો. જેથી તેઓ પણ સંતાનો પેદા કરે. તમે વૃદ્ધિ પામો, ઓછા ન થાઓ.
7 и взыщите мира земли, на нюже преселих вас тамо, и молите Господа за ня, яко в мире их будет мир вам.
તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમને દેશનિકાલ કર્યા છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”
8 Яко тако рече Господь Сил, Бог Израилев: да не препирают вас лживии пророцы, иже в вас, и да не препирают вас волсви ваши, и не послушайте соний своих, яже вы видите во сне,
હું ઇઝરાયલનો ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમને કહું છું કે, ‘તમારા પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ.
9 яко неправедне тии прорицают вам во имя Мое, а не послах их, рече Господь.
કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી’ એમ યહોવાહ કહે છે.
10 Яко тако рече Господь: егда исполнятся в Вавилоне седмьдесят лет, посещу вас и уставлю словеса Моя на вас, еже возвратити люди Моя на место сие:
૧૦કેમ કે યહોવાહ કહે છે કે; બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ. તમને આ સ્થળે લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ.
11 и помышлю на вы помышление мира, а не злая, еже дати вам сия:
૧૧કેમ કે તમારા માટે મારા જે ઇરાદાઓ હું રાખું છું તે હું જાણું છું’ એમ યહોવાહ કહે છે. તે ઇરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે ‘વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.
12 и помолитеся ко Мне, и послушаю вас,
૧૨ત્યારે તમે મને હાંક મારશો અને તમે જઈને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.
13 и взыщете Мене, и обрящете Мя: и егда взыщете Мене всем сердцем вашим,
૧૩તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.
14 и явлюся вам, глаголет Господь, и возвращу узники вашя и соберу вас от всех стран и от всех градов, в няже изгнах вас, глаголет Господь: и возвратитися повелю вам на место откуду превести вас повелех.
૧૪યહોવાહ કહે છે, હું તમને મળીશ’ અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે’ ‘ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.’ એમ યહોવાહ કહે છે.
15 Понеже рекосте: возстави нам Господь пророки в Вавилоне.
૧૫પણ તમે કહ્યું છે કે, યહોવાહે અમારે સારુ બાબિલમાં પણ પ્રબોધકો ઊભા કર્યા છે,
16 Тако бо рече Господь ко царю седящу на престоле Давидове и ко всем людем живущым во граде том, и братиям вашым, не изшедшым с вами в плен,
૧૬જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે.
17 тако глаголет Господь Вседержитель: се, Аз послю на ня мечь и глад и мор, и положу я яко смоквы худыя, ихже немощно ясти, понеже зело худы быша:
૧૭સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘જુઓ, હું તેઓ પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.
18 и сотру я мечем и гладом и мором, и дам я в погубление всем царствам земным и в проклятие, и во удивление и в посмех и в поругание всем языком, к нимже извергох я:
૧૮અને હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વેરવિખેર કરી નાખીશ. જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય અને હાંસીરૂપ તથા નિંદારૂપ થાય.
19 занеже не послушаша словес Моих, глаголет Господь, яже послах к ним рабы Моими пророки, рано востая и посылая, и не послушасте, глаголет Господь.
૧૯આ બધું એટલા માટે બન્યું છે કે તેઓએ મારાં વચનો સાંભળ્યા નહિ’ એમ યહોવાહ કહે છે. ‘પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’ એમ યહોવાહ કહે છે.
20 Вы убо слышите слово Господне, все преселение, еже выслах из Иерусалима в Вавилон.
૨૦માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો.
21 Тако глаголет Господь Вседержитель Бог Израилев на Ахиава сына Колиева и на Седекию сына Маасиева, иже прорицают вам во имя Мое лживо: се, Аз предаю я в руце Навуходоносора царя Вавилонска, и побиет я пред очима вашима:
૨૧સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; કોલાયાનો દીકરો આહાબ અને માસેયાનો દીકરો સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે ભવિષ્ય ભાખ્યું હતું તેઓના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે.
22 и возмется от них проклятие всему преселению Иудину, еже в Вавилоне, глаголюще: да сотворит ти Господь якоже Седекии сотвори и якоже Ахиаву, ихже сожже царь Вавилонский во огни,
૨૨અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, ‘તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.’
23 беззакония ради, еже сотвориша во Иерусалиме, и любодеяху с женами граждан своих и слово глаголаша во имя Мое лживо, егоже не повелех им, Аз же есмь судия и послух, глаголет Господь.
૨૩કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂર્ખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું.” એમ યહોવાહ કહે છે.
24 И к Самеи Еламитину речеши:
૨૪શમાયા નેહેલામીને તું કહેજે કે;
25 тако глаголет Господь Вседержитель, Бог Израилев: понеже послал еси во имя твое послания ко всем людем, иже во Иерусалиме, и ко Софонии сыну Маасеову жерцу и ко всем жерцем, глаголя:
૨૫સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તેં તારે પોતાને નામે યરુશાલેમના સર્વ લોકો ઉપર માસેયાના દીકરા સફાન્યા યાજક અને બધા યાજકો પર પત્ર લખી કહેડાવ્યું કે,
26 Господь даде тя жерца вместо Иодаа жерца, быти приставнику в дому Господни, всякому человеку прорицающу и всякому человеку неистовующу, и вдаси его в затвор и в кладу.
૨૬“યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.
27 И ныне почто не запретисте Иеремии, иже от Анафофа, прорицающему вам?
૨૭તો પછી અનાથોથી યર્મિયા જે તમારી આગળ પોતાને પ્રબોધક મનાવે છે તેને ઠપકો કેમ નથી આપતા?
28 Яко того ради посла к нам в Вавилон, глаголя: долгое есть время, соградите храмины и вселитеся, и насадите вертограды и ядите плоды их.
૨૮કેમ કે બાબિલમાં તેણે અમારા પર સંદેશો મોકલ્યો કે, ‘અમારો બંદીવાસ લાંબા સમય સુધીનો છે. તમે ઘર બનાવી અહીં વસો અને વાડીઓ રોપીને તેના ફળો ખાઓ.’
29 И прочте книгу сию Софониа во ушы Иеремии пророка.
૨૯સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકને વાંચી સંભળાવ્યો.
30 И бысть слово Господне ко Иеремии глаголя:
૩૦ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે;
31 посли ко преселником глаголя: тако рече Господь на Самею Еламитина: понеже прорече вам Самеа, Аз же не послах его, и сотвори вас уповати на неправду:
૩૧“સર્વ બંદીવાનો ઉપર સંદેશો મોકલાવી અને કહે કે, શામાયા નેહેલામી વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; શમાયાએ મારા મોકલ્યા વગર તમને ભવિષ્ય કહ્યું છે. અને તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે,
32 того ради сице рече Господь: се, Аз посещу на Самею и на род его, и не будет ему человека посреде вас, еже видети благая, яже Аз сотворю вам, глаголет Господь, зане отступление глагола на Господа.
૩૨માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.’ ‘કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે.’”

< Книга пророка Иеремии 29 >