< Јован 9 >

1 И пролазећи виде човека слепог од рођења.
ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
2 И запиташе Га ученици Његови говорећи: Рави! Ко сагреши, или овај или родитељи његови, те се роди слеп?
તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”
3 Исус одговори: Ни он сагреши ни родитељи његови, него да се јаве дела Божија на њему.
ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
4 Мени ваља радити дела Оног који ме посла док је дан: доћи ће ноћ кад нико не може радити.
જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.
5 Док сам на свету видело сам свету.
જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”
6 Рекавши ово пљуну на земљу и начини као од пљувачке, и помаза калом очи слепоме,
આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને
7 И рече: Иди умиј се у бањи силоамској (које значи послан). Отиде, дакле, и уми се, и дође гледајући.
તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
8 А суседи и који га беху видели пре да беше слеп говораху: Није ли ово онај што сеђаше и прошаше?
પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’”
9 Једни говораху: Он је; а други: Налик је на њ. А он говораше: Ја сам.
કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”
10 Тада му говораху: Како ти се отворише очи?
૧૦તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’”
11 Он одговори и рече: Човек који се зове Исус начини као, и помаза очи моје, и рече ми: Иди у бању силоамску и умиј се. А кад отидох и умих се, прогледах.
૧૧તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’”
12 Тада му рекоше: Где је он? Рече: Не знам.
૧૨તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”
13 Тада га поведоше к фарисејима, оног што беше некад слеп.
૧૩જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
14 А беше субота кад начини Исус као и отвори му очи.
૧૪હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
15 Тада га опет питаху и фарисеји како прогледа. А он им рече: Као метну ми на очи, и умих се и видим.
૧૫માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”
16 Тада говораху неки од фарисеја: Није овај човек од Бога јер не светкује суботе. Други говораху: Како може човек грешан таква чудеса чинити? И поста распра међу њима.
૧૬ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
17 Рекоше, дакле, опет слепцу: Шта кажеш ти за њега што ти отвори очи твоје? А он рече: Пророк је.
૧૭ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’”
18 Тада Јевреји не вероваше за њега да беше слеп и прогледа, док не дозваше родитеље оног што је прогледао,
૧૮પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
19 И запиташе их говорећи: Је ли ово ваш син за кога ви говорите да се роди слеп? Како, дакле, сад види?
૧૯તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’”
20 А родитељи његови одговорише им и рекоше: Знамо да је ово син наш и да се роди слеп,
૨૦તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
21 А како сад види не знамо: или ко му отвори очи ми не знамо; он је велики, питајте њега, нека сам каже за себе.
૨૧પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”
22 Ово рекоше родитељи његови, јер се бојаху Јевреја; јер се Јевреји беху договорили да буде искључен из зборнице ко Га призна за Христа.
૨૨તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23 Зато рекоше родитељи његови: Он је велики, питајте њега.
૨૩માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”
24 Тада, по други пут дозваше човека који је био слеп и рекоше му: Дај Богу славу; ми знамо да је човек овај грешан.
૨૪તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’”
25 А он одговори и рече: Је ли грешан не знам; само знам да ја бејах слеп, а сад видим.
૨૫ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”
26 Тада му опет рекоше: Шта ти учини, како отвори очи твоје?
૨૬ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’”
27 Одговори им: Ја вам већ казах, и не слушасте; шта ћете опет слушати? Већ ако и ви хоћете ученици његови да будете?
૨૭તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”
28 А они га укорише, и рекоше му: Ти си ученик његов, а ми смо ученици Мојсијеви.
૨૮ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
29 Ми знамо да с Мојсијем говори Бог; а овог не знамо откуда је
૨૯ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”
30 А човек одговори и рече им: То и јесте за чудо што ви не знате откуд је, а Он отвори очи моје.
૩૦તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
31 А знамо да Бог не слуша грешника; него ако ко поштује Бога и вољу Његову твори, оног слуша.
૩૧આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
32 Откако је света није чувено да ко отвори очи рођеном слепцу. (aiōn g165)
૩૨સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. (aiōn g165)
33 Кад Он не би био од Бога не би могао ништа чинити.
૩૩જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’”
34 Одговорише и рекоше му: Ти си се родио сав у гресима, па зар ти нас да учиш? И истераше га напоље.
૩૪તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
35 Исус чу да га истераше напоље; и нашавши га рече му; верујеш ли ти Сина Божијег?
૩૫તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’”
36 Он одговори и рече: Ко је, Господе, да Га верујем?
૩૬તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’”
37 А Исус му рече: и видео си га, и који говори с тобом Га је.
૩૭ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’”
38 А он рече: Верујем Господе! И поклони Му се.
૩૮તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.
39 И рече Исус: Ја дођох на суд на овај свет, да виде који не виде, и који виде да постану слепи.
૩૯ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’”
40 И чуше ово неки од фарисеја који беху с Њим, и рекоше Му: Еда ли смо ми слепи?
૪૦જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’”
41 Рече им Исус: Када бисте били слепи не бисте имали греха, а сад говорите да видите, тако ваш грех остаје.
૪૧ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”

< Јован 9 >