< లూకః 22 >

1 అపరఞ్చ కిణ్వశూన్యపూపోత్సవస్య కాల ఉపస్థితే
હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.
2 ప్రధానయాజకా అధ్యాయకాశ్చ యథా తం హన్తుం శక్నువన్తి తథోపాయామ్ అచేష్టన్త కిన్తు లోకేభ్యో బిభ్యుః|
ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
3 ఏతస్తిన్ సమయే ద్వాదశశిష్యేషు గణిత ఈష్కరియోతీయరూఢిమాన్ యో యిహూదాస్తస్యాన్తఃకరణం శైతానాశ్రితత్వాత్
યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
4 స గత్వా యథా యీశుం తేషాం కరేషు సమర్పయితుం శక్నోతి తథా మన్త్రణాం ప్రధానయాజకైః సేనాపతిభిశ్చ సహ చకార|
તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.
5 తేన తే తుష్టాస్తస్మై ముద్రాం దాతుం పణం చక్రుః|
તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું;
6 తతః సోఙ్గీకృత్య యథా లోకానామగోచరే తం పరకరేషు సమర్పయితుం శక్నోతి తథావకాశం చేష్టితుమారేభే|
તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.
7 అథ కిణ్వశూన్యపూపోత్మవదినే, అర్థాత్ యస్మిన్ దినే నిస్తారోత్సవస్య మేషో హన్తవ్యస్తస్మిన్ దినే
બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું.
8 యీశుః పితరం యోహనఞ్చాహూయ జగాద, యువాం గత్వాస్మాకం భోజనార్థం నిస్తారోత్సవస్య ద్రవ్యాణ్యాసాదయతం|
ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’”
9 తదా తౌ పప్రచ్ఛతుః కుచాసాదయావో భవతః కేచ్ఛా?
તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
10 తదా సోవాదీత్, నగరే ప్రవిష్టే కశ్చిజ్జలకుమ్భమాదాయ యువాం సాక్షాత్ కరిష్యతి స యన్నివేశనం ప్రవిశతి యువామపి తన్నివేశనం తత్పశ్చాదిత్వా నివేశనపతిమ్ ఇతి వాక్యం వదతం,
૧૦ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’”
11 యత్రాహం నిస్తారోత్సవస్య భోజ్యం శిష్యైః సార్ద్ధం భోక్తుం శక్నోమి సాతిథిశాలా కుత్ర? కథామిమాం ప్రభుస్త్వాం పృచ్ఛతి|
૧૧ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?
12 తతః స జనో ద్వితీయప్రకోష్ఠీయమ్ ఏకం శస్తం కోష్ఠం దర్శయిష్యతి తత్ర భోజ్యమాసాదయతం|
૧૨તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”
13 తతస్తౌ గత్వా తద్వాక్యానుసారేణ సర్వ్వం దృష్ద్వా తత్ర నిస్తారోత్సవీయం భోజ్యమాసాదయామాసతుః|
૧૩તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
14 అథ కాల ఉపస్థితే యీశు ర్ద్వాదశభిః ప్రేరితైః సహ భోక్తుముపవిశ్య కథితవాన్
૧૪વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા.
15 మమ దుఃఖభోగాత్ పూర్వ్వం యుభాభిః సహ నిస్తారోత్సవస్యైతస్య భోజ్యం భోక్తుం మయాతివాఞ్ఛా కృతా|
૧૫ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.
16 యుష్మాన్ వదామి, యావత్కాలమ్ ఈశ్వరరాజ్యే భోజనం న కరిష్యే తావత్కాలమ్ ఇదం న భోక్ష్యే|
૧૬કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”
17 తదా స పానపాత్రమాదాయ ఈశ్వరస్య గుణాన్ కీర్త్తయిత్వా తేభ్యో దత్వావదత్, ఇదం గృహ్లీత యూయం విభజ్య పివత|
૧૭ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો.
18 యుష్మాన్ వదామి యావత్కాలమ్ ఈశ్వరరాజత్వస్య సంస్థాపనం న భవతి తావద్ ద్రాక్షాఫలరసం న పాస్యామి|
૧૮કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”
19 తతః పూపం గృహీత్వా ఈశ్వరగుణాన్ కీర్త్తయిత్వా భఙ్క్తా తేభ్యో దత్వావదత్, యుష్మదర్థం సమర్పితం యన్మమ వపుస్తదిదం, ఏతత్ కర్మ్మ మమ స్మరణార్థం కురుధ్వం|
૧૯પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’”
20 అథ భోజనాన్తే తాదృశం పాత్రం గృహీత్వావదత్, యుష్మత్కృతే పాతితం యన్మమ రక్తం తేన నిర్ణీతనవనియమరూపం పానపాత్రమిదం|
૨૦તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.
21 పశ్యత యో మాం పరకరేషు సమర్పయిష్యతి స మయా సహ భోజనాసన ఉపవిశతి|
૨૧પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
22 యథా నిరూపితమాస్తే తదనుసారేణా మనుష్యపుత్రస్య గతి ర్భవిష్యతి కిన్తు యస్తం పరకరేషు సమర్పయిష్యతి తస్య సన్తాపో భవిష్యతి|
૨૨માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’
23 తదా తేషాం కో జన ఏతత్ కర్మ్మ కరిష్యతి తత్ తే పరస్పరం ప్రష్టుమారేభిరే|
૨૩તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”
24 అపరం తేషాం కో జనః శ్రేష్ఠత్వేన గణయిష్యతే, అత్రార్థే తేషాం వివాదోభవత్|
૨૪આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
25 అస్మాత్ కారణాత్ సోవదత్, అన్యదేశీయానాం రాజానః ప్రజానాముపరి ప్రభుత్వం కుర్వ్వన్తి దారుణశాసనం కృత్వాపి తే భూపతిత్వేన విఖ్యాతా భవన్తి చ|
૨૫ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
26 కిన్తు యుష్మాకం తథా న భవిష్యతి, యో యుష్మాకం శ్రేష్ఠో భవిష్యతి స కనిష్ఠవద్ భవతు, యశ్చ ముఖ్యో భవిష్యతి స సేవకవద్భవతు|
૨૬પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું.
27 భోజనోపవిష్టపరిచారకయోః కః శ్రేష్ఠః? యో భోజనాయోపవిశతి స కిం శ్రేష్ఠో న భవతి? కిన్తు యుష్మాకం మధ్యేఽహం పరిచారకఇవాస్మి|
૨૭કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.
28 అపరఞ్చ యుయం మమ పరీక్షాకాలే ప్రథమమారభ్య మయా సహ స్థితా
૨૮પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.
29 ఏతత్కారణాత్ పిత్రా యథా మదర్థం రాజ్యమేకం నిరూపితం తథాహమపి యుష్మదర్థం రాజ్యం నిరూపయామి|
૨૯જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;
30 తస్మాన్ మమ రాజ్యే భోజనాసనే చ భోజనపానే కరిష్యధ్వే సింహాసనేషూపవిశ్య చేస్రాయేలీయానాం ద్వాదశవంశానాం విచారం కరిష్యధ్వే|
૩૦કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”
31 అపరం ప్రభురువాచ, హే శిమోన్ పశ్య తితఉనా ధాన్యానీవ యుష్మాన్ శైతాన్ చాలయితుమ్ ఐచ్ఛత్,
૩૧‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા.
32 కిన్తు తవ విశ్వాసస్య లోపో యథా న భవతి ఏతత్ త్వదర్థం ప్రార్థితం మయా, త్వన్మనసి పరివర్త్తితే చ భ్రాతృణాం మనాంసి స్థిరీకురు|
૩૨પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”
33 తదా సోవదత్, హే ప్రభోహం త్వయా సార్ద్ధం కారాం మృతిఞ్చ యాతుం మజ్జితోస్మి|
૩૩તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’”
34 తతః స ఉవాచ, హే పితర త్వాం వదామి, అద్య కుక్కుటరవాత్ పూర్వ్వం త్వం మత్పరిచయం వారత్రయమ్ అపహ్వోష్యసే|
૩૪પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’”
35 అపరం స పప్రచ్ఛ, యదా ముద్రాసమ్పుటం ఖాద్యపాత్రం పాదుకాఞ్చ వినా యుష్మాన్ ప్రాహిణవం తదా యుష్మాకం కస్యాపి న్యూనతాసీత్? తే ప్రోచుః కస్యాపి న|
૩૫પછી તેમણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’”
36 తదా సోవదత్ కిన్త్విదానీం ముద్రాసమ్పుటం ఖాద్యపాత్రం వా యస్యాస్తి తేన తద్గ్రహీతవ్యం, యస్య చ కృపాణో నాస్తి తేన స్వవస్త్రం విక్రీయ స క్రేతవ్యః|
૩૬ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.
37 యతో యుష్మానహం వదామి, అపరాధిజనైః సార్ద్ధం గణితః స భవిష్యతి| ఇదం యచ్ఛాస్త్రీయం వచనం లిఖితమస్తి తన్మయి ఫలిష్యతి యతో మమ సమ్బన్ధీయం సర్వ్వం సేత్స్యతి|
૩૭કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’”
38 తదా తే ప్రోచుః ప్రభో పశ్య ఇమౌ కృపాణౌ| తతః సోవదద్ ఏతౌ యథేష్టౌ|
૩૮તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’”
39 అథ స తస్మాద్వహి ర్గత్వా స్వాచారానుసారేణ జైతుననామాద్రిం జగామ శిష్యాశ్చ తత్పశ్చాద్ యయుః|
૩૯બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
40 తత్రోపస్థాయ స తానువాచ, యథా పరీక్షాయాం న పతథ తదర్థం ప్రార్థయధ్వం|
૪૦ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’”
41 పశ్చాత్ స తస్మాద్ ఏకశరక్షేపాద్ బహి ర్గత్వా జానునీ పాతయిత్వా ఏతత్ ప్రార్థయాఞ్చక్రే,
૪૧આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
42 హే పిత ర్యది భవాన్ సమ్మన్యతే తర్హి కంసమేనం మమాన్తికాద్ దూరయ కిన్తు మదిచ్ఛానురూపం న త్వదిచ్ఛానురూపం భవతు|
૪૨‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
43 తదా తస్మై శక్తిం దాతుం స్వర్గీయదూతో దర్శనం దదౌ|
૪૩આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.
44 పశ్చాత్ సోత్యన్తం యాతనయా వ్యాకులో భూత్వా పునర్దృఢం ప్రార్థయాఞ్చక్రే, తస్మాద్ బృహచ్ఛోణితబిన్దవ ఇవ తస్య స్వేదబిన్దవః పృథివ్యాం పతితుమారేభిరే|
૪૪તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
45 అథ ప్రార్థనాత ఉత్థాయ శిష్యాణాం సమీపమేత్య తాన్ మనోదుఃఖినో నిద్రితాన్ దృష్ట్వావదత్
૪૫પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
46 కుతో నిద్రాథ? పరీక్షాయామ్ అపతనార్థం ప్రర్థయధ్వం|
૪૬ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’”
47 ఏతత్కథాయాః కథనకాలే ద్వాదశశిష్యాణాం మధ్యే గణితో యిహూదానామా జనతాసహితస్తేషామ్ అగ్రే చలిత్వా యీశోశ్చుమ్బనార్థం తదన్తికమ్ ఆయయౌ|
૪૭તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
48 తదా యీశురువాచ, హే యిహూదా కిం చుమ్బనేన మనుష్యపుత్రం పరకరేషు సమర్పయసి?
૪૮પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”
49 తదా యద్యద్ ఘటిష్యతే తదనుమాయ సఙ్గిభిరుక్తం, హే ప్రభో వయం కి ఖఙ్గేన ఘాతయిష్యామః?
૪૯જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’”
50 తత ఏకః కరవాలేనాహత్య ప్రధానయాజకస్య దాసస్య దక్షిణం కర్ణం చిచ్ఛేద|
૫૦તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
51 అధూనా నివర్త్తస్వ ఇత్యుక్త్వా యీశుస్తస్య శ్రుతిం స్పృష్ట్వా స్వస్యం చకార|
૫૧પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.
52 పశ్చాద్ యీశుః సమీపస్థాన్ ప్రధానయాజకాన్ మన్దిరస్య సేనాపతీన్ ప్రాచీనాంశ్చ జగాద, యూయం కృపాణాన్ యష్టీంశ్చ గృహీత్వా మాం కిం చోరం ధర్త్తుమాయాతాః?
૫૨જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?
53 యదాహం యుష్మాభిః సహ ప్రతిదినం మన్దిరేఽతిష్ఠం తదా మాం ధర్త్తం న ప్రవృత్తాః, కిన్త్విదానీం యుష్మాకం సమయోన్ధకారస్య చాధిపత్యమస్తి|
૫૩હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”
54 అథ తే తం ధృత్వా మహాయాజకస్య నివేశనం నిన్యుః| తతః పితరో దూరే దూరే పశ్చాదిత్వా
૫૪તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.
55 బృహత్కోష్ఠస్య మధ్యే యత్రాగ్నిం జ్వాలయిత్వా లోకాః సమేత్యోపవిష్టాస్తత్ర తైః సార్ద్ధమ్ ఉపవివేశ|
૫૫ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
56 అథ వహ్నిసన్నిధౌ సముపవేశకాలే కాచిద్దాసీ మనో నివిశ్య తం నిరీక్ష్యావదత్ పుమానయం తస్య సఙ్గేఽస్థాత్|
૫૬એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’”
57 కిన్తు స తద్ అపహ్నుత్యావాదీత్ హే నారి తమహం న పరిచినోమి|
૫૭પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’”
58 క్షణాన్తరేఽన్యజనస్తం దృష్ట్వాబ్రవీత్ త్వమపి తేషాం నికరస్యైకజనోసి| పితరః ప్రత్యువాచ హే నర నాహమస్మి|
૫૮થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”
59 తతః సార్ద్ధదణ్డద్వయాత్ పరం పునరన్యో జనో నిశ్చిత్య బభాషే, ఏష తస్య సఙ్గీతి సత్యం యతోయం గాలీలీయో లోకః|
૫૯આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”
60 తదా పితర ఉవాచ హే నర త్వం యద్ వదమి తదహం బోద్ధుం న శక్నోమి, ఇతి వాక్యే కథితమాత్రే కుక్కుటో రురావ|
૬૦પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
61 తదా ప్రభుణా వ్యాధుట్య పితరే నిరీక్షితే కృకవాకురవాత్ పూర్వ్వం మాం త్రిరపహ్నోష్యసే ఇతి పూర్వ్వోక్తం తస్య వాక్యం పితరః స్మృత్వా
૬૧પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”
62 బహిర్గత్వా మహాఖేదేన చక్రన్ద|
૬૨તે બહાર જઈને બહુ જ રડ્યો.
63 తదా యై ర్యీశుర్ధృతస్తే తముపహస్య ప్రహర్త్తుమారేభిరే|
૬૩ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.
64 వస్త్రేణ తస్య దృశౌ బద్ధ్వా కపోలే చపేటాఘాతం కృత్వా పప్రచ్ఛుః, కస్తే కపోలే చపేటాఘాతం కృతవాన? గణయిత్వా తద్ వద|
૬૪તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’”
65 తదన్యత్ తద్విరుద్ధం బహునిన్దావాక్యం వక్తుమారేభిరే|
૬૫તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
66 అథ ప్రభాతే సతి లోకప్రాఞ్చః ప్రధానయాజకా అధ్యాపకాశ్చ సభాం కృత్వా మధ్యేసభం యీశుమానీయ పప్రచ్ఛుః, త్వమ్ అభిషికతోసి న వాస్మాన్ వద|
૬૬દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,
67 స ప్రత్యువాచ, మయా తస్మిన్నుక్తేఽపి యూయం న విశ్వసిష్యథ|
૬૭“જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી
68 కస్మింశ్చిద్వాక్యే యుష్మాన్ పృష్టేఽపి మాం న తదుత్తరం వక్ష్యథ న మాం త్యక్ష్యథ చ|
૬૮વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.
69 కిన్త్వితః పరం మనుజసుతః సర్వ్వశక్తిమత ఈశ్వరస్య దక్షిణే పార్శ్వే సముపవేక్ష్యతి|
૬૯પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
70 తతస్తే పప్రచ్ఛుః, ర్తిహ త్వమీశ్వరస్య పుత్రః? స కథయామాస, యూయం యథార్థం వదథ స ఏవాహం|
૭૦લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.”
71 తదా తే సర్వ్వే కథయామాసుః, ర్తిహ సాక్ష్యేఽన్సస్మిన్ అస్మాకం కిం ప్రయోజనం? అస్య స్వముఖాదేవ సాక్ష్యం ప్రాప్తమ్|
૭૧અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”

< లూకః 22 >